Abtak Media Google News

જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આશરે ૬૩.૩૦ ટકા મતદાન: ૧૧ તાલુકાની ૧૯૭ બેઠકમાં અંદાજે ૬૩.૬૫ ટકા મતદાન

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ભારે મતદાન થયું છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત ફેકટરને પગલે કોંગ્રેસના ભાગે ૩૪ બેઠકો આવી હતી.અને ભાજપના ફાળે માત્રને માત્ર બે જ બેઠકો આવી હતી. પાટીદાર અનામત ફેક્ટરને કારણે ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પણ હવે પાટીદાર ફેક્ટર અસર કર્તા ન હોય ભાજપ મોટાભાગની બેઠક કબ્જે કરવાનું છે. નિષ્ણાંતોના મતે ગત ચૂંટણીમાં ભાજપની જેવી હાલત થઈ હતી તેવી આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત થવાની છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આજે યોજાયેલા મતદાનમાં આશરે ૬૩.૩૦ ટકા મતદાન થયું છે. આ બેઠકો માટે ૫,૦૩, ૧૩૬ પુરૂષ અને ૪,૫૬,૯૩૪ સ્ત્રી મળી કુલ ૯,૬૦,૦૭૦ મતદારો પૈકી ૩,૩૯,૫૪૫ પુરૂષ અને ૨,૬૮,૧૮૮ સ્ત્રી મળી કુલ ૬,૦૭,૭૩૩ મતદારોએ પોતાના મત્તાધિકારનો  ઉપયોગ કરી મતદાન કર્યુ હતું

જયારે જિલ્લાના ૧૧ તાલુકા પંચાયતની ૧૯૭ બેઠકો માટેના યોજાયેલા મતદાનમાં ૪,૯૨,૧૦૧ પુરૂષ મતદારો અને ૪,૪૬,૯૮૩ સ્ત્રી મળી કુલ ૯,૩૯,૦૮૪ મતદારો નોધાયા હતા. જે પૈકી ૩,૩૩,૫૯૯ પુરૂષો અને ૨,૬૪,૧૦૪ સ્ત્રી મળી કુલ ૫,૯૭,૭૦૩ મતદારોએ પોતાનું મતદાન કર્યુ હતું. આમ આશરે ૬૩.૬૫ ટકા મતદાન થયેલ છે.

જયારે ગોંડલ નગરપાલીકાની ૩૯ બેઠકો માટેની ૪૬,૩૮૯ પુરૂષ અને ૪૩,૨૬૫ સ્ત્રી મળી કુલ ૮૯,૬૫૪ નોધાયેલા મતદારો પૈકી ૨૬,૪૫૬  પુરૂષ અને ૨૧,૨૧૯ સ્ત્રી મળી કુલ ૪૭,૬૭૫ મતદારોએ મતદાન કર્યુ છે. આમ ગોંડલ નગરપાલીકાની ૩૯ બેઠકો માટે અંદાજે ૫૩.૧૮ ટકા જેટલું મતદાન થયેલ છે.

આ ઉપરાંત જેતપુર નવાગઢની એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં પર૪૯ પુરૂષ ૪૮૫૫ સ્ત્રી મળી કુલ ૧૦,૧૦૪ મતદારો પૈકી ૧૮૧૧ પુરૂષ અને ૧૪૨૨ સ્ત્રી મળી કુલ ૩૨૩૩ મતદારોએ મતદાન કર્યુ હતું આમ આ બેંઠક માટે અંદાજે ૩૨ ટકા જેટલું મતદાન થયેલ છે.

જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધું રાજકોટ તાલુકામાં ૭૧.૧૫ ટકા મતદાન અને સૌથી ઓછુ ગોંડલ તાલુકામાં ૫૭.૬૦ ટકા મતદાન નોધાયું હોવાનું કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

તાલુકા પંચાયતોનું મતદાન

તાલુકા પંચાયતોબેઠક૨૦૧૫૨૦૨૧
રાજકોટ૨૨૬૯.૬૦૭૧.૧૫
ધોરાજી૧૫૬૩.૭૭૬૦.૮૨
ઉપલેટા૧૮૬૦.૦૮૫૮.૬૨
જસદણ૨૨૭૦.૫૮૬૨.૭૩
વિંછીયા૧૮૭૨.૮૭૬૨.૬૦
જેતપુર૨૦૬૫.૮૯૬૨.૫૦
જામકંડોરણા૧૩૬૪.૭૯૬૧.૧૪
ગોંડલ૨૧૬૩.૬૪૫૭.૬૦
લોધિકા૧૬૭૩.૦૫૭૦.૭૨
પડધરી૧૬૭૧.૪૮૬૯.૫૮
કોટડા સાં.૧૬૬૮.૪૫૬૫.૦૬

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.