સુરેન્દ્રનગર શહેરમાં વ્યસનમુક્તિનો અમલ ક્યારે?

જાહેરમાં બિંદાસ્ત બીડી, સિગારેટ ફૂંકનારાઓ પર ‘લગામ’ ક્યારે?

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં અને તાલુકા મથકોમાં વ્યસનમુક્તિના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ગઇકાલે સાંજે જાહેરમાર્ગ પતરાવાળી ચોક વિસ્તાર પંચમુખી હનુમાનની પાસે એક રાજસ્થાની પરિવાર જાહેરમાં ખાખી બીડીનો સટ્ટો મારી રહી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં જાહેર માર્ગ ઉપર હજારો લોકોની અવરજવર વચ્ચે પતિ-પત્નિ ખાખી બીડીની સટો મારી રહી હતી. તેમની સાથે લગભગ ત્રણથી ચાર છોકરાઓ કપડા વગરના હતા અને પોતે જાહેર માર્ગો ઉપર હસી મજાક કરી રહ્યા હતાં. જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં વ્યસનમુક્તિનો દિવસ હોય છે ત્યારે જ શહેરના જાહેર માર્ગો ઉપર લોકો બેનર સાથે વ્યસનમુક્તિ અને વ્યસનથી થતું નુકશાન અંગેની જાહેરાતો કરી સુરેન્દ્રનગરને વ્યસન મુક્ત બનાવવાની સાથે રેલીનું આયોજન પણ થતું હોય છે અને સરકાર દ્વારા કરોડોનો ખર્ચો કરી વ્યસનમુક્તિની જાહેરાતો કરવામાં આવતી હોય છે ત્યારે શહેરમાં 24 કલાક ધમધમતા વિસ્તારમાં પતિ-પત્નિ સાથે બીડી પી રહી હતી ત્યારે વ્યસનમુક્તિનો અમલ ક્યારે તે પણ એક પ્રશ્ર્ન જનતામાં ચર્ચાયો છે.