Abtak Media Google News

આજથી હજી બે-ત્રણ દશકા પહેલા આપણી સાથેની સમાજ વ્યવસ્થામાં ભૌતિક સુવિધા અને ટેકનોલોજીનો અભાવ જોવા મળતો હતો. છેલ્લા દશકાથી તેનો વ્યાપ વધતા લાભની સાથે તેના વરવા પરિણામો વધુ મળવા લાગતા આજે સૌને ચિંતા થવા લાગી છે. ભૌતિક સુવિધા અને ટેકનોલોજીના ઉપયોગમાં વિવેકબુધ્ધિ જરૂરી છે. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે, તેને આપેલી બુધ્ધિની મદદથી કરેલ વિવિધ શોધ-સંશોધનોથી માનવ જીવન સરળ બન્યું છે. આજના યુગમાં આંગળીના ટેરવે ગણતરીની કલાકોમાં જ તમે માહિતી કે વસ્તું મેળવી શકો છો. આજના જેવી લાઇફ સ્ટાઇલ, ભૌતિક સુવિધા અને ટેકનોલોજી પહેલા ક્યારેય ન હતી. આજે તો આપણે બનાવેલી ટેકનોલોજીએ આપણને જ ગુલામ બનાવી દીધા છે.

Advertisement

આજનું સમાજ જીવન અગાઉ ક્યારેય ન હતું તેટલું શ્રેષ્ઠ છે, આજે બધુ જ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, ત્યારે આપણે ઇલેક્ટ્રોનીક ગેઝેટના ગુલામ થઇ ગયા છે: આપણી જીવનશૈલીમાં પણ બદલાવ લાવીને બાળકો અને યુવાવર્ગને પણ તેના આદી બનાવી દીધા છે

પહેલા આટલો વિકાસ ન હોવાથી, ઘણી તકલીફો હતી પણ માનવ તેની સમાજ વ્યવસ્થા સાથે જોડાયેલો હતો: આજના યુગમાં ટેકનોલોજીના ફાયદા કરતા ગેરફાયદા વધુ જોવા મળી રહ્યા છે: વધતા જતાં સાયબર ક્રાઇમ અને તેની ચુંગલમાં ફસાતું યુવાધન સમાજ માટે લાલબતી સમાન

ઇલેક્ટ્રોનીક ગેઝેટે આપણી જીવનશૈલી બદલી અને બાળથી યુવા વર્ગના તેની ચુંગલમાં લઇ લેતા, માત્ર થોડા વર્ષોમાં જ તેના માઠા પરિણામો મળવા લાગ્યા છે. વધતા જતા સાયબર ક્રાઇમ અને યુવા વર્ગમાં વધતું ગુનાખોરીનું પરિણામ સમાજ માટે લાલબત્તી સમાન છે. ભૌતિક સુવિધાએ બધાને પાંગળા બનાવી દીધા છે, તો વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ અસર કરી છે. પહેલા તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં નબળા હતા, જે આજે ગુજરાતી, હિન્દી જેવા સરળ વિષયમાં પણ નબળા થવા લાગ્યા.

સોશિયલ મીડિયાના વધતા ચલણે ઘણું દુષણ યુવા વર્ગમાં લાવતા, આજના મા-બાપો સંતાનોની ચિંતા કરવા લાગ્યા છે. તરૂણો, કિશોરો અને યુવા વર્ગ ઇન્ટરનેટના ઉપયોગથી સારા સાથે ખરાબ વસ્તું પણ સર્ચ કરવા લાગતા ઘણી મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે. ટેકનોલોજી ઘણા સારા ફાયદાઓમાં પેપરલેશ વહીવટ, ઓનલાઇન બેન્કીંગ, માહિતી આદાન-પ્રદાન જેવી ઘણી સારી સુવિધા મળવા લાગી છે, તો એની સાથે ગમે ત્યારે ગમે તે વ્યક્તિનો સંપર્ક સરળ થઇ જતાં ઘણું ખરાબ પણ થવા લાગ્યું છે. અગાઉ બાળકોને ભૂખ લાગે ત્યારે મમ્મી ગરમ નાસ્તો ઘરે જ બનાવી દેતા, જે આજે સીધો ઓનલાઇન ઓર્ડર કરીને બહાર ખોરાક સંતાનોને લાવી દેતા ઘણી શારીરીક સમસ્યાઓ ઉભી થઇ છે.

