Abtak Media Google News

નાણાકીય કટોકટી રોકવા કેન્દ્ર સરકારે વહીવટ પોતાના હાથમાં લીધો

ઇન્ફ્રાસ્ટકચર બિસીંગ અને ફાયનાન્સીય સર્વિસ હાલ રૂ ૯૧,૦૦૦  કરોડના દેવામાં ડુબેલી છે. અને તાજેતરમાં વ્યાજની રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલ પ્રાઇવેટ એનબીએફસી કંપની ના મેનેજમેન્ટ ઉપર કેન્દ્ર સરકારનો કબ્જો આવ્યો છે. માળખાકીય પ્રોજેકટો તૈયાર કરવા ઉપરાંત આઇ.એલ. અને એફ.એસ. એક શેડો બેંક છે. એટલે કે નોન બેંક ફાઇનાન્શિયલ ઇન્ટરમીડીઅરીઝ છે જે પરંપરાગત વ્યાપારી બેંકો જેવી સેવા પુરી પાડે છે. ત્યારે આ મસમોટા ફેરફારોથી સામાન્ય લોકોને શું અસર થશે.

Advertisement

આઇએલ એન્ડ એફએસ ડિફોલ્ટ થાય તો દેશની ક્રેડીટ માર્કેટ ઉપર તેની ગંભીર અસર પડી શકે છે. કંપની ડિફોલ્ટ થાય તો બેંકો વધુ મુશ્કેલીમાં મુકાશે કે જ એનપીએના મોટા દબાણમાં છે કોમર્શિયલ પેપર્સ ઉપર ડિફોલ્ટ થવાથી તેની અસર વ્યકિતગત રોકાણકારો ઉપર પડશે કારણ કે તે મ્યુચ્યુઅલ ફંડ છે તેમાં રોકાણ કરે છે અને કોમર્શીઅલ પેપર્સ પ્રમાણમાં સુરક્ષિત રોકાણ ગણાય છે. યુનિટ સંલગ્ન વીમા યોજના એન્ડાઉમેન્ટ પ્લાન, નેશનલ પેન્શન યોજના વિમાને પણ તેની અસર થશે.

તેની આડકતરી અસર પણ જોવા મળશે દાખલ તરીકે બેંગ્લોર મેટ્રો કન્સટ્રકશન પ્લાન સહીતના અસંખ્ય પ્રોજેકટમાં વિલંબ થવાની સંભાવના છે. જે વ્યકિતગત અસરની સાથે ખાનગી સરકારી કંપનીઓને પણ અસર કરશે. માટે આઇએલ એન્ડ એસએસના વહીવટ માટે નવા બોર્ડની રચના કરવામાં આવી છે. જેમાં ઉદય કોટકના વડપણ હેઠળ ૬ સભ્યોના નવ બોર્ડની રચના કરાઇ છે. છેલ્લા બે મહીનાથી કંપની વ્યાજની ચુકવણીમાં નિષ્ફળ જઇ રહી હોવાને કારણે હવે કેન્દ્ર સરકારે વહીવટ પોતાના હાથમાં લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.