Abtak Media Google News

ચાર હલમેટ ધારી લૂંટારાએ રિવોલ્વર તાકી પી.એમ. આંગડીયામાંથી એક  કરોડની  દિલ ધડક લૂંટ ચલાવતા હાઈવે પર નાકાબંધી

મોટી રકમ હોય ત્યારે પોલીસ બંદોબસ્ત અથવા કાયમી સીકયુરીટી હોય તો લૂંટની ઘટના અટકી શકે
ગાંધીધામમાં એક કરોડની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલવા રાજયભરની પોલીસને એલર્ટ કરાઈ

 

ગાંધીધામના જવાહર ચોકમાં  ખન્ના માર્કેટ રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ  નામની આંગડિયા પેઢીમાં ધોળા દિવસે બંદૂકની અણીએ  ચાર લૂંટારોએે 1.05 કરોડ રોકડાં રૃપિયાની લૂંટ ચલાવી હતી. મિનિટોમાં જ લૂંટ કરીને ચાર લૂંટારા બાઈક ઉપર  નાસી જતાં પોલીસમાં દોડાધામ મચી છે. રૃમાલની બૂકાની ઉપર હેલ્મેટ પહેરીને બે બાઈકમાં આવેલા ચાર શખ્સો લૂંટને અંજામ આપી ખન્ના માર્કેટ તરફ નાસી ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા નાકાબંધી કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ કાર્યવાહી આરંભી છે. જયારે  આ લૂંટારૂઓ હિન્દી ભાષા બોલવાનો  ઢોગ કરતા હોવાથી તેવી પણ શંકા ફરિયાદીએ વ્યકત કરી છે.

અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આ લૂંટનો બનાવ બન્યો હતો. જે સમગ્ર બનાવ આંગડિયા પેઢીમાં રહેલાં સીસીટીવી કેમેરામાં લૂંટનો બનાવ કેદ થઈ ગયો છે. બે બાઈક મારફતે હેલમેટ પહેરી ચાર ઈસમો વારાફરતી આંગડિયા પેઢીમાં પ્રવશ્યાં હતાં. પ્રવેશતાંની સાથે જ પોત-પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા હિાથયારો બહાર કાઢીને કર્મચારીઓ સામે તાકી દીધા હતા. ત્યારબાદ પેઢીમાં રહેલી રોકડ રકમ ભરેલાં બે થેલાં લઈને બે બાઈક પર ડબલ સવારીમાં ચારે લૂંટારા નાસી છૂટયા હતા. આ બનાવમાં કુલ એક કરોડ પાંચ લાખ રૃપિયા જેટલી રકમની લૂંટ હોવાનું જાણવા મળ્યું હતું. મિનિટોમાં જ આંગડિયા લૂંટની ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવીઝન પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સૃથળે પહોચી હતી અને જે દિશામાં લૂંટારા ભાગ્યા હતા તે દિશા તરફ તપાસ આદરી હતી. જોકે બનાવ અંગે એ ડિવિઝન પોલીસ માથકે આ અંગે મોડે સુાધી ફરિયાદ દાખલ થઇ ન હતી.

બે બાઈક મારફતે આવેલા શખ્સો પોતા સાથે બેગ પણ લાવ્યા હતા. પૂર્વ તૈયારીના ભાગરૃપે દરેક ઇસમોએ મોઢા પર રૃમાલ બાંધી તેના પર હેલ્મેટ પહેર્યું હતું તાથા દરેક ઈસમ પાસે બે પિસ્તોલ જેવા હિાથયાર હતા. જોકે સીસીટીવી ફૂટેજ જોતા હિાથયાર સાચા હતા કે ખોટા તે અંગેની ચર્ચા પણ શહેરમાં ફેલાઈ હતી.

આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, અંદાજીત 2 મહિના પહેલા અપના નગર ખાતે પોતાના ઘરમાં જઈ રહેલા આંગડિયા પેઢીના સંચાલક પર ફાયરીંગ કરી 42 લાખની લુંટ ચલાવવામાં આવી હતી. જે સંચાલક પીએમ એન્ટરપ્રાઇઝ (જુના આંગડિયા) પેઢીનો જ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તે બનાવમાં પોલીસે આરોપીઓને ગોવા ખાતેાથી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. જે બનવા 2 મહિના બાદ ફરી એ જ આંગડિયા પેઢીને નિશાન બનાવવામાં આવતા અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે.

Img 20230523 092418

હેલ્મેટધારી ચાર લૂંટારૂઓએ  માત્ર પાંચ જ મિનીટમાં રૂ.1.05 કરોડની લૂંટ ચલાવી

ગાંધીધામમાં ધમધમતા એવા જવાહર રોડ પર ભરબપોરનાં  સમયે પી.એમ.આંગડીયા પેઢીમાં ચાર હેલ્મેટધારી લૂંટારૂઓએ બંદૂક  બતાવી  માત્ર પાંચ મીનીટની અંદર રૂ.1.05 કરોડની લૂંટને અંજામ આપ્યો હતો જયારે આ સમગ્ર   ઘટનાના સીસીટીવી સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા લૂંટને અંજામ આપી લૂંટારૂઓ બાઈક પર ખન્ના રોડ તરફથી ભાંગી ગયાનું જાણવા મળ્યું હતુ.

લૂંટારૂઓ હિન્દી ભાષા બોલવાનું ઢોંગ કરતા હોવાથી  જાણભેદુની શંકા

જવાહર રોડ પર આવેલા  પી.એમ. આંગડીયામાં ઈકાલે બપોરનાં સમયે બંદૂકની અણીએ  ચાર હેલ્મેટધારી લૂટારૂઓએ રૂ.1.05 કરોડની લૂંટને અંજામ  આપ્યોહતો. જેમાં ફરિયાદ કરનાર આંગડીયા  સંચાલક પ્રતીકભાઈ ઠકકરે કહ્યું હતુ કે  લૂંટારૂઓ લૂંટને અંજામ આપી રહ્યાહતા ત્યારે તેની બોલી પરથી તે હિન્દી ભાષા બોલતા હોવાનો ઢોંગ  કરી રહ્યા હોયતેમ લાગી રહ્યું હતુ જેથી કોઈ જાણભેદુ દ્વારા જ આલૂંટને અંજામ આપ્યા હોવાની ચર્ચાઓથઈરહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.