Abtak Media Google News

મેષ
આજે તમારા કામના સ્થળે ઝઘડો થવાની શક્યતા જણાય છે. તમે તમારા અહમને વચ્ચે આવવા નહીં દો તો સારું રહેશે. મગજ શાંત રાખજો અને જરૂર હોય ત્યારે જ બોલજો.

Advertisement

વૃષભ
તમારે નમ્રતાપૂવર્‍ક રહેવું અને છતાં સાવચેતી છોડવી નહીં. આગામી મુકામે સફળતા તમારી પ્રતીક્ષા કરી રહી છે. આથી આશા કે ધીરજ ગુમાવતા નહીં.

મિથુન
આજના દિવસમાં કોઈ મોટો કે નોંધપાત્ર બનાવ નહીં બને. તમે રોજિંદા કામથી કંટાળી ગયા હો એવું બને. જોકે આવતી કાલથી પરિવર્તન આવવા લાગશે.

સિંહ
આજે તમે વ્યવસાયી કામકાજને બાજુએ રાખીને અંગત જીવન પર, ખાસ કરીને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશો. આજે તમે સંતાનોને ખુશ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરશો.

કર્ક
આજનો દિવસ રોમૅન્સથી ભરેલો રહેશે. આ પ્રકારના દિવસ ભાગ્યે જ આવતા હોય છે તેથી તમારા પ્રિયકર સાથે એને મન ભરીને માણી લો.

કન્યા
આજે તમે કામનુનિત આયોજન કરીને એનો ચુસ્તપણે અમલ કરશો. સાથે જ તમે અન્યોને પણ તમારા આયોજનમાં સહયોગ આપવા માટે મનાવી શકશો. આ રીતે તમે તેમનો સહકાર તથા વિશ્વાસ મેળવશો.

તુલા
ટીમના આગેવાન તરીકે તમારે આજે તમારા સાથી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના રહેશે. તમારે કડક હાથે કામ લેવાને બદલે તમારાથી ઓછી ક્ષમતા ધરાવતા લોકો પ્રત્યે કરુણા અને સહનશક્તિ રાખીને કામ લેવું.

વૃશ્ચિક
લલિતકળાઓ પ્રત્યેનો તમારો લગાવ તમારી પોતાની કામગીરી પર અનેરો પ્રભાવ પાડશે. તમારી રચનાત્મકતાને ખીલવા માટે પૂરેપૂરો અવકાશ આપજો.

ધન
આજે તમારી સર્જનશક્તિ ખીલેલી રહેશે અને કોઈ એક વિષય કે પ્રોજેક્ટની બાબતે તમારો દ્રષ્ટીકોણ અન્યોથી સાવ ભિન્ન રહેશે.

મકર
આજે નાણાકીય બાબતો પર તમારું ધ્યાન વધારે રહેશે, આથી તમારે પોતાનાં કામ પૂરાં કરવા માટે નિકટના સહયોગીઓ પર નિર્ભર રહેવું પડશે.

કુંભ
આજે ઊર્મિઓનો ઊભરો તમને પ્રફુલ્લિત રાખશે. આ ઉમંગને ટકાવી રાખવા માટે તમે મનગમતી પ્રવૃત્તિ કરશો તો આનંદમાં અભિવૃદ્ધિ થઈ જશે.

મીન
આજે તમે એકદમ સ્વતંત્ર મૂડમાં હશો અને બધું તમારી રીતે જ થાય એવી અપેક્ષા રાખશો. તમે તમારા પ્રિયકર પર કીમતી ભેટસોગાદોનો વર્ષાવ કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.