Abtak Media Google News

ત્રીજુ વિશ્ર્વ યુઘ્ધ પાણી માટે થશે તેવી વાતો લોકમુખે આપણે સાંભળતા હોઇએ છીએ સૌરાષ્ટ્ર અને ખાસ તો રાજકોટ શહેરમાં બારે માસ પાણીની હોળી રહે છે. રાજય સરકારે સૌની યોજના મારફત નર્મદાના નીર પહોચાડયા છતાં પણ સમયાંતરે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. શાસકો કોઇના કોઇ બહાને પાણી કાપ મુકી પ્રજાને જુઠો દિલાસો આપતા નજરે પડે છે. ઘરમાં પાણી ન હોય તો લોકો પાણીની રીક્ષા તેમજ ટેન્કર મંગાવી ઘરમાં પાણીનો વપરાશ કરી રહ્યા છે.

Advertisement

Vlcsnap 2021 03 22 14H02M17S294

રાજકોટના ઇન્દીરા સર્કલ પાસે આવેલા ન્યુ એમ્પાયર બીલ્ડીંગમાં પાણીનો બગાડ ન થાય અને લોકો જાતે જ પાણીની કિંમત સમજીને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી 30 જેટલા ફલેટ ધારકો મીટરથી પાણી મેળવી રહ્યા છે. જે પ્રકારે રાંધણ ગેસ, વીજળી બીલ આવે તે જ રીતે પાણીનું બીલ લોકો ભરીને પાણીની મહત્વતા સમજી રહ્યા છે.

રોજનું 7 થી 8 રૂપિયાનું પાણી વપરાય છે

ન્યુ એમ્પાયર ફલેટના સભ્યોએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુનિટ પ્રમાણે અમે ભાવ નકકી કર્યા છે. એક યુનિટનો ભાવ પૈસામાં નકકી કરવામાં આવ્યો છે. ચાર વ્યકિતના પરિવારમાં પુરતો વપરાશ થાય તો રોજનું 7 થી 8 રૂપિયાનું પાણી વપરાય છે. પાંચ વર્ષ પહેલા જયારે મીટર સીસ્ટમ નકકી કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી પાણીનો વપરાશ ઓછો થઇ ગયો છે અને લોકો પાણીની બચત કરી જાગૃત બન્યા છે.

અશ્ર્વીનભાઇ બોદિયાણીએ જણાવ્યું હતું કે અમારું બીલ્ડીંગ બન્યું એને રપ વર્ષ થઇ ગયા અને છેલ્લા 10 વર્ષ થયાં અમે મીટર લગાડેલા છે. બિલ્ડીંગના રહેવાસીઓએ પેલા અમારે 3પ થી 38 ટેન્કર દર મહિને આવતા એની જગ્યાએ અમારે રપ થી ર8 આવે છે. એટલે નેટ 10 ટેન્કર જેટલી બચત થઇ છે. અમારી અને પ્લસ શું છે કે બીલ આવે છે. બીલ આવે છે. એટલે લોકો સજાગ છે. નાનું મોટું રીપેરીંગ તરત જ કરાવી લે છે. પેલા શું છે કે બેદરકારી   રાખતા ખ્યાલ ના હોય કે પછી કરાવશું કે એમા આળસ મરી જતી. તો અઠવાડીયું પંદર દિવસમાં એક તમે એક ટીપુ ગણો તો રોજ થોડું થોડું ટીપુ જતુ હોય ને તમે બકેટ મુકોને ર4 કલાકની અંદર 10 બકેટ જેટલું પાણી વેસ્ટેજ જતું હશે. એ પછી ખબર પડી કે આપણું અટલું વેસ્ટેજ થતો. કયાંકને કયાંક નાનુ મોટું લિકેજ ચાલતું હોય છે. પણ અત્યારે બીલ બની ગયા પછી અત્યારે દરેકને બીલ આવે છે. દરેકને પાણી ર4 કલાક મળે છે. જોઇએ ત્યારે ર4 કલાક પાણી મળે છે. અને મીટરને હિસાબે શું છે કે દશ થી બાર ટેન્કરનો અભાવ થઇ ગયો છે.

