Abtak Media Google News

સદ ગુરૂ સમર્પણ અવસરના દિવસની પ્રેરણાથી અનેક ભક્તો ઘરના નોકર સાથે એક જ થાળીમાં જમ્યા

લાખો લોકોના હૃદયમાં ગુરૂના અનન્ય સને બિરાજિત પૂ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબે શિષ્યના અહંકાર નામના અવગુણને દૂર કરવા માટે ઘરના નોકર સાથે એક જ થાળીમાં જમીને અહંકાર શૂન્યતા પ્રગટાવવાની નવતર આજ્ઞા સદ્દગુરુ સમર્પણ અવસરના દિવસે આપી હતી અને ગુરુભક્તોએ આ અનંત હિતકારી આજ્ઞાને ઝીલીને તેનું પાલન કર્યું હતું.Untitled 3સદ્દગુરુની આજ્ઞાનું પાલન કરતાં અનેક હસ્તીઓએ અલગજ અનુભવ કર્યો હતો. અમદાવાદના ગુરૂભક્ત શ્રી સ્વપ્નીલભાઈ મકાતીએ પોતાના ઘરે ૨૦ વર્ષથી કામ કરતાં લક્ષ્મણભાઈ સાથે એક થાળીમાં જમવાનો પ્રસંગ વર્ણવતાં કહ્યું કે લક્ષ્મણને અમારી સાથે જમવાનું મનાવતા અમને  ૩૦ મિનિટ લાગી અને જ્યારે એક થાળીમાં સહુ સાથે જમ્યા ત્યારે થયેલ પ્રસન્નતાની  અનુભૂતિ વચ્ચે એ જ વિચાર આવતો હતો કે અહંકારને ઘટાડવા આવી અનન્ય આજ્ઞા માત્ર મારા અનન્ય રાષ્ટ્રસંત ગુરુદેવ જ આપી શકે.

Advertisement

મુંબઈ પાવનધામ સંકુલના પદાધિકારી પંકજભાઈ કોઠારીએ જણાવ્યું કે અમારા ઘરે કામ કરતા આરતીબેનને ખૂબ સમજાવ્યા ત્યારે તેઓ અમારા ઘરનાં સદસ્યો સાથે જમવા બેઠાં. આટલાં વર્ષોથી કામ કરતાં હોવા છતાં ફક્ત કામથી કામનો વ્યવહાર  હતો.Untitled 4 શેઠ અને નોકર ના રહેતા ઘરનાં જ સદસ્ય હોય એવી અનુભૂતિ પહેલીવાર થઇ. ગુરૂદેવનો ખૂબ ખૂબ ઉપકાર! વળી એસપીએમ ગ્રુપ-મુંબઈના મુલરાજભાઈ છેડા પોતાનાં ડ્રાઈવર સુજીતસિંઘ સાથે એક થાળીમાં પૂ. રાષ્ટ્રસંત ગુરુદેવની વાતો કરતા જમતા હતા ત્યારે તેમનાં ડ્રાઇવરની આંખોમાં મૂલરાજભાઈ તથા પૂ. રાષ્ટ્રસંત  પ્રત્યે અહોભાવનાં આંસુ છલકાઈ રહ્યા હતા.Untitled 2 3મુંબઈ લીલાવતી હોસ્પિટલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રેખાબેન શેઠ હોસ્પિટલનાં સ્ટાફ અને ડ્રાઈવર સાથે જમવાનો અનુભવ વર્ણવતા આગળ કહ્યુ કે વીવીઆઈપી ગેસ્ટની જેમ ટેબલ સજાવ્યા બાદ મેં એક મોટી થાળી મંગાવી અને તેમને કહ્યું કે આજના વીવીઆઈપી ગેસ્ટ તમે છો. તમેમારી સાથે જમશો? તેમને માનવામાં નહોતું આવતું.પણ પછી જયારે મેં ગુરુદેવની આજ્ઞા વિશે કહ્યું ત્યારે તેઓ માંડ માંડ તૈયાર થયા એકજ થાળીમાં ડીનર પછી મને તેઓ પગે લાગ્યા અને મેં પહેલીવાર એ લોકોને હસતા જોયા.

જીવને શિવ બનવામાં સૌથી બાધક તત્વ હોય તો તે અહંકાર હોય છે. હરસુખભાઇ સંઘાણીના પત્ની શારદાબેન સંઘાણી, વિલે પાર્લે સંઘના પદાધિકારી મિલનભાઈ અજમેરા, જૂનાગઢ લૂક એન લર્નનાં  દીદી પૂનમદીદી, પાવનધામ સંકુલના પદાધિકારી દેવાંગભાઈ બાવીસી, રાજકોટના જ્યોતિકાબેન શેઠ, મન ઇન્ફ્રાના મનન પરાગભાઇ શાહ, રાજકોટ સમૂહ ચાતુર્માસ ના સંઘપતિ નટુભાઈ શેઠ , પારસધામ મુંબઈના પ્રમુખ  માનસીબેન પરાગભાઇ શાહ  આદિ અનેકાનેક જૈન અને જૈનેતર ભક્તોએ ઘરકામ કરતા સેવકો સાથે ભોજન કરવાના અનુભવ વિષે કહ્યું કે વર્ષોથી અમારા ઘરે કામ કરતા હોવા છતાં અમને ક્યારેય એમની સાથે એક થાળીમાં બેસીને જમવાનો વિચાર માત્ર  નથી આવ્યો તેઓને અમે ભોજન અને પૈસા તો આપ્યા છે.

અમારી ઘરે તેમને જમાડ્યા પણ છે પરંતુ એક થાળીમાં તેમની સાથે જમવાનું અમારા માટે આજ્ઞા હતી તો એ લોકો માટે તો અશક્ય ઘટના હતી. અમારા મુખ પર સ્મિત હતું પણ તેઓની આંખોમાં ચોધાર આંસુ હતા. આમ અનેક શિષ્યોએ  અહંકાર શૂન્યતાના પ્રયોગી શિષ્યત્વની પૂર્ણતા સુધી પહોંચવાનો પ્રયોગ કરીને અંત:કરણ પૂર્વક પૂ. રાષ્ટ્રસંતનો  આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.