Abtak Media Google News
દિલ્હી માટે ડેવિડ વોર્નરે અણનમ 92 અને રોવમેન પોવેલે અણનમ 67 રન ફટકાર્યા: દિલ્હી કેપિટલનો 21 રને વિજય: નિકોલસ પૂરને 62 અને એઈડન માર્કરામે 42 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી પરંતુ તેમની મહેનત એળે ગઈ હતી

IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સિઝનમાં ગુરૂવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે 21 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-2022માં બુધવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે તોફાની બેટિંગ કરી હતી અને બંનેએ અડધી સદી ફટકારી હતી. જેની મદદથી દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ નિર્ધારીત 20 ઓવરમાં ત્રણ વિકેટે 207 રનનો સ્કોર ખડક્યો હતો.

વોર્નરે અણનમ 92 અને પોવેલે અણનમ 67 રન ફટકાર્યા હતા. 208 રનના કપરા લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 186 રન નોંધાવી શકી હતી. નિકોલસ પૂરને 62 અને એઈડન માર્કરામે 42 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી પરંતુ તેમની મહેનત એળે ગઈ હતી.08 રનનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને બંને ઓપનર સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

અભિષેક શર્મા સાત અને સુકાની કેન વિલિયમ્સન ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. બાદમાં રાહુલ ત્રિપાઠી અને એઈડન માર્કરામે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, 97 રનના સ્કોરે ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ 22 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે માર્કરામે ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રન ફટકાર્યા હતા. ટોચના બેટર્સ આઉટ થઈ ગયા બાદ હૈદરાબાદ દબાણમાં આવી ગયું હતું. પરંતુ નિકોલસ પૂરને તાબડતોબ બેટિંગ કરી હતી. જોકે, તેની આ બેટિંગ એળે ગઈ હતી.સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

ઓપનર ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલએ તોફાની બેટિંગ કરી હતી જેની મદદથી દિલ્હીએ મોટો સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 207 રન નોંધાવ્યા હતા. જેમાં વોર્નર અને પોવેલે મોટી ભૂમિકા ભજવી હતી. બંને બેટર્સે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને બંનેએ અડધી સદી ફટકારી હતી. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મેચના પાંચમાં બોલ પર ટીમે મનદીપની વિકેટ ગુમાવી દીધી હતી. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.બાદમાં ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે બાજી સંભાળી હતી.

આ જોડીએ 37 રનની ભાગીદારી નોંધાવી હતી. માર્શ સાત બોલમાં 10 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સુકાની રિશભ પંત બેટિંગમાં આવ્યો હતો. સામે છેડે વોર્નર આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. આ જોડીએ 48 રનની ભાગીદારી નોંધાી હતી. પંત 16 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 26 રનો નોંધાવીને આઉટ થયો હતો. હૈદરાબાદને આ અંતિમ સફળતા મળી હતી. નવમી ઓવરના અંતિમ બોલ પર પંત આઉટ થયો હતો. ત્યારબાદ રોવમેન પોવેલ બેટિંગમાં આવ્યો હતો. બંને બેટરે બાદમાં હૈદરાબાદના બોલરની ચોમેર ધોલાઈ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.