Abtak Media Google News

ઈગ્લીશ દારૂ અને કાર સહિતનો રૂ. ૬.૮૩ લાખનો મુદામાલ જપ્ત: બે આરોપીઓ ઝડપાયા

મોરબી એલસીબી ટીમે આજે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના જેપુર ગામની સીમમાંથી  તથા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બે ઈસમોની ધરપકડ કરી ૬.૮૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ આજે વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગ માં હોય દરમિયાન વાંકાનેરના જેપુર ગામની સીમમાં કેસુભાઇ વાલાભાઈ સરવૈયાની વાડીએ ઓરડીમાંથી તેમજ સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨૭૨ કીમત રૂ ૩,૮૧,૬૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ સ્વીફ્ટ કાર કીમત ૩ લાખ અને એક મોબાઈલ સહીત કુલ ૬,૮૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ધવલ રમેશ સરવૈયા રહે રાજકોટ મૂળ જેપુર તા. વાંકાનેર અને કરન સુભાષસિંગ ઠાકુર રહે રાજકોટ મૂળ યુપી વાળાની અટકાયત કરી છે તો દારૂનો જથ્થો મોકલનારમાં અવિંદ જેસિંગ પરમાર રહે ચોટીલા અને વાડીની ઓરડી ભાડે આપનાર વાડી માલિક કેશુ વાલાભાઈ સરવૈયારહે જેપુર વાળાનું નામ ખુલતા તેની સામે પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.