Abtak Media Google News

ભારત વર્ષમાં સાત દાયકાઓ પછી ચિત્તાનો દબદબો સજીવન કરનાર મોદીનો ‘વાઈલ્ડ લાઈફ પ્રેમ’ કાઠીયાવાડી અશ્વની પણ કિસ્મત બદલશે ?

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની પ્રાચીન ઋષિ સંસ્કૃતિ અને ખાસ કરીને વન્યજીવન સૃષ્ટિ ની સમૃદ્ધિ દાયકાઓ નહીં પરંતુ સદીઓથી ભારે મોટી વિરાસત ધરાવતી હતી..

આધુનિક વિશ્વમાં પણ ભારત એક એવો દેશ છે કે જે પ્રકૃતિની ખેવ્ના માટે વિશ્વ ગુરુ બની રહ્યું છે.. વિશાળ વસ્તી અને વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં આજે પણ પ્રાણીઓ અને વૃક્ષોની માત્ર જાળવણી અને ખેવના જ નહીં પરંતુ તેનું જતન અને “પૂજન” થાય છે.. આજે ભારતના ઇતિહાસમાં વાઇલ્ડ લાઇફની એક એવી ઘટના આકાર લઈ રહી છે કે જેમાં દેશના પ્રાકૃતિક પ્રેમની પ્રતીતિ થાય છે. એક જમાનામાં હજારોની સંખ્યામાં વસતા અલભ્ય ચિતા અત્યારે દેશમાં લુપ્ત થઈ ચૂક્યા છે ત્યારે યોગા નું યોગ આજે 17મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જ નામબિયા થી લાવવામાં આવેલા આઠ ચિતાને મધ્યપ્રદેશના કુનો જંગલમાં મુક્ત કરીને દેશમાં ફરીથી ચિતાનું આગમન કરાવવામાં આવ્યું છે….

સૌરાષ્ટ્રમાં એકમાત્ર જગ્યાએ અત્યારે વસવાટ કરી રહેલા એશિયા સિંહો એક જમાનામાં સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં હયાત હતા, કાલક્રમે એશિયાટીક સિંહો માત્ર ગીરમાં જ રહ્યા જોકે હવે સિંહના સંવર્ધનથી તેની વસ્તી વધી રહી છે …અલબત્ત ચિતાની ખેવના થયા પહેલા જ તે લુપ્ત થયા… એક જમાનામાં રાજાશાહી વખતમાં અને શિકાર યુગમાં ચિતાને પાલતુ પ્રાણી તરીકે સમાજમાં ખૂબ જ સલામત સ્થાન હતું ચિત્તો હિંસક હોવા છતાં મિલનસાર સ્વભાવના કારણે પાલતુ પ્રાણી તરીકે રાખવામાં આવતો હતો ચિતાને શિકાર પાર્ટીમાં સામેલ કરીને જંગલમાં છોડી મૂકવામાં આવે તો તે અન્ય પ્રાણીઓને જીવતા પકડીને શિકારીઓ સુધી પહોંચાડવા માટે ઉપયોગી હતા.

જૂનાગઢ નવાબે ચિતાના જતન માટે ખાસ કાળજી રાખી હતી, ચિતા રાખતા પણ હતા અને ચિતાખાના ચોક નામની જગ્યા આજે પણ નવાબના ચિતા પ્રેમની પ્રતીતિ કરાવે છે, જુના જમાનામાં રેસ અને રમતગમતમાં પણ ચિતાની હરીફાઈ મનોરંજન નું સાધન હતું બદલાતી જતી આબોહવામાં ચિત્તો ભારતમાં અનુકૂળ ન રહી શક્યો અને લુપ્ત થયો છે ..ત્યારે ફરીથી ચીતાને ભારતમાં મહાલવા માટે વાઇલ્ડ લાઇફ લવર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વ્યક્તિગત ચિંતા કરીને ચિતાનું ભારતમાં આગમન કરાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વ્યક્તિગત રીતે પ્રકૃતિ પ્રેમી અને ખાસ કરીને વન્ય જીવ સૃષ્ટિને ચાહવા વાળા છે.. ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે ન ભૂતો ના ભવિષ્ય વડાપ્રધાનના દ્રષ્ટિકોણથી ગિરનાર જંગલને વિશ્વ સમક્ષ બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે મુકાવ્યો અને બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને “કુછ દિન તો ગુજારીએ ગુજરાતમે”… ની.. જાહેરાતથી ગીર અને સિંહના પ્રવસનને એક નવી દિશા આપી.. લુપ્ત થયેલા ચિતાને ભારતમાં વસાવવાના વડાપ્રધાનના પ્રયાસો પણ વિલ્ડ  લાઈફમાં એક નવો જ યુગ આરંભસે….. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગીરના સિંહો ની જેમ જ લુપ્ત થયેલા ચિતા ની સાથે સાથે અશ્વપ્રેમ પણ હૈયામાં રાખીને બેઠા છે.. ગુજરાતની નહીં પરંતુ વિશ્વમાં જેની જાતવંત અશ્વ તરીકે ની ગણના થાય છે તેવા કાઠીયાવાડી અશ્વના સંવર્ધન માટે પણ વડાપ્રધાન હૈયામાં વિચારી રહ્યા છે.

