Abtak Media Google News

એક તરફ બેટી બચાવો બેટી પઢાવોના નારા લાગી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં નવજાત બાળકીને જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જનેતા સહિત તેના પિતાને અટકાયત કરી સમગ્ર મામલાનું ભેદ ઉકેલ્યો હતો. જોકે ક્યારેક ક્યારેક આર્થિક પાસુ નબળું હોય તો મમતાની મૂર્તિ ગણાતી માસુમિયતને પણ દફનાવવી પડે તેવી ઘટના ખુલવા પામી છે.

Untitled 1 109

મળતી માહિતી મુજબ આ ઘટના સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીકની છે જ્યાં ગઈ કાલે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી કે. નવજાત જન્મેલી દીકરીને જમીનમાં દાટી દેવાયેલી હાલતમાંથી ખેતી કરતી મહિલાને જાણ થઈ હતી. ખેતી કરતી મહિલાએ ૧૦૮ ને ફોન કર્યો અને સાથે યુ જી વી સી એલ માં કામ કરનારા કર્મચારી દ્વારા ૧૦૮ મારફતે નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી… ૧૦૮ માં બાળકીને પ્રથમ કુત્રિમ શ્વાસ અપાયા હતા તો પ્રાથમિક તબક્કે અધૂરા માસે દીકરી જન્મી હોય તેવો ખુલાસો થયો હતો તેમ જ હિંમતનગર સિવિલ વિભાગ દ્વારા દીકરીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી..

Screenshot 8 3

જોકે બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સંપૂર્ણ ગંભીરતાથી તપાસ હાથ ધરી દીકરીને દફનાવવા માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચવા સમગ્ર તંત્ર કામે લગાડી હતી. જે અંતર્ગત મોડી રાત્રે વિવિધ ત્રણ ટીમો બનાવ્યા બાદ કડીના નંદાસણ નજીકથી દીકરીના માતા પિતાને શોધી ગાંભોઈ પોલીસ મથકે લવાયા હતા.બાળકીના માતા પીતા જ તેના જાનના દુશ્મન બન્યા હોય તેમ જમીનમાં દાટવાનો ગુનો કર્યો હતો જો કે પ્રાથમિક પૂછપરછમાં જ દીકરીની માતા તેમ જ પિતાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો તેમજ અધૂરા માસે જન્મેલી દીકરીની સારવારના ખર્ચ સહિત દીકરી હોવાના પગલે તેનો નિકાલ કરવાના ભાગરૂપે જમીનમાં દફન કરવાનો નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે માતાએ દીકરીને હાથથી ખુલ્લા ખેતરમાં ખાડો કરી દાટી દીધી હતી.

Screenshot 3 7

પિતા આ સમગ્ર ઘટના કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખી રહ્યો હતો ત્યારબાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરો દ્વારા આ મામલે આસપાસના લોકોને જાણ કરાયા બાદ 108 મારફતે નવજાત દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર આપવાનો નિર્ણય પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ એ પણ લીધો છે. તેમજ હાલમાં દીકરી ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત આરોગ્ય વિભાગ પણ નવજાત દીકરીને બચાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.