Abtak Media Google News

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મોઢેરામાં રૂ.3092 કરોડથી વધુના વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ: દેલવાડા ખાંટ ખાતે જંગી જાહેરસભા સંબોધી

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના પ્રવાસના પહેલા દિવસે મોઢેરા ખાતે વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ જેમાં સુર્ય મંદિર ખાતે 3ઉ પ્રજેકશન, હેરિટેજ લાઇટીંગનું ઉદ્ઘાટન તથા મોઢેરા સુર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યુ તેમજ મોઢેરાને ભારતનું પ્રથમ સોલર પાવર વિલેજ જાહેર કર્યુ. આમ કુલ રૂ.3092 કરોડથી વધુના વિકાસના પ્રકલ્પોનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ અને ખાકમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે થયું. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ે મહેસાણા ખાતે દેલવાડા ખાંટ ખાતે જાહેરસભાને સંબોધન કર્યુ. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રાચિન સૂર્યમંદિરની પ્રતિક્રૃતિ અર્પણ કરી સ્વાગત કર્યુ ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સુર્યદેવની ઔલોકીક મુર્તી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ેને ભેટ આપી સ્વાગત કર્યુ.

નરેન્દ્રભાઇ મોદીએે સંબોધન કરતા જણાવ્યું કે, આજે મોઢેરા, મહેસાણ સહિત ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જાનો સંચાર થયો છે. વિજળી, પાણી, રોડ, રેલ, ડેરીથી લઇ સ્વાસ્થ્યના ઘણા પ્રોજકેટનું આજે લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. વિકાસના આ કાર્યો રોજગારીની તકો પણ ઉભી થશે. ખેડૂતો અને પશુપાલકોની  આવક વઘારવામાં આ પ્રોજેકટથી મદદ મળશે.

Img 20221009 Wa0159

મોદીે વધુમાં જણાવ્યું કે, આ સહયોગ છે કે આજે શરદ પુર્ણિમા છે અને આજે મહર્ષિ વાલ્મીકિજીની જંયતી પણ છે. મહર્ષિ વાલ્મીકિજીએ આપણને ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરાવ્યા અને સમાંતરનો સંદેશ આપ્યો. પહેલા લોકો મોઢેરા સુર્યમંદિરના કારણે જાણીતું હતું આજે મોઢેરાના સુર્ય મંદિરથી પ્રેરણા લઇ મોઢેરા સુર્યગ્રામ પણ બની શકે છે તે એક સાથે દુનિયામાં ઓળખાશે. મોઢેરાના સુર્ય મંદિરને ધ્વસ્ત કરવા જે આંક્રાંતાઓએ ખુબ પ્રયાસો કર્યા આજે પૌરાણીક તેમજ આધુનિકતા સાથે દુનિયા માટે એક મિશાલ બનશે. જયારે પણ દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલુ નામ દેખાશે. અંહી બધુ હવે સોલર ઉર્જાથી ચાલશે.  મોદી ે વધુમાં જણાવ્યું કે, 21મી સદીમાં આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઉર્જાથી જોડાયેલા આવા ઘણા પ્રયાસો કરવાના છે. ગુજરાત સહિત દેશ અને આપણી આવનાર નવી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ રાત મહેનત કરી દેશને યોગ્ય દિશામાં લઇ જવા સતત પ્રયાસ કરી રહ્યો છું. મોઢેરામાં હવે એ દિવસ દુર નહી હોય જ્યાં મોઢેરામાં વિજળી ફ્રી મળે ઉપરથી રૂપિયા પણ મળે. અત્યાર સુઘી એમ થતુ કે સરકાર વિજળી ઉત્પન્ન કરે અને જનતા ખરીદતી  પરંતુ હું દેશને એ રસ્તે લઇ જવા માંગુ છું કે જનતા વિજળી ઉત્પન્ન કરે અને સરકાર વિજળી ખરીદે. અંહી ઉપસ્થિત 20 થી 22 વર્ષના યુવાનોને જાણ નહી હોય કે પહેલા મહેસાણાની સ્થિતિ કેવી હતી. વિજળી, પાણી માટે હાલાકી પડતી હતી તે દિવસો ઉત્તર ગુજરાતે જોયા છે.

