Abtak Media Google News

મહામારીએ પર્યાવરણના રક્ષણ સાથે આગામી સમયમાં સાવચેત રહેવા માનવ જાતને પાઠ ભણાવ્યો : આગામી જમાનો ડિજીટલાઈઝેશન માટે તૈયાર કર્યો

કોરોના વાયરસના કારણે વિશ્ર્વ ડિજીટલ દુનિયા તરફ વધુ એક ડગલુ આકર્ષાયું છે. મહામારીના સમયગાળા પહેલા વિશ્ર્વમાં મોટાભાગની ગતિવિધિ રૂબરૂ મળીને થતી હતી. પરંતુ હવે ડિજીટલાઈઝેશનનો ઉપયોગ વધુને વધુ થવા લાગ્યો છે. પરિણામે એમ કહી શકાય કે કોરોના વાયરસની મહામારી નાબૂદ થયા બાદની દુનિયા ડિજીટલાઈઝેશન પર વધુ નિર્ભર રહેશે. પ્રદુષણ ઘટશે, વાતાવરણ ચોખ્ખુ થશે, લોકો મહામારીમાંથી માનવતા અંગે વધુ શિખશે તેવી આશા છે.

બિલ એન્ડ મર્લિંગા ફાઉન્ડેશન સાથે જોન્સ હોફિન્સ સેન્ટર ફોર હેલ્થ સિકયુરીટી અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ જેવી આંતરરાષ્ટ્રીય ઉચ્ચ સ્તરીય સંસ્થાઓએ વાયરસના આ જંગ સામેની લડત માટે ઈવેન્ટ-૨૦૧નો ૧૮, ઓકટોબર ૨૦૧૯થી અભિયાન શરૂ કર્યું હતું. આ સંસ્થાઓને એ વાત ધ્યાને આવી હતી કે, સરકારો, ઉધોગપતિઓ, જાહેર આરોગ્ય, નિષ્ણાંતો, કોવિડ-૧૯ જેવી આફતોની પૂર્વ તૈયારીઓ સામે સાવ વામણા પુરવાર થયા હતા. તેમના માટે પોતાના સંશાધકોને ભવિષ્યની કોઈપણ આફતો માટે સાબદે રહેવાનો સબક મળ્યો હતો અને હવે કોઈપણ પ્રકારનું સટડાઉન એ જીવન બચાવવાની કામગીરીની જરૂર પડે તો કેવી રીતે અર્થતંત્રને અસર કર્યા વગર બચાવ રાહત કામગીરી કરી શકાય. નર્સો, ડોકટરો, સામાજીક આગેવાનો અને મોરચાના યોદ્ધાઓ માટે આ વાયરસ સામે ઝઝુમવાનો એક મોટો પડકાર આવી પડયો છે અને કોવડના સંરક્ષણ પછીની પરિસ્થિતિમાં મોટી જાનહાની થવા પામી છે. અનેક દેશોને પોતાની આરોગ્ય સુવિધાઓ સુધારવાની આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા અભેદ બનાવવાની દવાઓ, સારવારની વ્યવસ્થા અને પોતાની મર્યાદાઓ વધારવાની જરૂરીયાતોનું સબક પશ્ર્ચિમી દેશોને ગુરૂજ્ઞાન અવિનારૂ બન્યું છે. આ જરૂરીયાત વૈશ્ર્વિક સ્તરે સામે આવી છે. મહાસત્તાઓથી લઈ ગરીબ દેશોને આવી મહામારીમાં હવે પછી તેમના તબીબી સ્ટાફનો ભોગ ન લેવાય તેવી વ્યવસ્થાનો એક નવો રસ્તો મળ્યો છે. બેજીંગથી નવી દિલ્હી સુધી લોકડાઉનએ હવાનું પ્રદુષણ સાફ કરી નાખ્યું છે. શ્ર્વાસ અને ફેફસા સંબંધી શેઢામાં પણ ઘટાડો થયો છે. અચાનક બરફ આચ્છાહિત હિમાલયની ધોલાધર પર્વતમાળાઓ જોજનો દુર જલંધરથી ચોખ્ખી દેખાવા લાગી છે. હવે આપણે આપણા અગાઉના પ્રદુષણના માર્ગે લોકડાઉન પછી ન જવું જોઈએ. આપણે એ પણ જોયું કે ઘર બેઠા કામ કરવાથી ટ્રાફિક અને પ્રદુષણની માત્રા ખુબ જ ઓછી થઈ ગઈ છે. ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને વિડીયો કોન્ફરન્સથી સેંકડો કિમી દુર ઘરે બેઠા બેઠા તેમાં ભાગ લઈ શકયા હતો. ઘરેલુ રીતે તૈયાર કરનારા ઉત્પાદનો, બાંધકામ મજુરો કામદારો, બસ, ડ્રાઈવર અને અન્ય ક્ષેત્રના મજુરો જોકે ઓનલાઈન કામ કરી શકતા નથી પરંતુ અન્ય વ્યવસાયકારો દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી માણસોની ઘટ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીને પોતાનું કામ ચાલુ રાખવાનો રસ્તો શોધવામાં સફળ થયા છે. કામદારો પોતાનું કામ બરાબર કરે છે કે નહીં તે માટે કેમેરાની વ્યવસ્થાથી કામદારો અને માલિકો વચ્ચે સંકલન ઉભુ થયું છે.

