Abtak Media Google News

કેશોદ નગરપાલિકાની ધોર બેદરકારીની ધોર બેદરકારી આયોજન વગરના ઊંચા રોડ બનતા સર્જાય સમસ્યાઓ….

કેશોદ શહેરમાં ત્રીસ ઇંચ વરસાદ પડયા પછી ત્રણ દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે. ત્રણ ત્રણ દિવસથી વરસાદ  નહીવટ હોવા છતાં અમુક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરેલા છે. સ્થાનીક નગરપાલિકાના સતાધીશો સમક્ષ રજુઆત ફરીયાદ કરવામાં આવી છે પરંતુ નકકર કાર્યવાહી ને બદલે ઠાલા વચનો આપવામાં આવે છે.

Advertisement

કેશોદ શહેરના અગતરાય રોડ પર આવેલા પટેલનગર સોસાયટી, વોટર વર્કસ તરફ ઉચ્ચો ઉચ્ચો સીમેન્ટ રોડ આયોજન વગર બનાવવામાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યાએ મોટા ભુગળા કે પુલ બનાવવામાં ન આવતા એક જ વિસ્તાર બે ભાગમાં વહેચાયેલું થયું છે. આ વિસ્તારના રહીશોને પાણી વચ્ચેથી જોખમ ઉપાડી પસાર થવું પડે છે. ફેરીયાઓ, સ્કુલવાહન, દુધવાળા આવતા ન હોય રહીશો વિનાકારણે હેરાનગતિ ભોગવી રહ્યા છે.

આ પટેલનગર વિસ્તારમાં વાણંદ સમાજની વાડી, મંદીર આવેલા છે તેમજ વ્યવસાયિક સંસ્થા આવેલી છે. કારણે કાયમી ધોરણે આવન જાવન હોય વાહન ચાલકો પણ હેરાન પરેશાન થાય છે. નગરપાલિકા સત્તાધીશોને રજુઆત કરવામાં આવ્યા મુજબ ફાટક રોડ પાસેના વરસાદ પાણીના નિકાલ માટે જગ્યા ખુલ્લી કરી સીમેન્ટ રોડ નીચે પુશીંગ કરી ભુગળાનાખવામાં આવે તો કાયમી સમસ્યા દુર થાય ત્યારે પદાધિકારીઓએ પાણીના નિકાઇ માટે ખાત્રી આપી હતી. ત્રણ દિવસ વિતેલા હોય કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આ વિસ્તારમાં રોષની લાગણી ફેલાઇ છે જરુર પડયે આંદોલન કે ન્યાપાલિકા સમક્ષ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.