Abtak Media Google News

ભારત માટે શેપ V અત્યંત અસરકારક અને લાભદાયી નિવડશે તેવું તજજ્ઞોનું માનવું

કોરોનાનાં કારણે વિશ્વ આખું અર્થવ્યવસ્થાને લઈ ચિંતાતુર બન્યું છે ત્યારે મુખ્ય પ્રશ્ન તો એ ઉદભવિત થાય છે કે વિશ્વની અર્થવ્યવસ્થાને કેવી રીતે બેઠી કરી શકાય. આ મુદ્દે અનેકવિધ વિશેષજ્ઞો આ અંગેની માહિતી આપી રહ્યા છે અને શીખ પણ આપે છે કે વિશ્વની અર્થવ્યવસ્થા કયા શેપથી સ્થિર થશે ? વિશ્વ આખાની સાથો સાથ ભારતની અર્થવ્યવસ્થાને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પરિસ્થિતિને સામાન્ય કેવી રીતે બનાવવી તે પણ સૌથી મોટો ચિંતાનો વિષય છે. આ અંગે ઘણાખરા રીસર્ચ અને સ્ટડી પણ કરવામાં આવ્યા છે જેને લઈ ઘણાખરા મુદાઓ હાલ સુચવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિશ્વની અર્થવ્યવસ્થા U,V,W,L શેપમાં બેઠી કરી શકાય તેમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

રીકવરી શેપ U આ શેપમાં હાલ જે કોરોનાને લઈ લોકડાઉન જોવા મળી રહ્યું છે તેનાથી અડધાથી વધુ વિશ્વ પોપ્યુલેશન અસરગ્રસ્ત થયું છે. આ શેપ હસ્તક સરકાર દ્વારા લોકડાઉનમાં જો છુટછાટ આપવામાં આવે મેના અંત સુધી અથવા તો મેના પ્રારંભમાં તો કયાંકને પરિસ્થિતિને સુધારી શકાશે. આ શેપ હેઠળ પ્રવાસન ઉપર પ્રતિબંધ, લોકો બહાર નિકળવાનું ઓછુ રાખે સહિત ઘરે બેસી કામ કરવું અને ગ્રીન ઝોન વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને સિનેમા ખુલ્લા રાખી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાથી કયાંકને કયાંક અર્થવ્યવસ્થામાં સુધારો લાવી શકાય તેમ જણાવવામાં આવ્યું છે.

રીકવરી શેપ V આ શેપમાં હાલ ટેમ્પરરી ધોરણે વિશ્વ કોરોનાનાં કહેરમાંથી બહાર આવી શકશે અને વિશ્વ આખુ રીકવરી પણ પુરજોશમાં કરે તેવી આશા સેવાઈ છે. ચાઈનામાં જે રીતે લોકડાઉન જટીલ રીતે રાખવામાં આવ્યું હતું તેનાથી વાયરસ અન્ય વિસ્તારોમાં ફેલાય શકયું ન હતું. સાથો સાથ ચાઈનામાં અર્થવ્યવસ્થામાં રીકવરી પણ ઘણાખરા અંશે જોવા મળી હતી ત્યારે વિશ્વનાં જનસંખ્યાની તુલનામાં મુખ્યત્વે લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો પણ જોવા મળ્યો છે જો આ પરિસ્થિતિ નજરે પડે અને આ પગલા પર કામ કરવામાં આવે તો વિશ્વ અને ભારત દેશની અર્થવ્યવસ્થામાં રીકવરી જોઈ શકાશે.

રીકવરી શેપ W આ શેપમાં વિશ્વ આખામાં કોરોના શિયાળુ ઋતુમાં જોવા મળી શકે છે જે માટે ફરીથી તૈયાર અને સજજ થયું છે. સાથો સાથ વિશ્વભરમાં કોરોનાને લઈ ટેસ્ટીંગ ફેસેલીટીમાં પણ અનેકગણો વધારો થઈ શકે છે જેથી કોરોના પોઝીટીવ અંગેનો આંકડો પૂર્ણત: મેળવી શકાય. રીકવરી શેપ ડબલ્યુથી લોકોમાં વાયરસથી થતી રીકવરીમાં ઘણો ખરો ફાયદો પહોંચશે અને અર્થવ્યવસ્થામાં પણ અનેકગણો ફાયદો જોવા મળશે.

