Abtak Media Google News

કોંગ્રેસ અ્ધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીની વર્કિંગ કમિટી સાથે બેઠક યોજી લોકસભાની ચૂંટણી માટે મહત્વના મુદા વિશે ચર્ચા કરશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં મહાત્માગાંધીની જન્મ જયંતિ નિમિતે હાજરી આપશે ત્યાર બાદ વર્ધાથી ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢશે

રાહુલ ગાંધીએ આજે વહેલી સવારે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં આવેલી બાપુકુટીરમાં પ્રાર્થના સભા યોજી ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીમાં પણ ભાગ લેશે અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અને લઈ કેટલીક મહત્વની જાહેરાત કરશે તેવું લાગી રહ્યું છે.

વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં રાહુલ ગાંધી આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે આ અંગે વધુ જણાવતા રણદીપસિંઘ સુરજવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી પદ યાત્રાની લીડ કરશે અને મહાત્માગાધીના ૧૫૦મી જન્મ જયંતિએ તેમને પુષ્પ અર્પણ કરી પદયાત્રામાં જોડાશે અને આ રેલી કલેકટર ઓફીસ સુધી જશે.

આ પદ યાત્રાને રાહુલ ગાંધીએ સંકલ્પ રેલી નામ આપ્યું છે. આ રેલીમાં રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈ પાર્ટીના હિતમાં કેટલીક મહત્વની જાહેરાત પણ કરવામાં આવશે. વધુમાં સુરજવાલે જણાવ્યું કે રાહુલ ગાંધીની આ મીટીંગ ઐતિહાસીક બની રહેશે.

૧૯૪૨માં મહાત્મા ગાંધીની આગેવાનીમાં ‘કવીટ ઈન્ડિયા’ની મુહિમ ચલાવવામાં આવી હતી જે ૧૯૪૮ સુધી ચાલી અને આજ ઐતિહાસીક સ્થળેથી આજે રાહુલ ગાંધી પણ આજ પ્રકારની ઝુંબેશ ઉપાડશે.

રાહુલ ગાંધી દેશમાંથી લૂંટ, જૂઠ, બટવારાને ભય ને દુર કરશે. જે રીતે મહાત્મા ગાંધી એ દરેક ભારતીયના અંતર આત્માને જંજોડી નાખ્યો તેવી રીતે જ રાહુલ ગાંધી પણ પોતાના વિચારો રજૂ કરી શકશે. વધુ માં સૂરજવાલે જણાવ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણા, હિંસા અને ભયને દૂર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.