Abtak Media Google News

જામનગર રોડ પર રાજકોટની સરહદ પર ન્યારી નદીના કિનારે વિશાળ ૧૭ એકર જગ્યામાં, પ્રાચીન વૈદિક વિજ્ઞાન પર આધારિત પ્રાકૃતિક પ્રણાલીઓ અને નિષ્ણાંત ડોકટરો, થેરાપિસ્ટ અને અનુભવી ડાયટીશ્યનો તેમજ લકઝરીયસ રિસોર્ટની સગવડતા સાથેનું પ્રથમ નેચરોપેથી સેન્ટર

વર્તમાન સમયમાં અનિયમીત જીવનશૈલી, અપોષક ખોરાક અને તણાવ યુકત વાતાવરણને લીધે પ્રવર્તતા અનેક રોગોને જડમુળથી દૂર કરવા માટે રાજકોટના આંગણે પ્રથમ વખત ન્યારી નદીના કિનારે શાંત અને સંપૂર્ણ કુદરતના સાંનિધ્યમાં ૧૭ એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું “આત્મનીમ નેચર કયોર એક પ્રીમિયર નેચરોપેથી રીટ્રીટ અને વેલનેસ રિસોર્ટ છે જે લોકોની આધુનિક જીવનશૈલી આધારીત દર્દોની સારવાર માટે આશિર્વાદ સમાન સાબીત થશે. નેચરોપેથી સારવાર એ પ્રાચીન વૈદિક વિજ્ઞાન પર આધારિત પ્રાકૃતિક પ્રણાલી છે. જેમાં જીવનશૈલીની વ્યવસ્થા, ડિટોકિસફિકેશન અને કાયાકલ્પનો સમાવેશ થાય છે. જેના દ્વારા પંચ તત્વથી બનેલા આપણા શરીરના પાંચેય તત્વોને સંતુલીત કરી પુન: સ્થાપિત કરવામાં આવે છે. અહીં નેચરોપેથી ઉપરાંત આયુર્વેદ, રોગ અને પ્રાણાયામ, ફિઝયોથેરાપી તેમજ સ્પેશ્યલ થેરાપીના માધ્યમથી વિવિધ બિમારીઓનો ઉપચાર અને સારવાર કરવામાં આવે છે.

Advertisement

આત્મીનીમ નેચર કયોરમાં તજજ્ઞ ડોકટરો, થેરાપિસ્ટ અને અનુભવી ડાયટીશ્યનો દ્વારા વ્યક્તિની વિવિધ બિમારીઓ અને દર્દોના પ્રકાર અનુસાર સ્પેશ્યલ વેલનેસ પ્રોગ્રામ બનાવવામાં આવેલ છે અને રોગની મુળથી સારવાર આપવામાં આવે છે. પારંપરિક આયુર્વેદ પધ્ધતિ સાથે અત્યાધુનિક નવીનતમ આંતરરાષ્ટ્રીય તકનીકો સાથે વૈજ્ઞાનિક અભિગમનું સાયુજય સાધીને દર્દીઓને કોઈ પ્રકારની આડઅસર વિના ઉપચાર મળી શકે તે માટે આત્મનીમ નેચર કયોર કટીબદ્ધ છે.

આત્મનીમ નેચર કયોરમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ (પેટની સમસ્યાઓ), રેસ્પીરેટરી (ફેંફસાની બીમારીઓ), એન્ડ્રોક્રિન (અંત:સ્ત્રાવી ગ્રંથીઓની સમસ્યા), સસ્કયુલોસ્કેલેટલ (સ્નાયુઓની સમસ્યા), ત્વચાને લગતી તકલીફ, હૃદયની સમસ્યાઓ, માનસિક બિમારીઓ તથા કિડનીની નિષ્ક્રીયતાથી પ્રવર્તતી બિમારીઓ માટે સંપૂર્ણપણે નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવે છે. અહીં સારવાર માટે આવેલ વ્યક્તિઓની સગવડતાની ખુબ ચોકસાઈથી કાળજી લેવામાં આવે છે. દરેક મહેમાનોને તેમની સમસ્યાઓને ધ્યાનમાં રાખી નિષ્ણાંત ડોકટરો, થેરાપીસ્ટ અને ડાયટીશ્યન દ્વારા તૈયાર કરેલ ડાયેટ ચાર્ટનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમના રહેવા માટે ફર્નીશડ એપાર્ટમેન્ટ, પ્રિમીયમ, સુપર ડિલકસ અને ડિલકસ રુમ એમ ચાર કેટેગરીમાં સુવિધાઓ ઉપલબ્ધ છે.

અહીં કુદરતના સાનિધ્યમાં, શાંત અને શુધ્ધ વાતાવરણ મુલાકાતીઓને સુખાકારીની અનુભુતિ થશે. ઉપરાંત અહીં હર્બલ ગાર્ડન, વોકીંગ ટ્રેક, ભીની માટી અને કાંકરા યુકત એકયુપ્રેશર વોકીંગ ટ્રેક, ઓકસીજન પાર્ક, એકવાટીક યોગા માટે સ્વિમીંગ પુલ, લેટેસ્ટ સાઉન્ડ અને પ્રોજેકટર સાથે બધી વયજુથના લોકો માટે થીએટર, યોગા અને મેડીટેશન હોલ, કાર્ડીઓ જીમ, ઓપન એર થિયેટર, સાઈકલીંગ ટ્રેક, ટેનીસ કોર્ટ, નાનો અને સુંદર ગોલ્ફ કોર્સ, ક્રિકેટ પીચ, ઈન્ડોર ગેમ્સ અને બિઝનેસ મીટીંગ રુમ જેવી અત્યાધુનિક સગવડતાઓ સાથે મુલાકાતીઓ અને તેમના પરિવાર માટે અહીં વિતાવેલ સમય અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

આત્મનીમ નેચર કયોરના ચીફ મેડીકલ ઓફિસર ડો.જોય કુમાર સિંઘ હોલીસ્ટીક મેડીકલ એજયુકેશનમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે અને હોલીસ્ટીક વેલનેસ ક્ષેત્રમાં ત્રીસ વર્ષથી પણ વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ નિસર્ગોપચાર, પંચકર્મ (આયુર્વેદ), અદ્યતન યોગ ઉપચાર અને ફિઝિયોથેરાપી અને આંતરરાષ્ટ્રીય હોલીસ્ટીક ઉપચાર ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. ભારતમાં કેટલાક જાણીતા વેલનેસ કેન્દ્રોમાં ૩૦૦,૦૦૦થી વધુ દર્દીઓને સારવાર આપવાનો તેઓ વ્યાપક અનુભવ ધરાવે છે. આમ રાજકોયના આંગણે તમામ સુખ સુવિધાઓ સાથે મન અને શરીરના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે અાત્મનીમ નેચર કયોર વરદાન રુપ સાબીત થશે. આ સમગ્ર પ્રોજેકટ જાણીતા એઈસ સોફટવેર ગ્રુપના વિક્રમ સંઘાણી, સંજય ધમસાણીયા અને રાહુલ કાલરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ગત સપ્તાહ દરમિયાન શુભેચ્છકો અને મિત્ર વર્તુળની બહોળી હાજરીમાં “આત્મીય નેચર કયોર વેલનેસ રિસોર્ટને વિધિવત રીતે શ‚ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે વેબસાઈટ www. atmaneem. com અથવા ફોન નંબર +૯૧ ૬૩૫૬૯૬૧૯૬૧/૯૬૨ અને વોટ્સએપ નંબર +૯૧ ૬૩૫૬૯૬૦૯૬૦ ઉપર સંપર્ક કરી શકાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.