આજની ભૌતિક સુવિધા અને ટેકનોલોજીના ઉપયોગમાં જ ત્રસ્ત થયેલો માનવી આર્ટીફિશીયસ ઇન્ટેલિજન્સ (અઈં) આવતા તો પારાવાર મુકાશે તેમાં કોઇ શંકા નથી. આજે બધુ જ તમને ઘરે બેઠા મળી જતું હોવાથી માનવી ટેકનોલોજીનો ગુલામ થઇ ગયો છે, જેની અસરતળે ભવિષ્યમાં તો ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે નાના ધંધાવાળા તો મુશ્કેલીમાં મુકાયા જ છે, ત્યારે આવનારા દિવસોમાં કેવા દિવસ આવશે તે તો સમય જ બતાવશે. આજના બાળકો સોશિયલ સંવાદથી દૂર ભાગીને મોબાઇલમાં વ્યસ્ત રહેવા લાગ્યો છે. ટેકનોલોજીને કારણે પૃથ્વી પર અને પૃથ્વી બહાર શું થાય તે જાણી શકાય છે, મેડીકલ ક્ષેત્રે પણ બહું સારી સફળતા મળી તો ઉદ્યોગોમાં પણ ઘણા ફાયદાઓ થયા છે. તેની સામે ડેટા સુરક્ષા, આતંકવાદ, ગુના, સામાજીક જોડાણ, નોકરીની અસલામતી, સામાજીક દેખાદેખી જેવા ઘણા ગેરફાયદાઓ જોવા મળ્યા છે. આજે ઘણી બધી વેબસાઇટના ઓથા હેઠળ આતંકીઓ દ્વારા વૈશ્ર્વિકસ્તરે ઘડાતી વિવિધ યોજનાઓ, દેશ વિરોધી પ્રવૃત્તિ નુકશાનકર્તા જોવા મળી છે.

સંદેશા વ્યવહારમાં ઘણી રાહત મળી છે, બીજી જ સેક્ધડે તમે દુનિયાના ગમે તે છેડે ગમે ત્યારે, ગમે ત્યાંથી માહિતી-ફોટા મોકલી શકો કે તમે મેળવી શકો છો. વિશ્ર્વની તમામ ભાષાને તમારી લેંગ્વેજમાં ક્ધવર્ડ કરીને માહિતી મેળવી શકો છો ત્યારે આવનારા દિવસોમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પૃથ્વીવાસીઓએ તૈયાર રહેવું પડશે. આજે તો દિવસ ઉગે અને બે-ત્રણ નવી સુવિધા ઓનલાઇન મળવાની જાહેરાત થાય છે. સોશિયલ મીડિયાના સથવારે મળતી ફ્રિ કોલીંગ સિસ્ટમ, વીડિયો ચેટ જેવાને કારણે આજનો યુવા વર્ગ ઘણી ભયંકર મુશ્કેલીમાં મુકાતો જોવા મળી રહ્યો છે.

જેટલી સુવિધા વધુ તેટલું ફ્રોડ થવાની શક્યતાઓ વધુ હોવાથી ઘણા ઓનલાઇન ફ્રોડનો શિકાર બને છે. શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી ઘણો ફાયદો મળ્યો છે, પણ મોબાઇલના વધતા ચલણ અને સોશિયલ મીડિયાના વ્યાપે સારા પરિણામો મળી શકતા જ નથી. આજનો વિદ્યાર્થી મગજનો ઉપયોગ કરતો જ બંધ થઇ ગયો હોવાથી, ગમે ત્યાંથી મેળવેલી સારી-ખોટી અને વૈજ્ઞાનિક આધાર વગરની માહિતીને સાચી માની લેતા ગંભીર પરિણામો આવવા લાગ્યા છે. ટીવી, મોબાઇલ, ઇન્ટરનેટ, એ.આઇ. જેવી તમામ શોધો માનવ સમુદાયના લાભ માટે થઇ છે, પણ આપણે જ તેનો ગેરઉપયોગ કરીને હાથે કરીને પગે કુહાડો મારતા આપણું જીવન ઝેર કરી નાખ્યું છે.

સોશિયલ મીડિયા ઇન્ટરનેટ દ્વારા એક વર્ચ્યુઅલ વિશ્વ બનાવે છે

આજના યુગમાં સોશિયલ મીડિયા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. દેશનું યુવાધન તેમાં રચ્યો-પચ્યો રહેતા તેના સકારાત્મક પરિણામો કરતાં નકારાત્મક પરિણામો વધુ જોવા મળે છે. આજે તો બાળથી મોટેરા તમામ એક વર્ચ્યુઅલ વિશ્ર્વ સાથે આખો દિવસ જોડાયેલા રહેતા હોવાથી તેના ભયંકર પરિણામો આવનારા દિવસોમાં જોવા મળશે. સાયબર ક્રાઇમએ આ સંદર્ભેની સૌથી મોટી સમસ્યા છે. આજે પશ્ર્ચિમી ટેકનોલોજીનો વિકાસ થતાં ભારતીય ટેકનોલોજી લુપ્ત થઇ ગઇ છે. અજાણી વ્યક્તિ સાથે ચેટીંગ કરતાં મુશ્કેલીમાં મુકાય છે, આનો નશો કે ટેવ વધતા, નાનકડા બાળકો પણ ચુંગલમાં ફસાતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.