આપણી એ મુલાકાત બાકી છે

 

ચા સાથે કરવાની એ મુલાકાત બાકી છે
તારી અને મારી અધૂરી એ વાત બાકી છે

કહેવામાં તો સાથે છે આ રંગીન દુનિયા
તારા રંગમાં રંગાય જાવ એવો સંગાથ બાકી છે

સ્વપ્નમાં તો જોવ છું રોજ તને મારી સાથે
આંખ ખોલું અને તને મારી સમક્ષ જોવ એવી સવાર બાકી છે

સવારથી સાંજ તો જાય છે કામોમાં વ્યસ્ત
તારા માટે જ સમય કાઢવો એવી રાત બાકી છે

કલ્પનાથી તો હું તારી બની ગઈ છું
એ કલ્પનાને હકીકત કરવાની બાકી છે

મારી પસંદ તો ખૂબ અલગ છે તારાથી
તારી પસંદ મારી પસંદ બની જશે એ દિવસો બાકી છે.

હજી તો જીવનની શરૂઆત છે
તારી અને મારી તો આખી કથા બાકી છે