Abtak Media Google News

રાષ્ટ્રીયતા જાળવી રાખનાર દેશને કોઈ મીટાવી શકતુ નથી: સ્વામી ધર્મબંધુજી, પ્રાંસલામાં ચાલતી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન

પ્રાંસલા ખાતે ચાલી રહેલી ૨૨મી રાષ્ટ્રકથા શિબિરનો રવિવારે સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારત સરકારના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્ર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Dharmbandhuji 1

અંતિમ પ્રવચન સત્રને સંબોધતા સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રને વ્યાખ્યાતિત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્ર એ કોઈ જમીનનો ટુકડો કે ભૌગોલિક પ્રદેશ નથી. રાષ્ટ્ર બને, તુટે, બગડે, તેની સીમામાં વધ-ઘટ થતી રહે પરંતુ જે દેશના નાગરિકોમાં રાષ્ટ્રીયતા હોય છે તેને દુનિયાની કોઈ તાકાત મિટાવી શકતી નથી.યજુર્વેદમાં પણ પ્રાર્થના કરવામાં આવી છે કે, હે ઈશ્ર્વર ! અમારા મન, મસ્તિષ્કમાં રાષ્ટ્રીયતા પ્રદાન કરો ! ભારત એ વિશ્ર્વની પ્રાચીન સભ્યતા ધરાવતો દેશ છે. એક સમયે તે આરાકાન્ત (ઈરાન)થી માંડીને ખુરાસાન (મ્યાનમાર) અને કૈલાસ પર્વત (તિબેટ)થી માંડીને કોલંબો (શ્રીલંકા) સુધીનું વિશાળ રાષ્ટ્ર હતું. આમ જણાવીને સ્વામીજી ભારત રાષ્ટ્ર પરથી થયેલા ૧૩ આક્રમણોની તવારીખ રજુ કરી હતી.

વધુમાં સ્વામીજીએ શિબિરાર્થીઓને પ્રતિદિન પાંચ શકિત પામવા માટે સાતત્યતીર્યા પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો. જેમાં સૌપ્રથમ સ્વાસ્થ્યશકિત. શિબિરમાં શીખવાડયા મુજબના શારીરિક કસરત, જુડો, કરાટે, યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્યયુકત રાખવું. બીજુ જ્ઞાન શકિત. સમયની માંગ પ્રમાણે જ્ઞાન-વિજ્ઞાનથી જાણકાર રહો. આ પ્રસંગે તેમણે ભૌતિક સગવડતાની વસ્તુઓમાં કેટલી વસ્તુઓ આપણે સંશોધિત કરી છે તેનું ચિંતન કરવા જણાવેલ. વિદેશીઓ દ્વારા સંશોધિત વસ્તુઓના રીએસેમ્બલ કરીને ઉત્પાદન કરવાના બદલે પોતાની બુદ્ધિશકિતથી નવા સંશોધનોના આવિસ્કાર કરવા અનુરોધ કર્યો હતો. ત્રીજુ આર્થિક શકિત. પ્રત્યેક વ્યકિતએ પુરૂષાર્થથી આર્થિક સંપન્નતા કેળવવી જોઈએ અને રાષ્ટ્રને આર્થિક સમૃદ્ધ બનાવવા પ્રદાન કરવું જોઈએ. ગરીબ અને અશિક્ષિત ઘરમાં જન્મવું એ પાપ નથી પરંતુ ગરીબ અને અશિક્ષિત તરીકે મરવું એ પાપ છે. ચોથી સામાજિક એકતા. સભ્યતાને સુદઢ કરવામાં પ્રદાન કરવું. પાંચમી નૈતિક મુલ્યો. સંસ્કૃતિ વિરાસતને સંવર્ધિત કરવી અને જાળવવી.

Mrutuyunjay Mahapatra

ભારત સરકારના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કૃષિ-ઔધોગિક પ્રગતિ માટે હવામાનની જાણકારી અનિવાર્ય છે. પ્રત્યેક વ્યકિત પ્રતિદિન સવારે વાતાવરણ જોઈને હવામાન, તાપમાન કે વરસાદના સ્વ અનુમાન કરતો રહે છે. હવામાન વિશેના અનુમાન પ્રાચીન સમયથી થતા રહે છે. ચાણકયના સમયમાં પણ અર્થશાસ્ત્રમાં હવામાનના ચોકકસાઈભર્યા અનુમાન કરવા અંગે જાણવા મળે છે. યોગ્ય સાધનોની મદદથી હવામાનના પૂર્વાનુમાનની શરૂઆત ૧૮૦૦થી કરવામાં આવી છે. સેટેલાઈની મદદથી હવામાનના પૂર્વાનુમાન વધુ ચોકસાઈભર્યા થવા લાગ્યા પરંતુ તે પણ ૩૬૦૦૦ કિમીની ઉંચાઈથી તસવીરો મોકલતા હોય તેમાં ભુલ થવાની સંભાવના રહેતી. આ પછી રડાર સિસ્ટમ વિકસિત થઈ અને હાલમાં ભારતમાં ૨૭ રડાર અને ૧૨૦૦થી વધુ હવામાન વિભાગ દ્વારા ભારતમાં હવામાનની કામગીરી હાથ ધરવામાં આવે છે. હાલમાં વિશ્ર્વનું સૌથી મોટા કોમ્પ્યુટરમાં ત્રીજુ સ્થાન ધરાવતા કોમ્પ્યુટરની મદદથી વધુ વૈજ્ઞાનિક પઘ્ધતિએ હવામાનના પૂર્વાનુમાન કરવામાં આવે છે. દિવસમાં ૪ વખત બુલેટીન બહાર પાડવામાં આવે છે એટલું જ નહીં આગામી સપ્તાહમાં હવામાનમાં થનાર ફેરફાર અંગે પણ પૂર્વાનુમાન રજુ કરવામાં આવે છે.

Jayant Sarkar

આ પ્રસંગે મહાપાત્રાએ ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તન, ગ્રીન ગેસ હાઉસ, પ્લાસ્ટીકનો અમર્યાદિત ઉપયોગ વિગેરેને લીધે માનવજીવનના અસ્તિત્વ પર તોળાઈ રહેલ ખતરા વિશે ચેતવ્યા હતા. શિબિરાર્થીઓને તેમણે પોતાના ગામ અને શાળામાં પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટીક વપરાશ અટકાવવા વિગેરે અંગે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજયના હવામાન વિભાગના વડા જયંત સરકારએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. પ્રત્યેક શિબિરાર્થીઓને બાન લેબસના સૌજન્યથી ચાર સેસા હેર ઓઈલની બોટલ, સ્વામીજી દ્વારા પુસ્તિકા હમારી સભ્યતા, સંસ્કૃતિ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.