રીકવરી શેપ L આ શેપમાં લોકડાઉન વધતાની સાથે અર્થવ્યવસ્થાને માઠી અસરનો સામનો કરવો પડશે ત્યારે આગામી ૨૦૨૩ સુધી વિશ્વની અર્થવ્યવસ્થામાં નજીવો સુધારો જોવા મળશે ત્યારે ૨૦૨૧નાં બીજા કવાર્ટરથી અર્થવ્યવસ્થા વિકાસ તરફ આગેકુચ કરે તેવી શકયતા સેવાઈ રહી છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થઈ રહ્યો છે કે આ તમામ રીકવરી શેપ ભારત માટે કેવી રીતે આશીર્વાદરૂપ સાબિત થશે. તજજ્ઞોનું માનવું છે કે, જે રીતે વિશ્વની અર્થવ્યવસ્થામાં સુધારો આવશે ત્યારબાદ જ ભારતની અર્થવ્યવસ્થામાં સુધારો આવે તો નવાઈ નહીં. તજજ્ઞોનું માનવું છે કે, ભારત માટે રીકવરી શેપ વી અત્યંત ફાયદારૂપ નિવડશે. જેમાં લોકોનો સ્વાસ્થ્યની સાથોસાથ દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો જોવા મળશે.

બર્કશાયર કંપનીનાં વોરેન બફેટે વિશ્વ આખાની અર્થ વ્યવસ્થાને બેઠી કરવા સુચનો આપ્યા

અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે જણાવ્યું હતું કે તેમની કંપની બર્કશાયર હેથવેએ તેના એરલાઇન કંપનીઓના તમામ શેર વેચી દીધા છે. બફેટનું નિવેદન યુએસ એરલાઇન ઉદ્યોગ માટે જોખમ છે. કોવિડ -૧૯ને કારણે ઉદ્યોગ વિનાશની આરે છે. બફેટ બર્કશાયર હેથવેના અધ્યક્ષ છે. તેમના નિવેદનો પર વિશ્વભરના રોકાણકારો દ્વારા નજર રાખવામાં આવે છે અને તેઓ આનો ઉપયોગ તેમના ભાવિ રોકાણોનાં નિર્ણયો લેવા માટે કરે છે. વોરેન બફેટનાં જણાવ્યા મુજબ હાલ વિશ્વ આખાની અર્થવ્યવસ્થા કોરોનાને લઈ જે રીતે પછડાઈ છે તેને કેવી રીતે બેઠી કરી શકાય તે માટે અનેકવિધ સલાહ સુચનો પણ આપવામાં આવ્યા હતા. કોરોનાનાં પગલે હાલ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી વિશ્ર્વ આખું ચિંતાતુર થયું છે. વિશ્વનાં નામાંકિત લોકો અને ઉધોગપતિઓ પોતાના ઉધોગોને લઈ ચિંતા કરી રહ્યા છે. આ સમયે વોરેન બફેટે તમામ લોકોને આશ્ર્વાસન આપી જણાવ્યું હતું કે, આવનારા સમયમાં વિશ્વની અર્થવ્યવસ્થામાં અનેકગણો સુધારો થશે.

ગ્રાહક સુધી માલ પહોંચાડવાની સાયકલ બરકરાર રાખવી જરૂરી

સરકારે ઉદ્યોગો શરૂ કરવા શરતી મંજૂરી તો આપી દીધી છે પરંતુ ઉદ્યોગ શરૂ ગયા બાદ માલ ગ્રાહક સુધી પહોંચે જ નહીં તો અપાયેલી મંજૂરી નિરર્થક ઠરે છે. વર્તમાન સમયે લોકડાઉનના કારણે અનેક વિસ્તારોમાં ઉત્પાદન એકમો બંધ છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી મળી છે. પરંતુ હજુ સુધી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંપૂર્ણ એક્ટિવ નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવામાં મુશ્કેલી નડે છે. માલ-સામાનનું ઉત્પાદન થાય છે પરંતુ દુકાનો, શો-રૂમ બંધ છે ત્યારે ગ્રાહક સુધી માલ પહોંચે કેવી રીતે તે પણ પ્રશ્ર્ન ઉદભવે છે. કેટલાક ઉત્પાદન એકમોને કાચા માલની તંગી ઉભી થઈ છે. માલ આવતો નથી તો ઉત્પાદન કેવી રીતે શરૂ કરવું તે પણ પ્રશ્ન છે. એફએમસીજીની જેમ ફાર્માસ્યુટીકલ સેકટર પણ પ્રોડકશન અને વિતરણ સાયકલ ખોરવાઈ હોવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોરોનાની મહામારી વચ્ચે ખોરવાયેલી વ્યવસ્થા અનેક ઉદ્યોગો અને તેમા કામ કરતા કારીગરો માટે માથાનો દુ:ખાવો બની ચૂકી છે. નાની-નાની મુશ્કેલીઓ ઉદ્યોગોની ગાડી ફરી પાટે ચડવા માટે અઘરી સાબીત થઈ છે. માલ લોકો સુધી પહોંચતો નથી ત્યારે માત્ર ઉત્પાદન કરીને ઉદ્યોગોની ગાડી ફરી ધમધમે તેવું શક્ય નથી. માટે સમગ્ર વ્યવસ્થા સરખી થઈ જાય તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.