Abtak Media Google News
  • 20 માર્ચે સૂર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે: નલિયાનું 11.7 ડિગ્રી જયારે રાજકોટનું 13 ડિગ્રી લઘુતમ તાપમાન

આ વર્ષે જોઇએ તેવી ઠંડી મોસમ દરમિયાન પડી નથી. માર્ચ મહિનાની શરુઆત માવઠાથી થઈ છે. ભારે પવન, કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોચાડ્યું હતું. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે.

વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આગાહીકાર કરતાએ જણાવ્યું છે કે, શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે. જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચ આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે છે. બીજી તરફ રાજ્યમાં શરૂ થયેલી ઠંડી આજે પણ જારી રહી હતી. આજે નલિયાનું લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી પર પહોંચતા લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લઘુતમ-મહત્તમ તાપમાન ઘટી રહ્યાં છે.

આજે પણ રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 17 ડિગ્રીની નીચે જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નીચે રહેતા ઠંડકનો અહેસાસ થયો હતો. ખાસ કરી વહેલી પરોઢે અને મોડી રાત્રે કાતિલ ઠંડી વર્તાઇ રહી છે ત્યારે જ્યોતિષોના જણાવ્યા અનુસાર, માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી-વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે. એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે. જ્યોતિષે આગાહી કરી છે કે, 20 માર્ચે સૂર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂકાશે તેવી આગાહી છે.

  • અમદાવાદ         14.6
  • અમરેલી            13.1
  • બરોડા              13.6
  • ભાવનગર          16.4
  • ભુજ                  14.6
  • ડીસા                15.1
  • દ્વારકા               18.8
  • ગાંધીનગર          15.7
  • નલિયા              11.7
  • રાજકોટ             13.0
  • સુરેન્દ્રનગર         15.6
  • વેરાવળ              16.3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.