Abtak Media Google News

પોરબંદરના સુરુચી સ્કૂલ પાછળ યોજાતી પ્રાચીન ગરબીની બાળાને અન્ય બાળા કરતા એક ઇનામ ઓછુ આપવામાં આવવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીના કારણે તરુણીના પિતાનું ચાર બાઇક પર અપહરણ કરી ગરબીના સ્થળે લઇ જઇ પોલીસ પુત્ર સહિત નવ શખ્સોએ લાકડી અને ધોકાથી માર મારી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે હત્યાના ગુનામાં બે મહિલા સહિત નવ શખ્સોની ધરપકડ કરી છે.

11 વર્ષની તરુણીને અન્ય બાળા કરતા ઇનામ ઓછુ આપવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીના કારણે ચાર બાઇક પર અપહરણ કરી ગરબીના સ્થળે લઇ જઇ લાકડીથી ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા બે મહિલા સહિત નવની ધરપકડ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ ક્રિષ્ના પાર્કમાં રહેતા સરમણભાઇ નાગાજણભાઇ ઓડેદરા નામના 37 વર્ષના મેર યુવાનનું સુરુચી સ્કૂલ પાછળ યોજાતી ગરબીના આયોજક રાજા મુરુ કુછડીયા, રાજુ ભીખુ કેશવાલા, રામદે અરશી બોખીરીયા, પોલીસ પુત્ર પ્રતિક કિશન ગોરાણીયા, રાજુ કેશવાલાની પત્ની, રાજા કુછડીયાની પત્ની અને અજાણ્યા શખ્સોએ બાઇક પર અપહરણ કરી ગરબી સ્થળે લઇ જઇ લાકડી અને ધોકાથી માર મારી હત્યા કર્યા મૃતક સરમણભાઇ ઓડેદરાની પત્ની માલીબેન ઓડેદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.એલ.સોલંકી સહિતના સ્ટાફે તમામની ધરપકડ કરી છે.

પોરબંદરના ક્રિષ્ના પાર્ક, 22 બ્લોક, રોકડીયા હનુમાન મંદિર પાછળ રહેતા માલીબેન સરમણ ઓડેદરા (ઉ.વ.36 )દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે કે, તેમની દીકરી કૃપાલીએ તેમના લત્તામાં સુકૂચિ સ્કુલની પાછળ ગરબીચોકમા થતી ગરબીમા ભાગ લીધેલ હતો. ગઈરાત્રીએ તેણી ગરબી રમવા ગયેલ હતી અને રાત્રીના બારેક વાગ્યા આસપાસ તે દીકરીને ગરબીમાંથી પાછી લેવા માટે જતા અને કૃપાલીએ તેમને કહેલ કે, મમ્મી મને એક ઈનામ ઓછું મળેલ છે. આથી તે ગરબીના આગેવાન રાજુભાઈ કેશવાલા પાસે ગયેલ અન તેમની દીકરીને એક ઈનામ ઓછું મળેલ તે અંગે વાત કરેલ, તો રાજુભાઈએ કહ્યું કે, અહીંથી જે ઈનામ મળતા હશે તે જ ઈનામ તમને મળશે, જો ઈનામ જોતું હોય તો લઈ લો, નહીં તો અહીંથી જતા રહો. ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમ્યાન તેની પત્ની અને રાજાભાઈ કુછડીયાની પત્ની આવી ગયેલ અને જેમતેમ બોલાચાલી કરવા લાગેલ. આ દરમ્યાન ત્યાં હાજર રહેલ ગરબીના આયોજક રામદેભાઈ અરશીભાઈ બોખીરીયા પણ આવીને બોલાચાલી કરવા લાગેલ અને રાજા કુછડીયા તથા રાજુ કેશવાલાની પત્નીએ આ મહિલાને કહેલ કે, તું અહીં ગરબીમાંથી ચાલી જા નહીં અહી જ મારી નાખીશું. આવી ધમકી આપતા એકાદ વાગ્યે તે ત્યાંથી દીકરીને લઈને ઘરે આવતા રહ્યા હતા.

રાત્રે બન્ને બાળકો કૂમમાં હતા અને રાત્રીના બે વાગ્યા આજુ બાજુ તથા તેમના પતિ સરમણભાઇ નાગાજણભાઈ ઓડેદરા તથા તેઓ ઘરની બહાર ખાટલો નાખીને બેઠા હતા. આ દરમ્યાન ત્રણથી ચાર મોટર સાયકલ આવેલ અને તે રાજા કુછડીયા, રાજુ ભીખુ કેશવાલા અને રામદે અરશી બોખીરીયા તથા પ્રતિક કૌશન ગોરાણીયા તથા બે કે ત્રણ અજાણ્યા માણસો હાથમાં લાકડાના ધોકા તથા ફટકા લઈને ધસી આવી ગાળો બોલી એકધારા પતિ સરમણને આડેધડ માર મારતા તેમણે રાડારાડી કરી મૂકી હતી. તેણી વચ્ચે પડતા પ્રતિક ગોરાણીયાએ પગમાં ધોકો મારેલ અનેપડખામાં પાટુ મારીને દુર કરી નાખેલ, બાદમાં તે ગભરાઇ જતા ઘરમા જઈને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘરની બારીમાંથી જોયું તો આ બધા લોકોએ તેમના પતિને માર મારીને મોટર સાયકલોમાં ઉપાડી અપહરણ કરીને લઇ ગયા હતા.

આ દેકારો થવાથી દીકરી કૃપાલીએ 100 નંબર પોલીસમાં ફોન કરી દીધેલ હતો અને થોડીવાર પછી પતિના ફોનમાં એક ફોન આવેલ અને કહેલ કે, સરમણને ગરબી ચોકમા લઈ ગયેલ છે તેથી ગભરાઇ બન્ને બાળકાને લઇ યાર્ડ સામે આવેલ પેટ્રોલ પંપે આવેલ અને જેઠ વિરમભાઈ ઓડેદરાને ફોન કરી અને બનાવની વાત કરી હતી. તાત્કાલિક પેટ્રોલ પંપે બોલાવીને પોલીસને પણ યાર્ડ પાસે બોલાવી હતી. આ દરમ્યાન એ મહિલાના જેઠ આવી જતાં તેમનાં બાળકોને તેની સાથે મોકલી દીધેલ.

પોલીસ ત્યાં આવી ગયેલ અને મેં પોલીસને બનાવની વાત કરેલ હતી તો પોલીસે તેમને જણાવ્યું કે, ગરબી ચોકમાં રહેલ સરમણને લાગેલ હતું તેથી તેને એમ્બ્યુલન્સમા દવાખાને મોકલી દીધેલ છે. તે પોલીસ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યાં દવાખાનેથી જાણવા મળેલ કે, તેના પતિનું મૃત્યુ થયું છે.ત્યાર બાદ તમામ નવ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધી પોલીસે તમામની ધરપકડ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.