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કાઠીયાવાડી અશ્વનું સંવર્ધન અને વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રકૃતિ પ્રેમ નો લાભ લેવો જ રહ્યો આજના દિવસે દેશભરમાં સંસ્કૃતિ પ્રેમી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાનને પણ દેશ અને ખાસ કરીને એક અનોખી ભેટના રૂપમાં ચિતાનું દાયકાઓ પછી દેશમાં પુન: વસંત કરાવવાનું સપનું પૂરું કર્યું છે આ જ રીતે સૌરાષ્ટ્રમાં આજના દિવસના શુકનવંતા પ્રયત્નોને મુરત ગણીને કાઠીયાવાડી અશ્વ ના સંવર્ધન માટે પણ કંઈક કરવું જોઈએ.. જો કાઠીયાવાડી અશ્વના સંવર્ધન માટે કોઈપણ એક ડગલું આગળ વધશે તો તેને હરણફાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાઇલ્ડ લાઇફ પ્રેમથી મળશે જ તેમાં બે મત નથી

વડાપ્રધાન વાઈલ્ડ લાઈફના સાચા હિમાયતી: અમિત શાહ

Amit Shah To Meet Top Bjp Leaders In Mumbai Ahead Of Civic Body Polls - India News

વડાપ્રધાન મોદીજીના વાઈલ્ડ લાઇફ પ્રેમની શું વાત કરવી. એક વખત હું જ્યારે પક્ષનો પ્રમુખ હતો ત્યારે વડાપ્રધાનના કાર્યાલયમાં એક ખૂબ જ મહત્વના મુદ્દે મીટીંગ ચાલતી હતી ત્યાં એક મોર આવ્યો અને કાચની દીવાલો પર ચાંચ મારવા લાગ્યો. બે ત્રણ મિનિટ આ પ્રક્રિયા ચાલી ત્યારબાદ મોદીજીએ  બેલ વગાડી માણસ બોલાવ્યો અને કહ્યું કે આને ભૂખ લાગી લાગે છે. દાણા પાણીનો સમય થઈ ગયો તમે એને કંઈક ખવડાવો એની ચિંતા કરો.

વડાપ્રધાનના હૈયે કાઠિયાવાડી અશ્ર્વનું હિત: કમલેશ જોષીપુરા

Kamlesh Joshipura

દુનિયા આખીમાં કાઠીયાવાડી અશ્વ જગવિખ્યાત છે .કહેવાય છે કે મહારાણા પ્રતાપના ચેતક ની મૂળ નસલ કાઠીયાવાડી હતી અરબી ન હતી.કાઠીયાવાડી અશ્વની જીવનશૈલી અને જીવન પ્રત્યેની બહુ પરિમાણીય ખાસ્યતો વિશિષ્ટ હોય છે. કાઠીયાવાડી અશ્વ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સંશોધન કરવું જોઈએ.અહીં સંશોધન કેન્દ્ર પ્રસ્થાપિત કરવાની જરૂર છે.કાઠીયાવાડી ઘોડા નું સંશોધન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં કરે તો કોણ કરશે?

હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે કાઠીયાવાડી અશ્વની હૈયામાં ચિંતા છે.નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એક દિવસ અમૃતભાઈ પટેલનો ફોન આવ્યો કે મોદી સાહેબ પૂછતા હતા કે કાઠીયાવાડી અશ્વના પ્રોજેક્ટ ત્યાં સુધી પહોંચ્યો? વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી ને હૈયે કાઠીયાવાડી અશ્વની ખેવના છે. વડાપ્રધાનના આ અભિગમ થી ચિતાની જેમ દેશમાં કાઠીયાવાડી અશ્વની પણ કિસ્મત બદલશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ કાઠીયાવાડી અશ્વના સંશોધન કેન્દ્ર માટે આગળ આવવાનો હવે સમય પાકી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.