Abtak Media Google News

સંસદના મોનસૂન સત્રનો આજે 9મો દિવસ છે. સોમવારે NRC ફાઈનલ ડ્રાફ્ટ જાહેર થયાં બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો અને કામકાજમાં ભારે અડચણ આવી હતી. તો મંગળવારે આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા થઈ અને હોબાળો પણ થયો. ચર્ચા દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહ NRC ફાઈનલ ડ્રાફ્ટ બોલ્યાં તે સાથે જ ગૃહમાં ભારે હોબાળો થયો અને રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તો લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના 2 અન્ય સાંસદોએ NRCના મુદ્દે ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. તો TMCએ આ મુદ્દે નિયમ 267 અંતર્ગત ચર્ચા માટે રાજ્યસભામાં નોટિસ આપી છે.

ભાજપ સાંસદ અમિત શાહે કહ્યું કે કોઈપણ નેતાએ NRCનો મૂળ મુદ્દો ન ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે આસામમાં જોરદાર આંદોલન થયું હતું અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતા.14 ઓગસ્ટ 1985માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આસામ મુદ્દે સમજૂતી કરી હતી.અમિત શાહે રાજ્યસભામાં બોલતાં વધુ કહ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખીને તેઓને અલગ કરવા માટે NRC બનાવવામાં આવ્યું હતું અને તે પહેલાંથી જ નક્કી હતું. તેઓએ કહ્યું કે આવું કરવાની હિંમત તમારામાં ન હતી પરંતુ અમારામાં હિંમત છે અને આવું કરીને દેખાડ્યું છે.શાહે વિપક્ષને સવાલ કર્યો કે 40 લાખ ઘૂસણખોરોને કોણ બચાવવા માંગે છે.

Fe Amit Shah1રાજ્યસભામાં અમિત શાહના નિવેદન બાદ જોરદાર હોબાળો થયો. વેલમાં આવીને વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચારો કર્યાં.ભાજપના સાંસદો પણ પોતાની સીટ પરથી ઊભા થઈને સૂત્રોચ્ચારો કર્યાં.રાજ્યસભામાં જોરદાર હોબાળાને કારણે પહેલાં કાર્યવાહી 1-10 સુધી સ્થગિત કરાઈ હતી. જે બાદ કાર્યવાહી શરૂ થઈ હતી.જો કે TMC સાંસદોએ વેલમાં આવી પ્રદર્શન કરતાં રાજ્યસભાના અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.