Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાની, આથી સમજી વિચારીને ખર્ચ કરવા.  મેનેજમેન્ટ/ફાઈનાન્સ રીલેટેડ ક્ધસલ્ટીંગ ફર્મ્સ તેમજ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું નીવડશે. ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થો તથા કોલસા સંબંધિત ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ નિવૃત્તો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે લાભકારી સપ્તાહ. 24,27 જાન્યુ. સાધારણ જણાશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

કુટિર એવમ નાનાં નાનાં ઔદ્યોગિક એકમથી લઈને તમામ પ્રકારના હસ્તકલાના એકમના તમામ જાતકો માટે સાનુકૂળ તથા લાભદાયક સપ્તાહ. પૃથ્વી તત્વ સંબંધિત કોઈ ને  કોઈ વિઘ્ન આવવાની શકયતાઓ. રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું જણાશે. આ સિવાયના તમામ ઔદ્યોગિક એકમ માટે સરેરાશ સપ્તાહ. વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહના સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ, સાથે બદલીનાં સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃત્તો તથા ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ 25 તથા 26 જાન્યુ સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે પ્રતિકૂળ સંજોગો. અન્ય જાહેર ક્ષેત્રની વ્યક્તિ, મહાનુભાવો માટે લાભકારી સપ્તાહ. કાપડ સંબંધિત ઉદ્યોગ-ધંધા, વ્યવસાયના જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે અણધાર્યા ફાયદા થવાની સંભાવના. મધ્યમ કદના વ્યાપાર વણિજ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રન  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્તો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારું રહેશે. 27 જાન્યુ. સામાન્ય જણાશે.

કર્ક

004 1

પેટ્રોકેમિક્લ્સ, પેટ્રોલિયમ તથા અન્ય પ્રવાહી જવલનશીલ સંબંધિત ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતકો માટે  લાભદાયક સપ્તાહ. ધંધા વ્યવસાયના અધૂરા તથા પેન્ડીગ પડેલા કાર્યો પૂરા થવાના સંયોગો. સરકારી કર્મચારીઓ  માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાની પણ સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ સાથે બઢતીના સંયોગો. સગાં સાથે સુમેળ થવાના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃત્તો માટે હળવું લાભદાયી સપ્તાહ.  25 જાન્યુ. મધ્યમ રહેશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

પશુ આહાર, શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ સંબંધિત કૃષિ વિષયક ધંધા વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ, અન્ય સેલેબલ વ્યક્તિ માટે પ્રતિકૂળ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતકો માટે અણધાર્યા ફાયદા થવાના સંજોગો. મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે અર્ધ લાભકારી સપ્તાહ. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્તો તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ. 27,28 જાન્યુ સાધારણ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

ઊચ્ચસ્થ બુધ વાળા જાતકો આ સપ્તાહ પ્રગતિકારક સપ્તાહ. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયના શિક્ષક તેમજ અન્ય કર્મચારીઓ માટે હળવું લાભદાયક સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નાની અમથી બાબતમાં સગા તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે ઉતમ સપ્તાહ. 24 જાન્યુ. મધ્યમ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

ધંધા વ્યવસાયમાં બહુ લાભ મળવાંની સંભાવનાઓ. તમામ પ્રકારના ક્ધસલ્ટીંગ ફર્મસનાં જાતકો તેમજ તમામ પ્રકારના વૈધ સર્વિસ બિઝનેસ માટે અર્ધ લાભદાયક સપ્તાહ. કેમિકલ્સ તેમજ ફાર્મા કેમિકલ્સના જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયક નીવડશે. અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી જણાશે. નાનાં તથા છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રનાં તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ. મહિલા કર્મીઓ, નિવૃત્તો, ગૃહિણી તથા છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 26 જાન્યુઆરી  સાધારણ જણાશે

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

નાનાં નાનાં ઔધોગિક એકમનાં  જાતકો માટે લાભકારી સપ્તાહ સાથે અનેક તકોના સંયોગો. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો એવમ સ્ટાર  સેલેબલ પર્શન માટે લાભકારી સપ્તાહ. જથ્થાબંધ ગ્રેઈન ગ્રોસરીના વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો માટે અર્ધ લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારીઓ માટે આ સપ્તાહ સારું રહેશે. 25, 26 જાન્યુ. અર્ધ-પ્રતિકૂળ રહેશે.

ધન

009 1

ધંધા ઉદ્યોગમાં અનેક નવી નવી તકો આવવાંની સંભાવનાઓ. ઈલેક્ટ્રીસીટી-ઈલેક્ટ્રોનિક્સ, સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ સાથે ભાગદોડ પણ જણાશે. અધૂરા કામો પૂર્ણ થઈ જવાના સંયોગો. અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આર્થિક લાભ સાથે બઢતીના પણ સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ જણાશે. સગાં સ્નેહી તથા મિત્રો સુમેળ થવાના સંજોગો. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃત્તો, છાત્રો માટે હળવું લાભદાયી સપ્તાહ. 27 જાન્યુઆરી મધ્યમ જણાશે

મકર

010 1

પોલીમર્સ ત્થા તેને રીલેટેડ પ્લાસ્ટીક, સ્પોંજ તથા ફોર્મનાં ઔદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે સરેરાશ અને સામાન્ય સપ્તાહ. વાણી પર કાબુ રાખવો, અન્યથા કામ બગડી જવાની સંભાવના. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. જથ્થાબંધ વ્યાપારી માટે અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. છૂટક તેમજ પરિશ્રમ વાળા + ફેરી વ્યાપાર-વણિજના જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે મહિલા કર્મીઓ નિવૃત્તો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ 22,23 જાન્યુ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

આયુર્વેદ ઉત્પાદ/ ફાર્મસી તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સના એવમ યોગના જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. તમામ ક્ધસલ્ટીંગ ફર્મસનાં જાતકો તથા વિવિધ પ્રકારના વૈધ સર્વિસ બિઝનેસ માટે બહુ લાભદાયી સપ્તાહ. પબ્લિક ફિગર તથા સેલેબલ વ્યક્તિએ ખાસ સંભાળવું, આ સપ્તાહે જે ઘટના ઘટશે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. સરકારી કર્મચારીઓ તેમજ  ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અર્ધ પ્રતિકૂળ. મહિલા કર્મીઓ, નિવૃત્તો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 23,26 મે સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

સર્વિસ બિઝનેસના જાતકો માટે  ભાગદોડ વાળું સપ્તાહ. કોટન તથા તેના રેડીમેડ ક્લોથ્સ ના તમામ ઔદ્યોગિક- વ્યાપારી એકમના જાતકો માટે સામાન્ય સપ્તાહ. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય વ્યાપારી એકમનાં જાતકો માટે ન નફો નુકશાન. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલી ના સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું સાનુકૂળ સપ્તાહ.  કુટુંબીજનો  સાથે થયેલા વિખવાદો સુખદ અંત.  યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે.  23, 27  જાન્યુ અર્ધ-સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.