Abtak Media Google News

માનસિક સ્વાસ્થય સારું રાખવા સામાજિક હુંક ખુબ જરૂરી

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને પુરોહિત અમીએ 999 લોકોનો સર્વે કરી તારણો આપ્યાં: ટકાવારીના સંદર્ભે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે 39 ટકા લોકો સામાજિક, 35 ટકા માનસિક, 17 ટકા શારિરીક અને 9 ટકા લોકો આર્થિક કારણોને અગત્યના માને છે

છેલ્લા ઘણા સમયથી દરેક લોકોના માનસિક સ્વાસ્થ્ય પર કોઈક ને કોઈક નિષેધક અસરો જોવા મળી રહી છે. સતત કોરોના કાળને લીધે શારીરિક અને માનસિક ખરાબી સર્જાઈ છે ત્યારે ક્યાં ઘટકોની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે તે જોવા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભટ્ટ કર્તવી અને પુરોહિત અમીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 999 લોકોનો સર્વે કરી તારણો આપ્યા કે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર સમાજના ઘટકો, સામાજિક સબધો ખુબ મોટી અસર કરે છે.

માનસિક સ્વસ્થ રહેવા માટે સામાજિક સાથ અને માનસિક સુખાકારી ખુબ અગત્યની છે. ટકાવારીના સંદર્ભે જોઈએ તો માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે 39% લોકો સામાજિક, 35% માનસિક, 17% લોકો શારીરિક અને 9% લોકો આર્થિક કારણો કે ઘટકો અગત્યના માને છે.સર્વેના પ્રશ્નો અને જ્વાબો નીચે મુજબ રહ્યા

સૌથી વધારે કઈ બાબતથી ચિંતા થાય છે?  જેમાં 41% લોકોને લોકો શું કહેશે? એ બાબતથી એટલે કે સામાજિક કારણને લીધે ચિંતા થાય છે જયારે અન્ય કારણોમાં આર્થિક સંકડામણ, શારીરિક અસ્વસ્થતા અને સતત આવતા વિચારોનો સમાવેશ થાય છે.

ક્યારેક રાત્રે સુવા પહેલા વિચારે ચડી જાઓ ત્યારે શેના વિચારો વધુ આવે છે ? જેમાં 52% એ કહ્યું કે ઘરના અને સમાજના વિચારો વધુ અને અન્ય કારણોમાં શારીરિક પીડાના, આર્થિક કારણોના અને અકારણ વિચારોનો સમાવેશ થાય છે.

તમારા માટે સૌથી વધારે કઈ બાબતો માનસિક તંગદિલી ઉભી કરે છે ? જેમાં 40% એ કુટુંબના વિચારો અને બાકીના 60%માં સતત ચિંતા અને શારીરિક કારણો તંગદીલી ઉભી કરે છે.

તમારા મતે કઈ બાબત સંતોષ કે સુખ માટે સૌથી વધારે જરૂરી છે? જેમાં 60% એ જણાવ્યું કે સામાજિક સમાયોજન અને 40% માં આર્થિક સંપન્નતા, સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનનો સમાવેશ થાય છે.

કઈ બાબતને કારણે હારી જવાનો ભય લાગે છે ? જેમાં 41% એ જણાવ્યું કે જયારે સામાજિક સપોર્ટ ન હોય ત્યારે બાકીના 59% એ જણાવ્યું કે આર્થિક તંગદીલીને કારણે, સતત ચિંતા અને સ્વસ્થ ન હોવાના કારણે ભય લાગે છે

કઈ બાબત તમને સૌથી વધારે વિચારો કરવા મજબુર કરી દે છે ? જેમાં 50% એ જણાવ્યું કે ઘર અને પરિવારના વિચારો અને બાકીના 50% માં જણાવ્યું કે આર્થિક વૃદ્ધિના ઉપાયો, શરીરના અને અકારણ વિચારો

કઈ બાબતો સૌથી વધારે અશાંત કરી દે છે? જેમાં 60% એ જણાવ્યું કે લોકો દ્વારા કહેવામાં આવતી વાતો અને બાકીના 40% માં નોકરીમાં અટકેલી વૃદ્ધિ, શારીરિક પીડા અને ભયનો સમાવેશ થાય છે

માનસિક સ્વસ્થ કઈ રીતે રહી શકાય? જેમાં 40% એ જણાવ્યું કે મનથી સ્વસ્થ રહીને અને 40% એ જણાવ્યું કે સામાજિક સાથ અને સહકાર દ્વારા જયારે 20% એ જણાવ્યું કે આર્થિક કમાણી સારી કરીને

સામાજિક ઘટકો : માનવી એક સામાજિક પ્રાણી છે જેથી હંમેશા સમાજની વચ્ચે રહેવાનું હોય છે, સમાજની સાથે રહેવાનું હોય છે. દરેક વ્યક્તિ સમાજની સાથે જોડાયેલી હોય છે. દરેક વ્યક્તિનું જીવન જે તે સમાજની સાથે ગાઢ રીતે સંકળાયેલું હોય છે.  આથી સમાજની તેમજ સમાજ દ્વારા મળતા સહકારની દરેક વ્યક્તિને ખાસ જરૂરિયાત હોય છે, ઉપરાંત સમાજ દ્વારા કહેવામાં આવતી આ વાતો ઉપરાંત સામાજિક દરજ્જાની વ્યક્તિના જીવન પર, વ્યક્તિના વર્તન પર તેમજ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખુબજ ઊંડી અસર પડતી હોય છે.

