Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)The-Future-Of-The-Weekly-Zodiac

ઓટોમોબાઈલ એકમના જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી એવમ તક વાળું નીવડશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી  એકમના જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળું તથા વ્યસ્ત નીવડશે.  નાનાં તથા પરિશ્રમ વાળા  વ્યાપારી એકમના જાતકો  માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકૂળ અને પરિશ્રમી જણાશે.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃત્તો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  7 તથા 11  ફેબ્રુઆરી સાધારણ જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી વિભાગનાં  ઊચ્ચાધિકારીઓ માટે  ભાગદોડ વાળું તથા લાભકારી સપ્તાહ, સાથે બદલીના પણ સંયોગો. દરેક પ્રકારના નાના કે મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ પરંતુ દોડધામ વાળું રહેવાનું સંજોગો. સર્વિસ બિઝનેસ તથા ફાઈનાન્સ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  નીવડવાના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું લાભકારી  નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.  વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃત્તો તથા મહિલા કર્મીઓ ગૃહિણીઓ માટે સાનુકૂળ  સપ્તાહ. 7 ત્થા 8 ફેબ્રુઆરી મધ્યમ રહેશે.

મિથુન (ક,છ,ઘ)

The-Future-Of-The-Weekly-Zodiac

બેન્ક એવમ બેન્કીંગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  તથા ખાનગી  મેનેજમેન્ટ ફર્મસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાના સંયોગો.   સલાહ સૂચન, માર્ગદર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે લાભદાયી  સપ્તાહ.  છૂટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસ ના સંયોગો.   સુખ-શાંતિ, વૃદ્ધિનાં સંયોગો.  છાત્રો, નિવૃત્તો, ગૃહિણીઓ, મહિલા કર્મીઓ, માટે આ સપ્તાહ પણ લાભદાયી. 8 ફેબ્રુઆરી સામાન્ય રહેશે.

કર્ક  (ડ,હ) 

004 1

પોર્ટ એવમ ઈંડ્રસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ  એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ રહેશે સાથે અતિ લાભદાયક  પણ નીવડશે.  હેવી  હ્યુજ અને પરિશ્રમ વાળા દરેક ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  8 ફેબ્રુઆરીનો દિવસ મધ્યમ રહેશે.

સિંહ (મ,ટ)

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન ભાગદોડ તથા પ્રવાસની સંભાવનાં. સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું સપ્તાહ જણાશે. ઔદ્યોગિક  એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકૂળ નીવડશે. કુટિર ઉદ્યોગના જાતકો માટે આ સપ્તાહ  લાભકારી તથા નવી નવી તકો વાળું નીવડશે. વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ રહેશે.  છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભકારી તથા વ્યસ્ત રહેશે. સગા, મિત્રો, સ્નેહી તરફથી  સાથ સહકાર મળવાના સંયોગો. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  7 ત્થા 8 ફેબ્રુઆરી સામાન્ય જણાશે.

કન્યા (પ,ઠ,ણ)

The-Future-Of-The-Weekly-Zodiac

બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સનાં આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેરના ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લર ના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી  નીવડશે, ધંધાને લઈને ભાગદોડ કે પ્રવાસ રહેવાના સંયોગો.  વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રો-ક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમના જાતકો માટે લાભદેય સપ્તાહ. વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  મિત્રો, સ્નેહીઓ તરફથી  સાથ સહકારના સંયોગો. વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. 5 તથા 9 ફેબ્રુઆરી સાધારણ રહેશે.

તુલા  (ર,ત)

The-Future-Of-The-Weekly-Zodiac

ખાનગી શૈક્ષણિક એકમના જાતક માટે સરેરાશ સપ્તાહ. સરકારી શૈક્ષણિક એકમના શિક્ષકો તથા કર્મચારીઓ માટે પ્રમોશનની સંભાવના સાથે લાભકર્તા સપ્તાહ. લાભદાયી તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નિવડશે.  છૂટક તથા નાનાં વ્યાપારીઓ માટે લાભદાયક સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્તો, ગૃહિણીઓ, વર્કિંગ વુમન, સંતાનો, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 8 ફેબ્રુઆરી સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)

The-Future-Of-The-Weekly-Zodiac-8

નાના કદના ઔદ્યોગિક એકમના જાતકો લાભકારી સપ્તાહ. વિદ્યુત સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ.  તથા ડેરી ફાર્મ એવમ મિષ્ઠાન એકમના જાતકો માટે લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભકારી  નીવડશે.  પરિશ્રમી સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  હળવું લાભદાયી જણાશે.  વિદ્યાર્થીઓ, નિવૃત્તો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ  માટે સાનુકૂળ સપ્તાહ. 9 ફેબ્રુઆરી સામાન્ય નીવડશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

સીવીલ એંજીનીયરીંગના એકમના જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભદાયક નીવડશે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત ઉત્પાદના તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત જણાશે. પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ આ અર્ધ-પ્રતિકૂળ જણાશે.  વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃત્તો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  9 તથા 10 ફેબ્રુઆરી સાધારણ જણાશે.

મકર (ખ,જ)

010 1

ફેબ્રીક  ફર્નીશીંગ એકમનાં ન ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે.  કુટિર તથા નાનાં ઔદ્યોગિક એકમના જાતકો તથા છૂટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે.  આ સિવાયના અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે અર્ધ-પ્રતિકૂળ સપ્તાહ.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ  સંઘર્ષપૂર્ણ રહે તેવી સંભાવના. સગા સ્નેહીઓ સાથે હળવો ખટરાગ થાય તેવી સંભાવના પરિવાર મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ.  9,10 ફેબ. સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહે, જૂના કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાની સંભાવનાઓ. પશ્ચિમ, વાયવ્ય વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ઔદ્યોગિક- વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે, સાથો સાથ પ્રવાસના સંયોગો.  આ સિવાયના ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકૂળ નીવડશે.  કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભકર્તા. 6 ફેબ્રુઆરી મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

હસ્ત કલા એવમ કારીગરી/શિલ્પ ક્ષેત્રના જાતકો માટે લાભકારી સપ્તાહના સંયોગો.  સૌંદર્ય પ્રસાધન તથા તેને સંબંધિત તમામ ઔદ્યોગિક તથા વ્યાપારી એકમોના જાતકો માટે આ સપ્તાહ તેજીલું અને ફાયદાકારક  જોવા મળશે.  અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. પરિવારમાં સુમેળ યથાવત. ગૃહિણીઓ, નિવૃત્તો તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ. 10 ફેબ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.