Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)

The-Future-Of-The-Weekly-Zodiac

મોટા ઉદ્યોગ તથા લોખંડ ધાતુ સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારનાં છુટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે નાની વાતે મનદુ:ખ થાય તેવાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. 22 તથા 24 સપ્ટેમ્બરનાં દિવસો સામાન્ય જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

The-Future-Of-The-Weekly-Zodiac

અધુરા રહેલા તમામ કામકાજમાં સફળતા મળતી જણાશે તથા વિલંબ થતાં કામકાજમાં ઝડપભેર નીવેડો આવવાનાં સંયોગો. આ સપ્તાહે પણ  સ્થળાંતર કે સ્થાનફેરની સંભાવનાઓ. ગ્રેઈન મર્ચંટ, તથા જનરલ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. આ સિવાયનાં અન્ય તમામ મોટા ઓદ્યોગિક એવમ વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે પણ આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર તથા સગાં સ્નેહી તરફથી સાથ સહકાર. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 21, 25  સપ્ટેમ્બર સરેરાશ રહેશે.

મિથુન (ક,છ,ઘ)

The-Future-Of-The-Weekly-Zodiac

ઊચ્ચસ્થ મંગળ + સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક નિવડશે. સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક જણાશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાંની સંભાવનાં. ગ્રેઈન ગ્રોસરી મર્ચટ્સ માટે આ સપ્તાહ હળવાં ચડાવ ઉતારની સાથોસાથ લાભકર્તા નીવડશે.  દરેક કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ હળવું લાભકારી પણ  નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 25 સપ્ટેમ્બર સામાન્ય નીવડશે.

કર્ક  (ડ,હ) 

004 1

આ સપ્તાહ પણ સામાન્ય રીતે આ રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સનાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળું રહેવાંની સંભાવના. ઉદ્યોગ, ધંધા વ્યવસાયનાં પેંડીગ રહેલા કામકાજ પુરા થઈ જવાંનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમ તેમજ વાણિજય એવમ વ્યવસાયિક એકમ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. તદુપરાંત ધંધા-વ્યવસાયમાં નવી નવી તકો મળવાંની પણ સંભાવનાઓ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. 24 સપ્ટેમ્બરનો  દિવસ જ અર્ધ મધ્યમ જણાશે.

સિંહ (મ,ટ)

The-Future-Of-The-Weekly-Zodiac

આયુર્વેદ ચિકિત્સક, પ્રાકૃતિક ચિકિત્સક સમેત આયુર્વેદ તથા હર્બલ ફાર્મસીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથે  અનેક નવી તક મળવાંનાં સંયોગો. જાહેર/રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. મોટા કદનાં તમામ પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના. વ્યાપાર-વાણિજયક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક તથા સાનુકુળ નીવડશે. 21 તથા 23  સપ્ટેમ્બરનાં દિવસો  સાધારણ રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

The-Future-Of-The-Weekly-Zodiac

પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે  આ સપ્તાહ પણ અર્ધ લાભકારક નીવડશે.  મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટિર ઉદ્યોગ એવમ નાનાં કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  24, 25 સપ્ટેમ્બર સાવ સામાન્ય નીવડશે.

તુલા  (ર,ત)

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સપ્તાહ પણ સેલેબલ પર્શન માટે સાનુકુળ નિવડશે એવમ કુરીયર  કાર્ગો એકમનાં જાતકો માટે  લાભદાયી રહેશે મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવી દોડધામ વાળુ નીવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ ફાયદા વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ  લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રનાં તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે સાથે બદલી બઢતીની સંભાવના. છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. 25 સપ્ટેંબર અર્ધ મધ્યમ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

The-Future-Of-The-Weekly-Zodiac-8

ઓનલાઈન બિઝનેશ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકુળ નિવડશે. એડવર્ટાઈઝમેંટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ નિવડશે.  મોટા કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. 20 ત્થા 21 સપ્ટેંબર સાધારણ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

તમામ સર્વિસ બિઝનેશ, ખાસ કરીને મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ એવમ લાભદાયક નિવડશે, સાથો સાથ વ્યવસાયમાં નવી તકો તેમજ લાભ સાંપડવાંનાં સંયોગો. ફેબ્રીક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ઉતાર ચડાવ વાળુ રહેશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ પ્રકારનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નિવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક  નિવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. 24 તથા 25 સપ્ટેંબરનાં દિવસો સાધારણ જણાશે.

મકર (ખ,જ)

010 1

કુટિર તેમજ નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ.  મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળુ નીવડશે. પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સિવાયના, તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષકો તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે ફકત, 24 સપ્ટે મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

The-Future-Of-The-Weekly-Zodiac

પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ પેટ્રોકેમિક્લ્સ, તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંનાં સંયોગો. અગાઉનાં, ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પૂર્ણ થવાંની સંભાવના. અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો  માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી  નીવડશે. નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી રહેશે. 25 સપ્ટેંબર મધ્યમ જણાશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું જોવાં મળશે. ધાતુ ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેવાંના સંયોગો. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયી જણાશે. ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ફક્ત, 24 સપ્ટેમ્બર સાધારણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.