Abtak Media Google News

ફ્લાઇટ સાથે થયેલ દુર્ઘટના વિશે જાણવા બ્લેક બોક્સ સૌથી અગત્યની બાબત છે: ફ્લાઇટની ઉડાન દરમ્યાન તમામ ગતિવિધી તે રેકોર્ડ કરે છે: વોઇસ રેકોર્ડર છેલ્લા બે કલાકના તમામ અવાજો પણ રેકોર્ડ કરે છે

બ્લેક બોક્સ દરેક વિમાનનો સૌથી મહત્વનો પાર્ટ છે. તે દરેક ફ્લાઇટમાં હોય ભલે તે પેસેન્જર, કાર્ગો કે લશ્કરના ફાઇટ પ્લેન હોય. તે એક તમામ ઉડાન ભરતી ફ્લાઇટની તમામ પ્રકારની પ્રવૃતિઓને રેકોર્ડ કરે છે. તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવાય છે. બ્લેક બોક્સ હોય છે લાલ કે ગુલાબી કલરનું પણ તેને કહેવાય છે બ્લેક બોક્સ કારણ કે તેની અંદરની દિવાસ તો બ્લેક જ હોય છે. પ્રારંભે તેને રેડ એગ પણ કહેતા હતા. સામાન્ય રીતે એરક્રાફ્ટના પાછળના ભાગે લગાવવામાં આવે છે. આગળના પાયલોટ પાસે વોઇસ રેકોર્ડર લગાવાય છે. જે છેલ્લા બે કલાકની તમામ વાતો રેકોર્ડ કરી લે છે. તે મજબૂત ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવાય છે. જે ખૂબ જ મજબૂત હોય છે. ગમે તેટલી ઉંચાઇએથી જમીન, પહાડ કે દરિયામાં પડે તો પણ બહુ જ ઓછું નુકશાન થાય છે.બ્લેક બોક્સના ઇતિહાસની કહાની ઘણી રસપ્રદ છે. 1950માં વિમાનોના અકસ્માતોની સંખ્યા વધવા લાગી હતી ત્યારે 1953-54ના વર્ષોમાં નિષ્ણાતોએ એક એવું ઉપકરણ વિકસાવ્યું જે વિમાનની દૂર્ઘટના વિશે તથા તેના કારણો વિશે યોગ્ય માહિતી આપી શકે જેથી ભવિષ્યનાં આવા અકસ્માતો નિવારી શકાય. આમ બ્લેક બોક્સનો આવિષ્કાર થયો તેના મૂળ લાલ રંગને કારણે તેને રેડએગ પણ કહેતા હતા. બાદમાં વિશ્ર્વભરમાં તેની અંદર નીકાળી દિવાલને કારણે બ્લેક બોક્સ પ્રચલિત થઇ ગયું. ફ્લાઇટની તમામ દુર્ઘટનાની માહિતી તેના બ્લેક બોક્સમાં સુરક્ષિત હોય છે.

બ્લેક બોક્સ મજબૂત સ્ટીલ અથવા ટાઇટેનિયમમાંથી બનાવાય છે. તે એક ઇલેક્ટ્રોનિક રેર્કોડીંગ ઉપકરણ છે. જે તપાસકર્તાને પ્લેનક્રેશનું સાચુ કારણ જાણવા મદદ કરે છે. આ બોક્સને ફ્લાઇટ રેકોર્ડર પણ કહેવાય છે. તે અલગ-અલગ બે ભાગમાં કાર્ય કરે છે. પ્રથમ ઋઉછ કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે જે ફ્લાઇટની દિશા, ઉંચાઇ, બળતણ, ઝડપ, અશાંતિ, કેબીન તાપમાન સહિતની કુલ 88 પ્રકારના ડેટા વિશે છેલ્લી 25 કલાકથી વધુની રેકોર્ડ કરેલી માહિતીનો 10 કલાક સુધી 260 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. તે સતત 30 દિવસ સુધી તેમાંથી તરંગો અને અવાજો નીકળતા હોવાથી પ્લેનક્રેશની ઘટના બાદ સમય લાગે તો પણ તેને શોધવું ખૂબ જ સરળ છે. દરિયામાં 20 હજાર ફૂટની નીચે પડેલ હોવા છતાં તેના તરંગો, અવાજો સતત આવા હોવાથી તેને સરળતાથી શોધ કરી શકાય છે.

