Abtak Media Google News

કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરીને આંબેડકર ભવન નામ અપાયું છે: સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકાઈ છે અને જિલ્લા ગાર્ડન ખાતે હાલ આંબેડકર સ્મારક બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે: મેયર

રાજનગર ચોક અને આંબેડકરનગર ચોકમાં બાબાસાહેબની પ્રતિમા મુકવા માટે મંજુરી માંગવામાં આવશે તો પુરી વિચારણા કરાશે: ડો.ઉપાધ્યાય

શહેરના રાજનગર ચોક અને આંબેડકરનગર ચોકમાં મહાપાલિકાની મંજુરી વિના મુકવામાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગઈકાલે મધરાતે કોર્પોરેશન દ્વારા ઉપાડી લેવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આજે સવારથી શહેરમાં ધરણા, ચકકાજામ સહિતના કાર્યક્રમો આપી યુવાનોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. દલિત સમાજના યુવાનોને શાંતી જાળવવાની અપીલ કરતા મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મહાપાલિકાના ભાજપના શાસકોને બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર પ્રત્યે પુરું માન-સન્માન છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરનું સન્માન જાળવવું એ અમારી ફરજ છે. મહાનગરપાલિકાની ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ ઝોન કચેરીને આંબેડકર ભવન નામકરણ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં કોર્પોરેશન દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મુકવામાં આવેલી છે. આ ઉપરાંત જિલ્લા ગાર્ડન ખાતે વિશ્ર્વનું બેનમુન એવું ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન બનાવવાની કામગીરી ચાલી રહી છે જે હાલ પૂર્ણતાના આરે છે. જેનું ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી અને મહાપાલિકાના શાસકો જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના નાગરિકોની ફરજ છે કે ડો.બાબા સાહેબ આંબેડકરનું સન્માન જાળવવું. શહેરમાં કોઈપણ ચોક કે વિસ્તારમાં મહાપાલિકાની પૂર્વ મંજુરી વિના કોઈ મહાનુભાવોની પ્રતિમા મુકી દેવામાં આવે તે યોગ્ય નથી. મહાપાલિકા દ્વારા ગઈકાલે રાત્રે રાજનગર ચોક અને આંબેડકરનગર ચોકમાંથી બાબા સાહેબની જે પ્રતિમા ઉપાડી લેવામાં આવી છે તેને પુરા સન્માન સાથે જિલ્લા ગાર્ડન ખાતે નિર્માણાધીન આંબેડકર સ્મારક ભવન ખાતે રાખવામાં આવી છે જોકોઈ સમાજ કે વ્યકિત આ પ્રતિમા પાછી મેળવવા માંગતું હશે તો મહાપાલિકા દ્વારા તેઓને પરત આપવામાં આવશે. અન્યથા આ સ્મારક ખાતે પુરા સન્માન સાથે પ્રતિમા રાખવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા માટે જો મંજુરી માંગવામાં આવશે તો આ અંગે મંજુરી આપવા માટે મહાપાલિકા ગંભીરતાથી વિચાર કરશે પરંતુ મંજુરી વિના કોઈપણ સ્થળે મહાનુભાવોની પ્રતિમા મુકી દેવી તે અયોગ્ય છે. આજે બનેલી ઘટના ખરેખર ખુબ જ દુ:ખદ છે. કોઈ સમાજની

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.