Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

પરિશ્રમી એવમ કારીગર વર્ગ માટે આ સપ્તાહ  કામકાજથી વ્યસ્ત ત્થા લાભદાયક  નીવડશે. જૂનાં કરજ કે લોનમાંથી મુક્ત થવાના, તેમજ જૂની ઉઘરાણી પાકવાની પણ સંભાવના.   ખાણ -ખનીજ એકમનાં જાતકો  માટે આ પણ સપ્તાહ સામાન્ય નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાવ સાનુકૂળ નીવડશે.  છૂટક, નાનાં તથા ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારી જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સાનુકૂળ સપ્તાહ. ખાનગી નોકરિયાતો માટે વ્યસ્ત સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે સાનુકૂળ સપ્તાહ 12,13 ઓક્ટો જાન્યુ સાધારણ નીવડશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

હસ્ત કલાંનાં ગૃહોદ્યોગનાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ માટે લાભકારક સપ્તાહ. આ સિવાયના  ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે મોટા તેમજ  જથ્થાબંધ વ્યાપારનાં તમામ જાતકો માટે વ્યસ્ત ત્થા લાભદાયી સપ્તાહ. નાનાં, છૂટક તથા ફેરી કરતા વ્યાપારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ આંશિક લાભદાયી  નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ધમાલીયું રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ માટે લાભકારી સપ્તાહ. 11,14  ઓકટો. સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન હળવી ભાગદોડ રહેવાના સંયોગો. આ સપ્તાહ દરમિયાન આવક, જાવકના એક સરખા સંયોગો બને છે. નીચસ્થ બુધ વાળા જાતકોએ કાળજી રાખવી. કલા, વ્યવસાય તેમજ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ    હળવું પ્રતિકૂળ નીવડશે. આ સિવાયનાં, અન્ય, તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય  જણાશે.  ગૃહિણીઓ તથા નિવૃત્તો, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 11 તથા 12 જાન્યુ પ્રતિકૂળ  નીવડશે

કર્ક

004 1

ફૂડ બિઝનેશ, ફુડ  બેવરેજીસ, તથા રત્ન, આભૂષણ, રત્નાભૂષણ, ઈમીટેશન આભૂષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંકળાયેલ તમામ વર્ગના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  સલાહ, સૂચન માર્ગદર્શન, ચિકિત્સા પ્રદાન કરતાં તમામ પ્રકારના સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ કદના ઔદ્યોગિક તથા વ્યાપાર વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ  લાભદાયક નીવડશે.  નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 15 ઓક્ટો સામાન્ય જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

કાયદો તથા વ્યવસ્થા તંત્રના અધિકારીઓ ત્થા કર્મચારીઓ તેમજ ખાનગી વકીલો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે.  ધાતુનાં એવમ સોના ચાંદીના વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત એવમ સાનુકૂળ નીવડશે. છૂટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે સાધારણ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 14 ઓક્ટો પ્રતિકૂળ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

કુટિર એવમ, નાનાં હસ્ત કલાંનાં એવમ નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયી સપ્તાહ, સાથે નવી તક મળવાના સંયોગો.  સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે લાભદાયી સપ્તાહ. ટલ્લે ચડી ગયેલા કામકાજ આગળ વધશે.  લીગલ શેરબજારનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ.  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકૂળ, સામાન્ય સપ્તાહ. વ્યાપાર-વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. છૂટક તથા ફેરી કરતા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. સરકારી કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે હળવું સપ્તાહ. 12, 13 ઓકટો મધ્યમ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહે,  અધૂરા રહેલાં ધંધાકીય કામકાજનો નિકાલ આવવાના સંયોગો.  શેર બજાર તેમજ રિયાલ્ટી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી તથા દોડધામ વાળું નીવડશે.  વ્યાપાર–વાણિજયનાં તમામ પ્રકારના એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ અને સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ  અતિ વ્યસ્ત નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મી-કર્મચારીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  11 તથા 14 ઓકટો સાધારણ જણાશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

દૂષિત  મંગળ + શુક્ર વાળા જાતકો તથા નીચસ્થ મંગળ વાળા જાતકો માટે અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. ફાસ્ટ ફૂડ, ભોજનાલય, અન્ય પ્રકારના આહાર ખાદ્ય ઉત્પાદન તથા વેચાણ એકમનાં જાતકો માટે સામાન્ય સપ્તાહ. તમામ ઔદ્યોગિક જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ સાનુકૂળ નીવડશે.   જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. છૂટક તથા નાનાં વ્યાપારી જાતકો માટે હજુ, આ સપ્તાહ પણ હળવું લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. નિવૃતો, વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 10 તથા 12 ઓકટો. મધ્યમ રહેશે.

ધન

009 1

વાયદા બજાર, શેર બજાર, સાથે જોડાયેલ જાતકો એવમ ધાતુ તથા ધાતુ ઉત્પાદને સંબંધિત ઇન્ડસ્ટ્રીયલ એકમનાં જાતકો એવમ ઈલેક્ટ્રોનિકસ, મોબાઈલ તથા કોમ્પ્યુટર  કે તેને સંબંધિત વ્યાપારી એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. આ સિવાયનાં ઔદ્યોગિક તથા તમામ વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત સપ્તાહ. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયક. કુટુંબ-પરિવાર જનો તથા મિત્ર વર્તુળ દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. યુવકો, છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી. 11 ઓકટો સાધારણ જણાશે.

મકર

010 1

રીયલ એસ્ટેટ તથા દરેક પ્રકારનાં કંસ્ટ્ર્ક્શંસ એકમનાં જાતકો માટે સામાન્ય સપ્તાહ. ફેબ્રીકેશન્સ, લેથ વર્ક સંબંધિત એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ/સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ કે મધ્યમ જણાશે.   તમામ પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સંઘર્ષ વાળું પસાર થશે.  સખત પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી તથા  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. છાત્રો, મહિલા કર્મી, ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. 12 તથા 13 ઓકટો. મધ્યમ રહેશે.  (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

 

પબ્લીક ટ્રાંસપોર્ટેશન્સ એવમ ટૂર  ટ્રાવેલ્સ એજન્સી જેવા એકમનાં જાતકો માટે સંઘર્ષપૂર્ણ સપ્તાહ. નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક સમસ્યા જણાશે. હેવી મશીનરીઝ ત્થા મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે હળવું લાભકારી.  આ સિવાયનાં અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો  તેમજ  જથ્થાબંધ, મોટા વ્યાપાર–વણિજયનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષપૂર્ણ એવમ સાનુકૂળ નીવડશે. નાનાં પરિશ્રમી વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી કર્મચારી તથા ખાનગી કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે નિરાંત વાળું સપ્તાહ. 10 તથા 11  ઓકટો સામાન્ય જણાશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ગ્રામીણ,  કુટિર ઉદ્યોગ, ત્થા નાનાં ઔધોગિક એકમના જાતકો માટે આ  હળવું લાભકારી સપ્તાહ. બ્યુટી પાર્લર–સલૂન ચલાવતા જાતકો માટે લાભદાયી સપ્તાહ.  આ સિવાયનાં, ઔદ્યોગિક એકમનાં જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ. ગ્રેઈન  ગ્રોસરીઝના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. નાનાં તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ  ભાગદોડવાળું જણાશે. વિદ્યાર્થીઓ નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. 12 ઓકટો સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.