તેનો બીજો ભાગ કોકપીટ (CVR) કહેવાય છે. જે એરક્રાફ્ટ કે ફ્લાઇટના છેલ્લા બે કલાક દરમ્યાનના અવાજો રેકોર્ડ કરે છે. તે એન્જિન અવાજ, ઇમરજન્સી એલાર્મ, કેબીનના અવાજો-વાત સહિત તમામ વસ્તુ રેકોર્ડ કરીને પ્લેન ક્રેશના છેલ્લા અવાજો પણ તેમાં રેકોર્ડ થયેલા હોય છે. દૂર્ઘટના પહેલા ફ્લાઇટનું વાતાવરણ પણ તેમાં રેકોર્ડ હોય છે. પાયલોટ કે અન્ય એરપોર્ટ સાથેની વાતચિત, મુશ્કેલી જણાવવાની વાતો વિગેરે તેમાં રેકોર્ડ કરે છે જે ખુબ જ સુરક્ષિત રહેતું હોવાથી ક્રેશની તપાસમાં તે ઘણું ઉપયોગી છે.

બ્લેક બોક્સની શોધ 1954માં એરોટોનીકલ રિસર્ચર ડેવીડ વોરેન દ્વારા કરવામાં આવી હતી. દૂર્ઘટના થયા બાદ તેની સાચી માહિતી જાણવા માટે બ્લેક બોક્સ કે જેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવાય છે તે અને કોકપિટમાં આવેલ વોઇસ ડેટા રેકોર્ડર (CVR)આ બંને સૌથી મહત્વની માહિતી આપે છે. તેની શોધ ફ્લાઇટ અકસ્માતોના નિવારણ માટે થઇ હતી. અકસ્માત થયો તો ભૂલ કોની તે શોધવા આ બ્લેક બોક્સ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે.

અકસ્માત બાદ આ બ્લેક મળે જેને બાદમાં તેના મજબૂત દિવાલને કાપીને અંદરના રેકોર્ડ ડિવાઇસને સુરક્ષિત બહાર કઢાય છે, પછી તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે છે. જ્યારથી આની શોધ થઇ તે પછીથી દરેક ફ્લાઇટમાં તેને રાખવામાં આવે છે. તેને પ્લેનનાં સૌથી પાછળના ભાગે રખાય છે. બ્લેક બોક્સના પાછળ રાખવાના કારણોમાં પ્લેન દુર્ઘટના થાય તો તે સુરક્ષિત રહે છે. એક વસ્તુ ખાસ જોવા મળી છે કે ગમે તેવી પ્લેન ક્રેશ કે ફ્લાઇટ દુર્ઘટનામાં મોટાભાગે પાછળનો ભાગ સૌથી ઓછો અસરગ્રસ્ત થાય છે.

દૂર્ઘટના થયેલ ફ્લાઇટ ક્રેશના સ્થળ વિશે પણ બ્લેક બોક્સમાંથી નિકળતા તરંગો અને અવાજોને કારણે સ્થળ શોધવું સરળ બને છે. ત્યાં સુધી કે દરિયામાં પડ્યું હોય તો પણ તેના અવાજો-તરંગોને કારણે તેને સરળતાથી સર્ચ કરી શકાય છે. હવે તો 2022માં પૃથ્વીની તબાહી થાય તો તેનું સંપૂર્ણ ડેટા રેકોર્ડ કરવા માટે વૈજ્ઞાનિકો 32 ફૂટ લાંબુ અને ક્યારેય ન તૂટે તેવું વિશાળ બ્લેક બોક્સ બનાવી રહ્યા છે. ઝાડીઓ કે ધૂળ, માટીમાં બ્લેક બોક્સનો લાલ કે ગુલાબી કલર હોવાથી બ્લેક બોક્સ અને શોધવું ખૂબ જ સરળ બને છે.તાજેતરમાં જ કુન્નુરથી વેલિંગ્ટન લઇ જતું ખઈં 17ટ હેલીકોપ્ટર ક્રેશ થયું ને તેનું બ્લેક બોક્સ મળી ગયેલ છે. ઓરેન્જ કલરના ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)માં તેનો તમામ ડેટા રેકોર્ડ હશે જેનાથી જાણી શકાશે કે અકસ્માત ક્યાં સંજોગોમાં થયો હતો. બહારના અતિ મજબૂત શેલ કાપીને અંદરના રેકોર્ડ ડિવાઇસને બહાર કાઢી અને પછી તેનું વિશ્ર્લેષણ કરવામાં આવશે.