Screenshot 1 41

નીનુબેને જણાવ્યું હતું કે આજે જળ દિવસ છે. જળ ઇ જીવન છે જળથી જ આપણે જીવી શકીએ છીએ. જેમ હવા, વાયુને જરુરત છે. તેમ પાણીની જરુર છે. પાણીનો બચાવ એ આપણા માટે સખત જરુરી છે. અત્યારના સમયમાં ગમે તેટલો વરસાદ આવે છે ને પાણીનો સંગ્રહ થતો નથી. અને પાણી માટે આપણે વલખા મારવા પડે છે. અત્યારે પાણીનો કાપ છે. અમારા ન્યુ અમ્યાપરમાં આજથી 1ર વર્ષ પેલા બધા સચિત બની ગયા. અને અમે પાણીનું મીટર નાખ્યું. પાણીના મીટરથી અમાર બીલ્ડીંગમાં સંગ ખુબ જ વધી ગયો. જે પાણી ઢોળાતુ તુ એક દિવસમાં 3-3 ટેન્કરો ખાલી થઇ જતા તા અનેને બદલે અમારે હવે એક ટેન્કર ર4 કલાક પુરા પ્રેમથી ર4 કલાક વાપરીએ છીએ કોઇ સાથે મતભેદ થતી નથી. કોઇ સાથે બોલવાનું થતી નથી. અને પાણી માટે આપણે બધાએ સપોર્ટ કરવો જોઇએ કે પાણીને જ બચાવીએ, તો પાણી આપણને જીવાડશે. લાંબે સુધી આપણે આજે સરકાર મહેનત કરે છે. નર્મદા ડેમો કરીને આપણને પાણી પહોચાડે છે. તો બધાએ આપણે એને સપોર્ટ આપવો જોઇએ.

શરીર માટે સૌથી સારું ગરમ પાણી: ડો. કાર્તિક સુતરીયા

Img 20210322 140715 Scaled

ગેસ્ટ્રોસર્જન ડો. કાર્તિક સુતરીયાએ અબતક સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં 10 વર્ષથી પ્રેક્ટીસ કરે છે. પાણી એવુ પીવું જોઈએ જેમાં જોઇ કંટામિનેશન ના હોય. સાદું ગરમ પાણી સૌથી સારું રહે છે. ઘણી વાર આરઓનું પાણી પીવાથી પણ બી12ની ઉણપ થતી હોઈ છે. તેથી શરીર માટે સૌથી સારું ગરમ પાણી જ છે. ખરાબ પાણી પીવાથી શરીરમાં કમાણી, કૃમિ, એચ પાઈજેનીક અને તેવા જ ઘણાં પાણીજન્ય  રોગ થતાં હોઈ છે. પાણીની સાથો સાથ હાઇજનિક ફૂડ ખાવું પણ તેટલું જ આવશ્યક છે. ડો એ લોકોને અનોરોધ કર્યો છે કે બધા હેલથી ફૂડ અને ક્લીન પાણી પીવે જેથી બધી જાતની બીમારીઓ થી બચી શકે.

તંદુરસ્તી માટે પુરતું પાણી પીવું જરૂરી: ડો. સંજય પંડયા

Vlcsnap 2021 03 22 13H56M28S166

ડોકટર સંજય પંડયાએ જણાવ્યુ હતુ કે, આજે આંતરરાષ્ટ્રીય જળ દિવસ છે. તો પાણીની કાળજી વિષે આજે જાણીશું રોજ 2 થી 2.5 લીટર પાણી પીવાથી આપણા શરીરમાં યોગ્ય માત્રામાં પેશાબ બને છે. કિડની સ્વસ્થ રાખવામાં ખૂબજ ઉપયોગી બને છે. પથરીજેવી બિમારીઓ છે. જેનો પાણી એક માત્ર ઉપાય છે. પથરીના રોગીઓએ પાણી વધારે પીવું જોઈએ રાત્રે સુતા પહેલા, રાતે વચ્ચે ઉઠીને તથા અસવારે પણ પીવું જોઈએ. પેસાબ ચોખો આવે અને રસી હોય છે તો એ માટે પાણી પીવું જોઈએ. પાણી ન પીવાથી ઝાડા, કોલેરા, ટાઈફોઈડ અને હિપેટાઈટીસ જેવી બિમારી થઈ શકે છે. દર વર્ષ ઝાડાના કારણે 5 લાખ લોકો મૃત્યુ પામે છે. ત્યારે સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું એજ બધા ડોકટરો તરફથી સંદેશ દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.