મોદી ે વધુમાં જણાવ્યું કે, અમેરિકામાં લોકો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોવા જાય છે તેના કરતા વધારે આપણું સ્ટેચ્યૂ ઓફ યુનીટી જોઇ સરદાર ના ચરણોમાં વંદન કરે છે.  આ મોઢેરા ટુંક સમયમાં ટુરિઝમનું સેન્ટર બની જશે. અંહી આવનારો ટુરિસ્ટ નિરાશ થઇને ન જાય તેનું આપ ધ્યાન રાખજો. ગુજરાતમાં ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યુ છે, જાપાન વાળા ગાડી બનાવે અને અંહી બનેલી ગાડી જાપાન મંગાવે તે રીતનું કામ આજે ગુજરાતમાં થયું છે. પહેલા ગુજરાતમાં સાયકલ બનાવવાના ફાફા હતા, આજે ગાડીઓ બની રહી છે. જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી તે ગુજરાતમાં ગાડી, મેટ્રોના કોચ બનવા માંડયા અને તે દિવસ પણ દુર નહી હોય કે વિમાન પણ ગુજરાતની ઘરતી પર બનશે. બે દશકમાં ધાર્મિક સ્થળોના ખૂબ વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે.

Img 20221009 Wa0191

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, શરદપુર્ણિમાના પાવન અવસરે મહેસાણા જિલ્લાને ઐતિહાસીક વિકાસના કામોની ભેટ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ે આપી છે તે બદલ તેમનો સમગ્ર ગુજરાતની જનતા વતી આભાર. ગુજરાતમાં આદરણીય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શનમાં વિકાસનો ચંદ્ર સોળે કળાએ ખિલ્યો છે.  નરેન્દ્રભાઇના વરદ હસ્તે ખાતમુહૂર્ત થાય અને તે કાર્યોનું લોકાર્પણ પણ તેમના કાર્યકાળમાં થયા છે. એક સમય હતો કે ગુજરાતમાં પુરતી વિજળી મળતી ન હતી પરંતુ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ે ગુજરાતની જનતાની પીડા સમજી ગુજરાતને 24 કલાક વિજળી મળે તે માટે કામ કર્યુ. મોઢેરા ગામને હવેથી સોલર ઉર્જા સંચાલીત વિજળી 24 કલાક મળશે. મોઢેરા દેશનું સૌ પ્રથમ સૌર્ય ઉર્જા સંચાલિત ગામ બન્યું છે. મોઢેરા સુર્ય મંદિર ખાતે રૂ.8.81 કરોડના ખર્ચે 3ઉ પ્રોજકેટસ મેપિંગ અને હેરિટેજ લાઇટીંગ શોનું વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે શરૂ થશે. ગુજરાત ઉર્જા ક્ષેત્રે સરપ્લસ રાજય બન્યું છે. ડબલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં રેલ લાઇનના ગેજ રૂપાતંરણ, નવી રેલ લાઇનની સ્થાપના, રેલ ઓવર અને અંડર બ્રિજના વિસ્તૃતિકરણના કામો ઝડપથી થઇ રહ્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા ઘણી આગળ લઇ જવાની છે. ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ ગુજરાત બનાવવાનો અમૃતકાળ આવ્યો છે તે સૌ સાથે મળી સાકાર કરીશું.

આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી, રાજયનામંત્રીઓ  ઋષિકેશભાઇ પટેલ,  રાઘવજીભાઇ પટેલ,  કનુભાઇ પટેલ,  જગદીશભાઇ વિશ્વકર્મા,  મુકેશભાઇ પટેલ,  નિમિષાબેને સુથાર,  અરવિંદભાઇ રૈયાણી, સાંસદઓ મતી શારદાબેન પટેલ,  ભરતભાઇ ડાભી,  જુગલજી લોખંડવાલા, પુર્વ ઉપમુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતિનભાઇ પટેલ, ધારાસભ્યઓ  રમણભાઇ પટેલ,  અજમલભાઇ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ પટેલ, સંગઠનના પદાધીકારી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના હસ્તે કાલે ઉજ્જૈનમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન

Img 20221009 Wa0192

ઉજ્જૈનમાં મહાકાલ લોકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાલે 11મીએ ઉદઘાટન થશે. 793 કરોડ રૂપિયાના મહાકાલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં કામોને પૂર્ણ થઈ ગયા છે. આમાં મહાકાલ પથ, મહાકાલ વાટિકા, રુદ્રસાગર તળાવના કિનારાનું ડેવલપમેન્ટ સામેલ છે. પ્રોજેક્ટ બે રીતે તસવીર બદલશે. પહેલી દર્શનમાં સરળતાથી થસે. બીજી દર્શનની સાથે લોકો ધાર્મિક પર્યટન પણ કરી શકશે. કેમ્પસમાં ફરવા, રહેવા, આરામ કરવાથી લઇને તમામ સુવિધાઓ હશે. મંદિરનું ક્ષેત્રફળ 47 હેક્ટર થઇ જશે. અહીં કોરિડોરમાં ભગવાન શિવની કુલ 199 મૂર્તિઓ અને તેમની સાથે સંબંધિત ઘટનાઓ સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિઓની નજીકના ફુવારાઓ અને ભગવાનના ચમકતા ભીંતચિત્રો તેની સુંદરતામાં વધારો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.