Abtak Media Google News

અબતક, મેહુલ ભરવાડ, હળવદ

તાલુકામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તેથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે અગાઉ કલેકટર દ્વારા જિલ્લાના તમામ હથિયાર ધારકોને નિયત સમયમાં પોતાના હથિયારો નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

75 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા

ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હથિયારો જમા કરવાનો આદેશ થતા હળવદ પોલીસ મથકે અત્યાર સુધીમાં 146 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા છે આ ઉપરાંત હળવદ પોલીસે ચૂંટણી સંદર્ભે 75જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હોવાનું ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજાએ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.