  • ન હોય… કોરોનાના કહેર વચ્ચે એમેઝોન ૭૫ હજાર નવી ભરતી કરશે

લોકડાઉન દરમિયાન જે રીતે ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે તેને લઈ જે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે લોકોને જે પરીવહન મારફતે ચીજ-વસ્તુઓ મળવી જોઈએ તે મળી શકતી નથી અને તેને લઈ ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થઈ રહ્યા છે. એક તરફ ઉધોગપતિઓ તેમના ધંધા-રોજગાર બંધ કરી રહ્યા છે તો બીજી તરફ એમેઝોન કોરોનાના કહેર વચ્ચે ૭૫ હજાર નવી ભરતી કરવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે. હાલ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, લોકડાઉન બાદ જયારે ધંધા-રોજગારો ચાલુ થશે ત્યારે સૌથી મોટી તકલીફ રો-મટીરીયલમાં જોવા મળશે ત્યારે આ તકલીફ વિકરાળ ન બને તે પૂર્વે જ એમેઝોન ૭૫ હજાર નવી ભરતી કરવાનો નિર્ણય લીધેલો છે જેમાં વેર હાઉસમાં કામ કરતા કર્મચારીઓ, ડિલવરી કરતા લોકો અને ડ્રાઈવરોની ભરતી કરવાનો નિર્ણય લીધેલ છે. હાલ આ લોકડાઉનમાં રીટેલ સાથે જોડાયેલા રીટેલ ઉધોગનાં માલિકોએ તેમના ધંધાને બંધ કરી દીધેલા છે. આ તકે લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક કેવી રીતે મળી રહે તે જોવાનું પણ એટલું જ જરૂરી છે પરંતુ હાલની સ્થિતિ જોતા તમામ ઉધોગો મંદ પડી

જતા લોકો સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન સૌપ્રથમ ૩૫૦ મિલિયન ડોલર વેઝ કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ સ્થિતિ વિકટ બનતાની સાથે જ એમેઝોને વૈશ્ર્વિક સ્તર પર જોડાયેલા કર્મચારીઓ માટે ૭૪૦ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરેલ છે. જયારે બીજી તરફ માંગમાં પણ અનેકગણો વધારો થઈ રહ્યો છે જેને પહોંચી વળવામાં સ્થાનિક ઉધોગો સફળ નિવડયા નથી ત્યારે એમેઝોન દ્વારા જે નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે તેનાથી લોકોને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ યોગ્ય સમયે મળી રહેશે તેવી આશા પણ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.