Abtak Media Google News

વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાશી વિશ્ર્વનાથ કોરીડોરનું ઉદ્ઘાટન કરશે, તેનું તમામ ગામોમાં કરાશે જીવંત પ્રસારણ

અબતક-રાજકોટ

વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 13 ડિસેમ્બરના રોજ ઉદ્ધાટન થવામાં છે. જેનું રાજયભરમાં અને ગામડાઓમાં શિવમંદિરોમાં જળાઅભિષેક અને કાશીથી લાઇવ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવશે.

વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 13 ડિસેમ્બરના રોજ ઉદ્ધાટન થવા જઇ રહ્યુ છે. આ સંદર્ભે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને  “દિવ્ય કાશી ભવ્ય કાશીના” સંયોજક અને પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ તકે સી.આર. પાટીલે જણાવ્યું કે, કાશી વિશ્વનાથ એટલે વિશ્વનો નાથ અને સૌથી મોટુ મહાદેવનું મંદિર કાશીમાં છે. અહલ્યાબાઇ હોલકરે લગભગ એક હજાર કિલો સોના સાથે મંદિરનું નિર્માણ કર્યુ તેવી ઇતિહાસમાં નોંધ છે. વર્ષો પછી કાશી વિશ્વનાથ મંદિરમાં જીણોદ્ધાર કરવાની જરૂર હતી અને મોગલોના સમયમાં કાશી વિશ્વનાથ મંદિરમાં નુકશાન કરવામાં આવ્યું હતું. કાશિનો પ્લાનિગ વગર વિકાસ થયો તેના કારણે લોકોને નાની-નાની ગલીમાં પસાર થવું પડતું અને ગંગા નદી બાજુમાં હોવા છતા ગંગાના દર્શન નોતા થઇ શકતા આવી અવ્યવસ્થાને વ્યવસ્થામાં ફેરવવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે 2014થી ચુંટાયા ત્યારે જ શરૂ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો શબ્દ હતો કે મે આયા નહી હું મુજે મા ગંગાને બુલાયા હે , વડાપ્રધાને ખરા અર્થમાં માં ગંગાને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. વડાપ્રધાને કાશી વિશ્વનાથ મંદિરની આજુબાજુ જે કાઇ ગેરકાયદેસર દબાણો હતા બાકીના અવરોધો હતા તે દુર કરી કાશીનું  નિર્માણ કરવામાં આવ્યું , તેને શબ્દોમાં વર્ણાવી શકાય નહી તેટલું ભવ્ય મંદિરનું નિર્માણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

સી.આર.પાટીલે સોમનાથ મંદિરના જીણોદ્ધાર વિશે વાત કરતા જણાવ્યું કે, આપણા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા સોમનાથ મંદિરનો જીણોદ્ધાર થયો હતો ત્યાર પછી  સોમનાથ મંદિરની કાયાપલટ કરી છે. કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આખા દેશમાંથી આશરે ત્રણ થી ચાર હજાર  સાધુ સંતોને ઉત્તર પ્રદેશ સરકાર આમંત્રીત કરવાના છે. અને આ ભવ્ય કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થાય તે માટે વ્યવસ્થા કરાશે અને ગુજરાત ભરમાં શિવજી મંદિરમાં ભાજપના કાર્યકરો દ્વારા લાઇવ કાર્યક્રમ કરવા, મંદિરની સ્વચ્છતા રાખવાની વ્યવસ્થા કરી રહ્યા છે અને  મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળશે.

ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં કાશીનુ પણ વિશેષ મહત્વ છે. મહારાણી અહલ્યાબાઇએ 1780માં કાશી વિશ્વનાથનો જીણોદ્ધાર કર્યો હતો ત્યાર પછી  આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કાશિ વિશ્વનાથ મંદિરને ભવ્યસ્વરૂપ અપાઇ રહ્યું છે ત્યારે આ સંદર્ભે ગામડે વસતા લોકો તેમના સ્થાને કાશી વિશ્વનાથના દર્શન કરી શકે તેવો પ્રયાસ આખા દેશમાં કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં પણ  દરેક જિલ્લામાં પ્રદેશમાંથી કોઇ એક આગેવાન ઉપસ્થિત રહેશે, ધારાસભ્યો, ચુંટાયેલા પ્રતિનિધીઓ દરેક મંડળ તાલુકાના કેન્દ્ર પર રહેશે, તાલુકાના આગેવાનો પણ દરેક ગામોમાં ઉપસ્થિત રહેશે, ગામમાં જળા અભિષેક થશે ગામના લોકો સામુહિક રીતે કાર્યક્રમને નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર ગુજરાતભરમાં 579 સંગઠનના મંડળો છે ત્યા પણ ભવ્યસ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે અને 41 સંગઠનના જિલ્લામાં મોટા કાર્યક્રમમાં સાધુ-સંતો વિશેષ ઉપસ્થિત રહેશે અને પાર્ટી કરતા પ્રજાનો કાર્યક્રમ છે તેવી રીતે સમગ્ર આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.