Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

પેરા-મેડીકલનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહે તેવાં સંયોગો. મેડીકલ, તેમજ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયક નિવડશે.  કમીશન ગ્રેઈન મર્ચટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે.  નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.   વિજ્ઞાનની તમામ શાખાના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નિવડશે.  11 ત્થા 13 જુલાઈ  સામાન્ય રહેશે

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

નાનાં ત્થા કુટિર ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નિવડશે  મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે.  ઓદ્યોગિક એકમમાં વાયુને લઈને પ્રોબ્લેમ આવવાની સંભાવના.  રસાયણ  તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  શિક્ષકો તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે અર્ધ લાભદાયક સપ્તાહ. 14 જુલાઈ સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

પેટ્રોલિયમ–પેટ્રોકેમિક્લ્સ  પ્રોડક્ટનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા દોડધામવાળું રહેવાંનાં સંયોગો. ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પુરા થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે.  મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયી  સપ્તાહ.  15 તથા 16 જુલાઈ મધ્યમ રહેશે.

કર્ક

004 1

સર્વિસ બિઝનેશનાં જાતકો તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ પ્રવાસ વાળુ એવમ લાભકારી નિવડશે. ખાદ્ય તેલ તેમજ તૈલી પદારર્થોનાં ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નિવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકુળ નિવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  હળવું હળવું ફાયદાકારક નિવડશે.  10 જુલાઈ  સાધારણ જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

ફાર્મસી ક્ષેત્રે ખાસ કરીને મોટી ફાર્માસીઝ તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ નબળુ નિવડવાની શકયતા.  ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી તથા હોદેદારો માટે  આ સપ્તાહ સાધારણ રહેવા પામે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે  આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે સાનુકુળ સપ્તાહ  12, 16 જુલાઈ  સાધારણ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

સૌંદર્ય પ્રસાધન એવમ ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધા વ્યવસાયનાં જાતકો ત્થા પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો માટે  આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાંનાં સંયોગો. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ.  કલા વ્યવસાયના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નિવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો.  12 16 જુલાઈ પ્રતિકુળ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશના જાતકો માટે ખુબ ફાયદાકારક સપ્તાહ. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાંની સંભાવના.  જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  કમીશન મર્ચટ માટે આ સપ્તાહે ચડાવ ઉતારની સાથોસાથ લાભદાયી પણ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે.  મહિલા કર્મીઓ,  નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  13 તથ 16 જુલાઈ સરેરાશ નીવડશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

સ્થાનબલી મંગળ ત્થા લક્ષ્મી યોગ વાળા જાતકો માટે લાભકારી સપ્તાહ. ફાસ્ટ ફૂડ, પેકીંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન હળવા તથા આકસ્મિક લાભોનો સંયોગો.  ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાંના સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ, તેમજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવારથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારુ સપ્તાહ. 14 જુલાઈ સામાન્ય જણાશે.

ધન

009 1

ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ આ સપ્તાહ લાભકર્તા નિવડશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે  પણ  આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. અગાઉનાં વર્ષોનાં, અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાંનાં સંયોગો. આ સપ્તાહે સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ, અધિકારીઓ તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નિવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ તમામ પ્રકારે સાનુકુળ જણાશે.  14,15 જુલાઈનાં દિવસો સામાન્ય રહેશે.

મકર

010 1

આ સપ્તાહે પન્નોતિનો  હળવો  પ્રભાવ જણાશે વર્તાશે,  નિષ્ણાંતોની સલાહ સૂચન અનુસાર નવાં કામકાજનો પ્રારંભ કરવો. મોટા ઉદ્યોગ એવમ લોખંડ  તથા અન્ય ધાતુ સંબંધિત તમામ ઉયોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નિવડશે.  સેલીબ્રીટી  ત્થા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નિવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હજુ આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. 15 જુલાઈ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

પેકીંગ- કેનિંગ ફૂડ એવમ ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો આ સપ્તાહ લાભદાયી રહેશે.  શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ.  જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભનાં સંયોગો.  વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે  સાનુકુળ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ.પરિવાર તરફથી સહકાર યથાવત રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારુ સપ્તાહ. 13, 14 જુલાઈનાં દિવસો સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

આ સપ્તાહ દરમ્યાન વણસી ગયેલા જુનાં સંબંધો સુધરી જવાંનાં સંયોગો. ઉદ્યોગ ધંધા સંબંધિત અધુરા રહેલા  કામકાજ પૂરા થઈ જવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે.  નાના ત્થા છુટક  વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ રહેશે સાથોસાથ લાભદાયી પણ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નિવડશે.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નિવડશે.   13 જુલાઈ મધ્યમ  જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.