Abtak Media Google News

મેષ : દિવસ જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ આપ કોઇને કોઈ કાર્યમાં વ્યસ્ત થતા જાવ. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સરળતા રહે.

વૃષભ : આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. અગત્યના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય.

મિથુન : આપને કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં શેરોની લે-વેચમાં આવે સાવધાની રાખવી. ઉતાવળ કરવી નહીં.

કર્ક : જાહેર-સંસ્થાકીય કામ અંગે બહાર જવાનું થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

સિંહ : દિવસ દરમ્યાન કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહો. અન્ય કર્મચારીનું કાર્ય આપની પાસે આવવાથી આપના કાર્યભારમાં વધારો થાય.

કન્યા : આપના હૃદય-મનની વ્યગ્રતા-બેચેની ઓછા થતા જાય. આપના કાર્યમાં સાનુકુળતા થતી જાય. વાણીથી લાભ-ફાયદો થાય.

તુલા : મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગની મુશ્કેલી જણાય. નોકરી-ધંધાના કામમાં આપનું ધાર્યું કામ થઇ શકે નહીં. ધીરજ અને શાંતિ રાખવા.

વૃશ્ચિક : આપને કાર્યમાં સાનુકુળતા જણાય. સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકારથી કાર્યનો ઉકેલ લાવી શકો. યશ-પદ-ધનમાં વધારો થાય.

ધન : આપના કામમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. વ્યવહારિક કામમાં ખર્ચ-ખરીદી જણાય.

મકર : મહત્ત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. માનસિક પરિતાપ, વિચારોની દ્વિધા જણાય, જમીન-મકાનની બાબતમાં ચિંતા રહે.

કુંભ : કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવી પડે.

મીન : નોકરી-ધંધામાં આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય કરી શકો. ઘર પરિવારના સાથ-સહકારથી રાહતની સાથે આનંદ અનુભવો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.