Abtak Media Google News

જે વિદ્યાર્થીઓનો કોઈ હાથ પકડતું નથી તેવા નબળા વિદ્યાર્થીઓને સજાવી જાણે છે તપોવન

સમગ્ર ગીર સોમનાથ અને જુનાગઢ એસ.એસ.સી. કોમર્સ અને સાયન્સ સ્કૂલમાં હંમેશા અગ્રેસર રહેતી શાળા તપોવન વિદ્યાસંકુલ સબળા હોય તેને સૌવ સજાવી જાણે પરંતુ નબળા વિદ્યાર્થીઓને કોઈ હાથ પકડતું નથી. એવા સંજોગોમાં તપોવન વિદ્યાસંકુલ નબળા વિદ્યાર્થીઓને પણ સજાવી જાણે છે. વિદ્યાર્થીઓને ભવોભવનું ભાથુ બંધાય એવું જીવન મુલ્ય શિક્ષણ આપવાનું બીડુ તપોવન વિદ્યાસંકુલે આપ્યું છે. ત્યારે આંકોલવાડી(ગીર)નું તપોવન વિદ્યાસંકુલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12ની પરિક્ષામાં પણ મોખરે રહ્યું છે.

આ તમામ પરિણામ પાછળ તપોવન વિદ્યાસંકુલના શિક્ષકોની મહેનત છુપાયેલી છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી શિક્ષણના આ સંસ્કારોનું ભાવિ પેઢીમાં સિંચન કરવાની કળા આ શિક્ષકોમાં છે. વિદ્યાર્થીઓને સમજાય જાય અને યાદ રહી જાય તે જ સાચી શિક્ષણ પધ્ધતિ છે. જયારે વિદ્યા મેળવવાની હોય ત્યારે સંસ્કારનો વ્યય ન થાય તે જોવું અતિ જરૂરી છે. અને આવા વિચાર દરેક વાલીઓને આવતો જ હોય ત્યારે તાલાલા તાલુકાના આંકોલવાડી(ગીર) ખાતે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ધો. 1 થી 10 અને ધો. 11-12 સાયન્સ-કોમર્સના અભ્યાસ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભાઈઓ-બહેનોની અલગ-અલગ હોસ્ટેલની સુવિધા પ્રયાપ્ત છે.

એથી વાલીગણ માટે આ સંસ્થા આધ્યક્ષ બની રહી છે. ત્યારે ધો.11-12 સાયન્સમાં જુન-2008 થી જ સંચાલકો દ્વારા જ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ નવી પધ્ધતિ પ્રમાણે લેવાતી NEET-UG/JEE-MAIN ને સરખું જ પ્રાધાન્ય આપી તેની પણ અલગથી તૈયારી કરાવવી તેથી વિદ્યાર્થીઓ NEET-US/JEE-MAIN જેવી નેશનલ લેવલની પરિક્ષામાં સારો દેખાવ કરી શકે. અનેકવિદ્યાર્થીઓએ મેડીકલ અને એન્જનિયરીંગ શ્રેત્રે તેમજ વિદેશમાં પોતાની ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરેલ છે.

આગામી સમયના વર્ષોમાં ગીર સોમનાથ અને જુનાગઢ શહેર તથા જીલ્લામાં ચાલતી આ સંસ્થા શિક્ષણ ક્ષેત્ર શિક્ષણ ભુમિ બનવા જઈ રહી છે. તેમજ શહેરના અત્યંત પ્રદુષણ વચ્ચે અભ્યાસ કરવાના બદલે ગુજરાતના શ્રેષ્ઠ જંગલ ગણાતા ગીર વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં ભણવુએ વિદ્યાર્થીઓ માટે પણ લ્હાવો છે અને તે આ તપોવન  વિદ્યાસંકુલ આંકોલવાડી (ગીર) સંસ્થામાં જ મળી શકે, આમ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ગૌરવ સમાન છે.

ગીર સોમનાથ  જિલ્લા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગીરની મધ્યમાં  આવેલ શૈક્ષણીક સંસ્થા આજે વટવૃક્ષ બનીને નબળા અને મધ્યમ પરિસ્થિતિ વાળા પરિવારોની આધાર સ્તંભ બનીને ઉભી છે.નબળા વિદ્યાર્થીઓનો કોઈ હાથ પકડતું નથી ત્યારે તપોવન વિદ્યા સંકુલ આવા વિદ્યાર્થીઓને  સજાવી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવામાં માહિર બની છે. જૂન 2008થી આ સંસ્થાના પરિણામ સર્વચ્ચ સ્થાને રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી આ સિંહ ગર્જના વાલીઓ માટે સૌથી મોટી આશાનું કિરણ બન્યું છે.

આ વર્ષ ધો.10 એસ.એસ.સી. બોર્ડના પરિણામમાં ગીર સોમનાથ જિલ્લામાં એ.1 ગ્રેડના 13 વિદ્યાર્થીઓએ તપોવન વિદ્યા સંકચુલનું સ્થાન નકકી  કર્યું છે.આ ઉપરાંત ધો.11-12 સાયન્સમાં નામાંકિત સંસ્થાની હરોળમાં ઉભી રહીને નામાંકિત સંસ્થાની સરખામણી એ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત રહી છે. તેમજ શહેરી કરણના વાતાવરણ કરતા કુદરતી શુભ વાતાવરણમાં આવેલ  સંસ્થા વિદ્યાર્થીઓએ વાલીઓ પસંદ કરવાનું ભુલતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.