બ્લેક બોક્સમાં 30 દિવસ સુધી તેમાંથી તરંગો અને અવાજો નિકળતા હોવાથી શોધવું સરળ બને છે: તે એક મહિનો સુધી વગર વિજળીએ

કામ કરી શકે છે: તેના લાલ કે ગુલાબી રંગને કારણે શોધવું સરળ છે: તે એક કલાક સુધી એક હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સહન કરી શકે છે

બ્લેક બોક્સ હોય છે લાલ કલરનું !!

પ્રારંભે બ્લેક બોક્સને તેના લાલ કલરના કારણે રેડ એગ કહેવાતું બાદમાં અંદરની દિવાલ બ્લેક હોવાથી તેને બ્લેક બોક્સ કહેવાય છે. ઉપરનો ભાગ લાલ કે ગુલાબી રંગ રખાય છે કારણકે ઝાડીઓમાં અથવા ધૂળ માટીમાં પડે તો પણ તેના રંગને કારણે તેને દૂરથી પણ જોઇ શકાય છે. તે એક કલાક સુધી એક હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સહન કરી શકે છે. તેની ખાસ વિશેષતામાં લગભગ એક મહિનો વિજળી વગર કામ કરી શકે છે એટલે ક્રશ થયેલા વિમાનને શોધવા સમય લાગે તો પણ તેમાં ડેટા બોક્સમાં સેવ રહે છે. 30 દિવસ સુધી તેમાંથી તરંગો અને અવાજો નીકળતા હોવાથી શોધવું સરળ છે. દરિયામાં વીસ હજાર ફૂટ નીચેથી પણ તેના અવાજો અને તરંગો નીકળે છે.

ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) શું છે?

ફ્લાઇટ સાથે થયેલ દુર્ઘટના વિશે જાણકારી મેળવવા હંમેશા તેના બ્લેક બોક્સનો ઉપયોગ થાય છે. આ બોક્સ ફ્લાઇટની ઉડાન દરમ્યાન તમામ ગતિવિધી રેકોર્ડ કરે છે. આથી જ તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવાય છે. તેને સુરક્ષિત રાખવા માટે સૌથી મજબૂત ધાતુ ટાઇટેનિયમમાંથી બનાવાય છે. અંદરની બાજુની સુરક્ષિત દિવાલ એવી રીતે બનાવાય છે કે ગમે તેવો અકસ્માત થાય પણ તે સુરક્ષિત રહે છે. તેની શોધ 1954માં એરોટોનિકલ રિસર્ચર ડેવીડ વોરેન દ્વારા કરવામાં આવી હતી. તેમાં વોઇસ રેકોર્ડર (CVR) હોય છે. જે પ્લેનનાં છેલ્લા બે કલાકના અવાજો રેકોર્ડ કરે છે.

પૃથ્વીનું બ્લેક બોક્સ જે તેની તબાહીના દરેક પગલાને રેકોર્ડ કરશે

તેમ વિમાનના બ્લેક બોક્સ વિશે સાંભળ્યું હશે પણ હવે પૃથ્વીનું બ્લેક બોક્સ પણ વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે જે પૃથ્વીની તબાહીના તમામ પગલાઓને રેકોર્ડ કરશે. આ બ્લેક બોક્સ આબોહવા પરિવર્તન અને માનવ સર્જીત અન્ય જોખમ રેકોર્ડ કરશે. આપણી માનવ સંસ્કૃતિના પતનની વાત પણ રેકોર્ડ કરશે. લગભગ 32 ફૂટ લાંબુ અને ક્યારેય ન તૂટતી ધાતુમાંથી બનાવાશે. આ બોક્સનું નિર્માણ ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં કરાશે. નવા વર્ષ-2022ના મધ્યમાં આનું નિર્માણ કામ શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.