Abtak Media Google News

પામ ગ્રીન કલબ ગોબલજ ખાતે ધ કીટલ ૫૪ અલ્ટ્રા મોર્ડન લકઝયુરિયસ રૂમ્સ બિલ્ડિંગને ખુલ્લુ મુકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પામ ગ્રીન કલબ ગોબલજ ખાતે The Coral 54 altra મોર્ડન લકઝયુરિયસ રૂમ્સ બિલ્ડિંગને ખુલ્લુ મુક્યું હતું.આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે નવી પ્રવાસન નીતિ અમલમાં મૂકી છે. પ્રવાસન ક્ષેત્રે મહત્તમ રોજગારીની તકોની વ્યાપક શક્યતાઓ રહેલી છે. તેમણે ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વર્લ્ડ કલાસ ટુરીસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે ત્યારે રાજ્યના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.દેશને પાંચ ટ્રીલિયન ઇકોનોમીના આંકે પહોંચાડવા પ્રવાસન સહિત વિવિધ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાંએ ઉમેર્યું કે, કચ્છ નું સફેદ રણ, સાસણ ગીર, સોમનાથ, પાલીતાણા, ડાકોર, ડાયનોસોર પાર્ક બાલાસિનોર, દાંડી સ્મારક, ગાંધી સ્મારક, અને પોરબંદર કીર્તિ મંદિર ખાતે  પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, દ્વારકા પાસે શિવરાજપુર બીચનો ક્રિસ્ટલ ક્લિયર બીચ તરીકે તથા ઓખા દ્વારકા વચ્ચે રૂ.૮૦૦ કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં જીડીપી સાથે હેપ્પી નેશ ઇન્ડેક્સ વધે તે દિશામાં સરકાર કામ કરી રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

આ અવસરે બી. એ.પી. એસ.ના પ.પુ બ્રહ્મવિહારી સ્વામી અને વ્રજરાજકુમારજીએ આશીર્વચન પાઠવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી  પ્રદીપસિંહ જાડેજા, સાંસદ  દેવુસિંહ ચૌહાણ, મિતેશભાઈ પટેલ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, અર્જુનસિંહ ચૌહાણ, પામ ક્લબના એમ.ડી. દક્ષેશ શાહ, બેંક ઓફ બરોડાના ઝોનલ હેડ અર્ચના પાંડે, ક્લબના એન.કે.પટેલ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.