મને તારાથી પ્રેમ છે

તારાથી નહિ તારી વાતોથી મને પ્રેમ છે,
તું નથી તો તારી યાદોથી મને પ્રેમ છે.

નથી આવવાનો છતાં તારી વાટ જોવી પ્રેમ છે,
મધદરિયે પણ તરસ લાગવી એવો મારો પ્રેમ છે.

તું મળે તો સમય ભૂલું છુ એવો મારો પ્રેમ છે,
તું ના મળે દિવસ પણ વર્ષ લાગે એવો મારો પ્રેમ છે.

મહેફિલ ભરેલી છે છતાં તારી જ એકલતા અનુભવું એવો મારો પ્રેમ છે,
તું હોય તો સ્મશાનમાં પણ મહેફિલ મનાવું એવો મારો પ્રેમ છે.

તું નો સમજી શક્યો અને હું સમજાવી ના શકી છતાંય ઘટતો નથી એવો મારો પ્રેમ છે,
તારા સ્પર્શ વગર તારો એહસાસ જ પ્રેમ છે.

તારી પસંદને મારી પસંદ માનવી એવો મારો પ્રેમ છે,
તું નથી કરતો તો પણ ઘટતો નથી એવો મારો પ્રેમ છે,
વાકેફ છું બધી જ હકીકતોથી છતાંય હજી તારાથી જ પ્રેમ છે.