Abtak Media Google News

વોર્ડ નં.૨ના ભાજપના જાગૃત કોર્પોરેટરઓ દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગીકામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે તેના જ એક ભાગ રૂપ માન.મુખ્યમંત્રી તથા વિધાનસભા-૬૯ના ધારાસભ્યશ્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૨માં ગવર્મેન્ટ પ્રેસ રોડ ઉપર સાઈડના કાચા પડખામાં મેટલીંગ કરી પેવિંગ બ્લોક કરવાનું કામ મંજુર કરાવી આ કામનું ખાત મુહુર્ત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મિરાણી, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટરઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને વધુ સારી રસ્તાની સુવિધા મળી રહેશે.

Advertisement

આ પ્રસંગે વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શીતાબેન શાહ. વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટરશ્રી સોફીયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહેલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, રાધિકા એપાર્ટમેન્ટના કિરીટભાઈ કારિયા, પ્રભાત એપાર્ટમેન્ટ-૨ના પ્રમુખ પ્રવિણભાઈ વસાણી, પ્રભાત એપાર્ટમેન્ટ-૩ના  કેતનભાઈ હીરપરા, પ્રભાત એપાર્ટમેન્ટ-૧ના પ્રમુખ સુરેશભાઈ પારેખ તથા હેતલ પારેખ, મલબાર એપાર્ટમેન્ટના શ્રી મીનાબેન જૈન, પૂર્વ કોર્પોરેટર જશુમતીબેન વસાણી, વોર્ડ અગ્રણીઓ પુનીતાબેન, માધવીબેન ઉપાધ્યાય, ભરતભાઈ કાઠી, ભરતભાઈ વીરડા, ડૉ.શૈલેશભાઈ વસાણી, હિતેશભાઈ ગુગડીયા, શૈલેશભાઈ પડાણીયા, મીતેશભાઇ સોમૈયા, કિશોરભાઈ થાપા, સુસ્મિતાબેન, પ્રભાબેન, ઉર્મિલાબેન, જયશ્રીબેન, સંગીતાબેન, કાંતાબેન, વિશાખાબેન, પ્રીતીબેન વિગેરે બહોળી સંખ્યામા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.