સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિના જાતકો માટે કેવું હશે

rashifal
rashifal

મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

સોના-ચાંદીનાં વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જેમ  જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ સાવ સામાન્ય જણાશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકુળ  નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  આંશિક લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે.  3 ત્થા 6 જાન્યુ પ્રતિકુળ જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

નવાં ઉદ્યોગ ધંધા વ્યવસાયનાં પ્રારંભ માટે બહુ સાનુકુળ સપ્તાહ. ઓર્ગેનિક કેમિકલ્સ, કૃષિ વિષયક ઉત્પાદ તથા તેને સંબંધિત વસ્તુઓનાં વ્યાપારી એકમોનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. લીગલ શેરબજારનાં જાતકો માટે હળવું લાભદાયક સપ્તાહ. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક. મોટા વ્યાપાર-વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ. છુટક તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ભાગદોડ વાળું નીવડશે.  સરકારી કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે લાભકારી સપ્તાહ  રહેશે.  4 ત્થા 6 જાન્યુ સાધારણ રહેશે

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

હોટેલ, રેસ્તોરાંનાં જાતકો માટે આ સપ્તાહ  સામાન્ય નીવડશે. સરકારી કે દસ્તાવેજી કામકાજમાં વિલંભ થવાંનાં સંયોગો. અવૈધ વહીવટ, વ્યવહાર કરતાં લોકો  માટે પ્રતિકુળ સપ્તાહ. તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયક  નીવડશે.  વ્યાપાર–વાણિજયનાં તમામ પ્રકારનાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ વ્યસ્ત નીવડશે.

ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ  વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે લાભકારી સપ્તાહ.  કેવળ, 3 તથા 7 જાન્યુ. મધ્યમ નીવડશે.

કર્ક  (ડ,હ) 

પ્રવાહી ખાદ્ય ઉત્પાદન તથા વેચાણ એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી તથા વ્યસ્ત નીવડશે. કલા, સેવા–વ્યવસાય તથા સર્વિસ બિઝનેસનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક  નીવડશે.  આ સિવાયનાં તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે.   જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. છુટક તથા નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારક. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નિવૃતો,  વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે હળવું લાભદાયી સપ્તાહ. 8 જાન્યુ. મધ્યમ રહેશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

અગ્નિ એવમ વિદ્યુત સંબંધિત ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  ખાણ -ખનીજ એકમનાં જાતકો તથા ઓદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો સરેરાશ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો ત્થા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  છુટક તથા ફેરી કરતાં વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ  વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. ખાનગી નોકરીયાતો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા વ્યસ્ત  જણાશે.   વિજ્ઞાન શાખાનાં વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે લાભદાયી સપ્તાહ. 8 જાન્યુ મધ્યમ નીવડશે

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

ધંધા- વ્યવસાય સંબંધિત  કામકાજ અધુરા રહી જવાંનાં સંયોગો.  ધંધા વ્યવસાયનાં  આરંભ માટે  લાભકારી  સપ્તાહ.  સ્મોલ મશીનરીઝ ઉદ્યોગનાં જાતકો માટે  ફાયદાકારક  સપ્તાહ. આ સિવાયનાં  ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે મોટા તથા જથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા  સાનુકુળ જણાશે. નાનાં, છુટક તથા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ ખુબ જ  ફાયદાકારક  નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ધમાલીયું રહેશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક. મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 3, 4 જાન્યુ સામાન્ય રહેશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

પ્રવાહી જલીય ખાદ્ય ઉત્પાદ તથા કલા, વ્યવસાય તેમજ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ વાળુ એવમ હળવું પ્રતિકુળ નીવડશે. કાપડ, રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝનાં ઓદ્યોગિક–વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું લાભકારી નીવડશે. આ સિવાયનાં, અન્ય, તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ  સપ્તાહ સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક જણાશે.  ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  4 ત્થા 5 જાન્યુ. પ્રતિકુળ  નીવડશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

ખાનગી શરાફી પેઢી ત્થા નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  તેમજ ખાનગી  મેનેજમેંટ  ફર્મ-એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાનાં સંયોગો. માર્ગદર્શન આપતાં સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયક નીવડશે. તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો ત્થા વ્યાપાર વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ  નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ  લાભદાયક નીવડશે.  નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મીઓ તથા છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 8 જાન્યુ. સાનુકુળ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

કાપડ, રેડીમેડ ગાર્મેંટ્સ, શુ વેર્સનાં ઉત્પાદક-વિક્રેતા તથા બ્યુટી પાર્લર–સલૂન ચલાવતાં જાતકો માટે વિશેષ લાભકારી સપ્તાહ. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. ગ્રેઈન  ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે હળવું લાભદાયક સપ્તાહ.  અન્ય વ્યાપારીઓ તેમજ નાનાં ત્થા છુટક  વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ભાગદોડ વાળુ સપ્તાહ. વિદ્યાર્થીઓ નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ  માટે લાભકારી સપ્તાહ. 7 જાન્યુ. સરેરાશ રહેશે.  (પન્નોતિનો ઉપાય આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

હેવી મશીનરીઝ એકમનાં જાતકો, મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક તથા અતિ વ્યસ્ત નીવડશે.  શેર બજાર, વાયદાબજાર કે અવૈધ સટ્ટા/જુગાર સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ. આ સિવાયનાં  ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સાનુકુળ સપ્તાહ. નાનાં એકમોનાં જાતક માટે આ લાભદાયી સપ્તાહ. વ્યાપાર–વણિજયનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકુળ નીવડશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારક. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ. ખાનગી ક કર્મચારીઓ માટે આ લાભકારી સપ્તાહ. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, ગૃહિણીઓ માટે નિરાંતવાળું સપ્તાહ. 5, 7 જાન્યુ. મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ, સંસ્થા એવમ  આશ્રમ, કોન્વેંટ, શૈક્ષણિક સંસ્થાના જાતકો તથા સંત મહંત એવમ સન્યાસીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ અથવા સાવ સામાન્ય રહેશે.  જાહેર ટ્રસ્ટ-સંસ્થા સાથે સંકળાયેલ અન્ય જાતકો સાથે કોઈ પણ પ્રકારનાં વાદ વિવાદ સર્જાવાંના સંયોગો, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો  માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સંઘર્ષ વાળુ રહેશે. તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભવાળું નીવડશે.  સરકારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયક સપ્તાહ. 5 જાન્યુ. પ્રતિકુળ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

મોટા તથા ધાતુ ઉત્પાદ સંબંધિત ઈંડ્સ્ટ્રીયલ પ્લાંટનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ઈલેક્ટ્રીક્લ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ રહેશે. આ સિવાયનાં ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત એવમ ભાગદોડ વાળુ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું લાભકારી સપ્તાહ. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી. 5 જાન્યુ.સરેરાશ રહેશે.