Abtak Media Google News

Screenshot 10 6 પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્બન્સની અસરના કારણે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને એમપીમાં વરસાદની વકી, ગુજરાતમાં મહત્તમ તાપમાન રથી 3 ડિગ્રી ઘટશે, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

સામાન્ય રીતે મે માસના અંતિમ દિવસોમાં પ્રિ-મોનસુન એકિટવીટી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયાના કારણે ફરી વાતાવરણ પલટાશે ગુજરાતમાં ગરમીના જોરમાં ઘટાડો આવશે 40 કી.મી. ની ઝડપે પવન ફુંંકાશે જો કે બફારા યથાવત રહેશે.હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાન પર એક શકિતશાળી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે. જેની અસર ભારતના અનેક રાજયોમાંં જોવા મળશે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, મઘ્ય પ્રદેશ ઉપરાંત ઉતર ભારતના કેટલાક રાજયમાં વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે.

દરમિયાન ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે. ત્યારબાદ શુક્રવારથી ગરમીનું જોર ઘટશે  અને તાપમાનમાં ર થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે હાલ ઉતર-પશ્ર્ચિમ દિશા તરફથી પવન ફૂંકાય રહ્યા છે. જે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પશ્ર્ચિમી બનશે. ગુજરાતમાં દરિયા કાંઠા વિસ્તારમાં અમુક સ્થળે પ0 થી 60 કી.મી. ની ઝડપે પણ પવન ફુંકાવાની સંભાવના છે. આ વર્ષ માર્ચ- એપ્રિલમાં અનેક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવે મે માસમાં પણ વેસ્ટર્ન

ડિસ્ટબન્સના કારણે વાતાવરણ પલટાશે. આગળની બે દિવસ બાદ ગરમીનું જોશ ઘટશે અને પવનની ગતિ વધશે 40 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે. આ વર્ષ ગરમી સાથે બફારાએ પણ હાહાકાર મચાવ્યો છે. વાતાવરણમાં પલટો આવશે છતાં બફારાનું જોશ યથાવત રહેશે.દરમિયાન મંગળવારે રાજયના છ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી વધુ નોંધાયું હતું.

અમદાવાદ 42.3 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુઁ.  આ ઉપરાંત અમરેલીનું તાપમાન 40.6 ડિગ્રી ,રાજકોટનું તાપમાન 41 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 40.1 ડિગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 41.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.5 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી, ભુજનું તાપમાન 37.7 ડિગ્રી, નલીયાનું તાપમાન 35.2 ડિગ્રી અને કંડલાનું તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું.

આજે અને આવતીકાલે તાપમાનનો પારો થોડો ઉંચો રહેશે દરમિયાન શુક્રવારથી ગરમીમાં રાહત મળશે.રાજ્યભરમાં આગામી બે દિવસ ગરમીનો પારો થોડો વધુ રહેશે મહત્તમ તાપમાન 40 થી  42 ડીગ્રી વચ્ચે રહેશે ત્યારબાદ ગરમીમાં ઘટાડો નોંધાશે.તાપમાનમાં 2 થી લઇ 4 ડીગ્રી સુધીનો ધટાડો આવવાની શક્યતા છે.આજે સવારથી બફારાનો અહેસાસ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.