સામાન્ય રીતે જોવા મળે છે કે સ્વસ્થ સમાજ માંથી તેમજ સારા સામાજિક દરજ્જા વાળી વ્યક્તિ નુ માનસિક સ્વાસ્થ્ય સારું જોવા મળે છે તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે સમાજની સાથે રહેવાનું હોવાથી સમાજની આપણા પ્રત્યેની પ્રતિક્રિયાઓ તેમજ મનોવલણો ની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.પ્રસ્તુત સર્વેમાં પણ એ જ બાબત જોવા મળી છે કે સામાજિક સહકારની દરેક વ્યક્તિને જરૂરિયાત હોય છે.

જો સારો કે વ્યવસ્થિત સામાજિક સહકાર ન મળે તો તેની નિષેધ કસર નિષેધક અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. આ ઉપરાંત એ પણ જોવા મળે છે કે વ્યક્તિ જે તે સમાજ માં રહે છે, તેમની સાથે યોગ્ય રીતે સમાયોજન સાધી શકે ત્યારે તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે.

માનસિક ઘટકો : વર્તમાન સમયમાં માનસિક અશાંતિ ભર્યા વાતાવરણમાં જ લોકો પોતાનું જીવન જીવતા શીખી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે. લોકોની શારીરિક તંદુરસ્તી સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત હોવું જરૂરી છે. સતત દરેક વ્યક્તિ અનેક પ્રકારની હતાશા, તણાવ તેમજ અકારણ ચિંતા નો ભોગ બનતો જોવા મળે છે. તેની અમુક જરૂરિયાતો  સંતોષાતી નથી, તે પોતાની વાતો બીજાને કહી શકતા નથી એકંદરે એકલતા અનુભવે છે. જેને પરિણામે માનસિક તંગદિલી ઉભી થતા અનેક વિકૃતિઓ નો ભોગ બને છે.

શારીરિક ઘટકો: વ્યક્તિના જીવનમાં માનસિક, આવેગિક તેમજ સામાજિક ની સાથે સાથે શારીરિક કારણો પણ મનોવિકૃતિઓ માટે જવાબદાર હોઈ શકે છે. કોઈએ વ્યક્તિઓ કે જે શારીરિક ખોડખાપણ ધરાવતા હોય અથવા તો શારીરિક સક્ષમતા ધરાવતા વ્યક્તિઓ મનોવિકૃતિ થી વધુ પીડાતા હોય તેવા તારણો મળે છે.તેઓ સમાજના અન્ય લોકો સાથે હળીમળી શકતા નથી અને આંતર ક્રિયાઓ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવે છે પરિણામે તેઓ ક્યારેક પોતાના કૌશલ્ય વિકસાવી શકતા નથી અને કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને પૂરતી તકોનો અભાવ પણ હોઈ શકે છે. જેને લીધે તે માનસિક અશાંતિનો અનુભવ કરે છે અને તે મનોવિકૃતિઓ માં પરિણમે છે.

આર્થિક ઘટકો: જ્યારે વ્યક્તિ પોતાની અથવા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતોને યોગ્ય રીતે પોષી શકતા નથી ત્યારે એક માનસિક અસંતોષની લાગણી જન્મે છે, ઉપરાંત એક લઘુતાગ્રંથિ પણ વ્યક્તિમાં જન્મ લે છે. જ્યારે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે. ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ તેની સામે આવતી હોય છે, જેવી કે જરૂરિયાતોને પૂરી ન કરી શકવી ઈચ્છાઓને ન સંતોષી શકવી વગેરે.

આમ, જ્યારે આર્થિક દરજ્જો નીચો હોય ત્યારે જ્યારે જરૂરિયાતોમાં કાપ મૂકવો પડતો હોય છે, ત્યારે તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડતી જોવા મળે છે હાલના સમયમાં દેખાદેખી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકો તેમજ યુવાનોમાં દેખાદેખી નો ભાવ વધારે માત્રામાં જોવા મળે છે. જેના પરિણામે આર્થિક સમસ્યાઓનો સામનો ઘણી વખત કરવો પડતો હોય ત્યારે તેઓ લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે.

આમ માનસિક રીતે સ્વસ્થ રહેવામાં સામાજિક સાથ અને સહકારની ખુબ મોટી ભૂમિકા રહી છે. કોરોના સમયમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડવાનું એક કારણ એ પણ છે કે સામાજિક અંતર અને સામાજિક સાથ ઘટ્યો અને જેની નિષેધક અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડેલી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.