CM ભુપેન્દ્ર પટેલે સાપુતારા નજીક બસ દુર્ઘટનાના દૂ:ખદ બનાવ અંગે સંવેદના વ્યક્ત કરી

CM ભૂપેન્દ્ર પટેલે ડાંગ ના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે નડેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી ભૂપેન્દ્ર પટેલે રવિવારે વહેલી સવારે પણ ડાંગ કેલેકટર સાથે વાતચીત કરીને ઇજાગ્રસ્તોની સ્થિતિની વિગતવાર જાણકારી મેળવી છે.

ગઇ કાલે રાતે આ અકસ્માતની ઘટના થઇ ત્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અકસ્માત સંદર્ભમાં જિલ્લા તંત્રના સતત સંપર્કમાં હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ,પોલીસ,આરોગ્ય,108 અને ડાંગના સેવાભાવી યુવાનોએ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને સાપુતારા, આહવા હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરી હતી તેનું માર્ગદર્શન મોડી રાત સુધી કરતા રહ્યા હતા.

તેમણે આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અને મળવાપાત્ર જરૂરી તમામ મદદ કરવા માટે પણ જિલ્લા કલેકટરને સુચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં જે બે મહિલા પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.