Abtak Media Google News

શિકારી ખૂદ શિકાર હો ગયા…

 

અબતક,ઋષી મહેતા, મોરબી

હળવદ શહેરમાં ચાલીસ લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આ અંગે પોલીસે નાકાબંધી, સીસીટીવી ચેકીંગ સહીતની કાર્યવાહી આદરી ગણતરીની કલાકમાં જ ચોરીનો બનાવ ખોટો અને ઉપજાવી કાઢેલ હોવાનું શોધી કાઢ્યું છે. ભેજાબાજ આરોપીએ આર્થિક સંકડામણને પગલે ચોરીનો ડોળ કર્યો હોવાનું હળવદ પોલીસ તથા એલસીબી મોરબી પોલીસની તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.

પી.એમ.આંગડીયા પેઢીના કર્મચારીએ  આર્થિક ભીંસથી તરકટ રચ્યાનું એલ.સી.બી.ની તપાસ ખૂલ્યું

હળવદ માં આજે બપોરના સમયગાળા દરમિયાન અમરગીરી હેમતગીરી ગૌસ્વામી (ઉ.વ.34 ધંધો-નોકરી રહે.વાકાનેર જડેશ્વર રોડ નાગા બાવાનુ મંદિર તા.વાકાનેર) પોલીસ સ્ટેશન રૂબરૂ આવી જાહેરાત કરેલ કે તેઓ હળવદ પી.એમ આંગડીયાની ઓફીસમાં નોકરી કરતા હોય અને તેઓ પોતાની હ્યુન્ડાઇ કાર નં. જીજે-03-એચઆર-0359 લઇ હળવદ એસબીઆઇ બેંકની બાજુમાં શેરીમાં પાર્ક કરી ગાડીમાં ચોર ખાનમાં રાખેલ રૂપીયા કાઢી પાછળની શીટમાં રાખેલ આ વખતે કોઇ અજાણ્યો ઇશમ આવી તેમને કહેલ કે તમારી ગાડીમાં ઓઇલ ઢોળાઇ છે. જેથી તેઓ તેમની ગાડીના આગળના ભાગે નીચે વળી જોવા ગયેલ તે દરમ્યાન કોઇ અજાણ્યો ઇશમ ગાડીની પાછળની સીટમાં રાખેલ રૂપીયા ચાલિસ લાખ કોઇ ઇસમ તેમની નજર ચુકવી ચોરી કરી લઈ ગયેલ છે.

આ ફરિયાદને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસને કાર્યવાહીની સૂચના આપતા પોલીસે કંટ્રોલ રૂમથી નાકાબંધી કરાવી તેમજ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સાથે રહી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરેલ અને બનાવ સ્થળ નજીકના સીસી ટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સિસની મદદથી તેમજ લાગતા વળગતા સાક્ષીઓની પુછપરછ કરી હતી.ત્યારબાદ પોલીસે આ બનાવ અંગે શંકા વ્યક્ત કરી અમરગીરીની આકરી પુછપરછ કરતા હકીકતમાં આવો કોઈ બનાવ બન્યો ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો. ભેજાબાજ શખ્સે આર્થીક ભીસના હિસાબે આવો ખોટો બનાવ ઉપજાવી કાઢેલ હોવાની કબૂલાત આપતા પોલીસને ગેરમાર્ગે દોરી ખોટી માહીતી આપેલ હોય જેથી જાહેરાત કરનાર અમરગીરી વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.