Abtak Media Google News

ગ્લોબલ ફાઇનાન્શ્યલ માર્કેટ જ્યારથી ઇશભિંજ્ઞશક્ષ, અહભિંજ્ઞશક્ષ, કઈંભિંજ્ઞશક્ષ જેવા નામ સાંભળતું થયું ત્યારથી ભારતમાં ડિજીટલ કરન્સીનાં યુગ શરુ થવાના ભણકારા વાગી રહ્યા છે. સૌ પ્રથમ 2017 માં ભારત સરકાર ‘લક્ષ્મી‘ નામે ડિજીટલ કરન્સી લાવી રહી હોવાના અહેવાલો આવ્યા હતા. પરંતુ એક તરફ સરકાર ક્રિપ્ટો કરન્સીનો વિરોધ કરતી હોય ત્યારે પોતે જ આવી કરન્સી કેવી રીથે લાવી શકશે એ એક ચર્ચાનો મુદ્દો હતો. વળી એક જ દેશમાં બે કરન્સીનો ઉપયોગ પણ કેવી રીતે કરવો તે બીજો સવાલ હતો.

ત્યારબાદ ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યાબાદ સરકારે ફરી એકવાર ડિજીટલ કરન્સી ફ્લોટ કરવાની હા ભણી, અને છેલ્લે તો નાણામંત્રીએ કેન્દ્રિય બજેટમાં દેશમાં આવી કરન્સી લાવવાની સરકારની ઇચ્છા ઉપર ભાર મુક્યો. બસ સવાલ એ જ હતો કે વિશ્વમાં ચાલતી અન્ય ક્રિપ્ટો કરન્સીનાં કારોબારમાં જે જોખમો છે તેનાથી ભારતનું રક્ષણ કેવી રીતે કરવું?   અંતે હવે સરકારે ડિજીટલ રુપિયો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇ-રૂપિ ના નામે કદાચ આ કરન્સી શરૂ કરવામાં આવશૈ. જેના માટે સરકારે હાલમાં ક્ધસેપ્ટ પેપર પણ રજૂ કર્યુ છે. સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (ઈઇઉઈ) ને  પ્રમાણિત કરન્સી  જાહેર કરવા ઉપર આખરી ચર્ચા શરૂ થઇ છે.

યાદ રહે કે ભારતની ડિજીટલ કરન્સીમાં ટેકનિકલ મુદ્દાઓ ક્રિપ્ટો કરન્સી જેવા જ હશે, આમ છતાં તે અન્ય ક્રિપ્ટો કરન્સી જેવું જોખમ નથી. આ કરન્સી હાલનાં રૂપિયાનું ડિજીટલ સ્વરૂપ હશે. જે હાલના રુપિયાની કિંમત જેટલી જ કિંમત સાથે ચલણમાં આવશે. જે નાણાની ચુકવણી, તેમ જ તેની ખરીદી માટે વાપરી શકાશે. હાલનાં ક્ધસેપ્ટ પેપરમાં આ ચલણ શરૂ કરવા પાછળનો હેતુ, લાભ તથા જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુસદ્દા ઉપર વિવિધ નાણાકિય સેક્ટર સાથે વિગતવાર ચચાર્ચા પણ થશે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં  ઇ-રૂપિના અમલનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ પણ કરવામાં આવશે. રિઝર્વબેંકનું અનુમાન છે કે ડિજીટલ કરન્સી હાલની રૂપિયાની ચલણી નોટો કરતા કિંમતમાં વિશેષ કાંઇ વધારે નહી અને કાંઇ ઓછું પણ નહી સ્વીકારે. પરંતુ તે વપરાશમાં વધુ સુરક્ષિત, સરળ અને સામાન્ય માણસ ઉપયોગમાં લઇ શકે તેવી હશે. ઇ-રૂપિ એ દેશાં નાણાકિય વ્યવહારો  કરવા માટેનો એક વિકલ્પ બનશે.

વૈશ્વિક મંચની વાત કરીએ તો ચીન, ઘાના, જમૈકા, તથા અમુક યુરોપિયન દેશો આવી કરન્સીની સફળતા ઉપર અભ્યાસ કરી રહ્યા છે. જમૈકાએ હાલમાં જ પ્રયોગ રૂપે ઉંઅખ-ઉઊડ લોન્ચ કરી છે, ચીનનો ઇ-યુઆન ઓલિમ્પિકમાં પ્રાયોગિક રીતે શરૂ થયો હતો.  હાલમાં નવ દેશોમાં ડિજીટલ કરન્સી સંપૂણ અવસ્થામાં સક્રિય છે. બહામાસનાં સેન્ડ ડોલર 2019 માં શરૂ થયેલ પ્રથમ ડિજીટલ કરન્સી છે. હાલમાં જી-20 દેશોમાંથી 19 દેશો પોતાની ડીજીટલ કરન્સી શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે. જ્યારે 16 માં પાઇલોટ પ્રોજેક્ટ ચાલુ છે. અલબત્ત આ દેશોની યાદીમાં ચીન, જાપાન તથા ભારતનું પણ નામ છે.

આમ નાગરિકોની મુંઝવણ દૂર કરવા જણાવી દઇઐ કે ઇ-રૂપિ અને બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સી વચ્ચે ઘણો તફાવત રહેશે. આપણા ઇ-રૂપિ રિઝર્વ બેંક દ્વારા જ ઇશ્યુ કરાશે, અને તેનું નિયમન પણ રિઝર્વ બેંક જ કરશે. દેશમાં બિટકોઇન અને ડોલર એવી બે જુદી-જુદી કરન્સી નહીં હોય. બીજા શબ્દોમાં કહીએ તો હાલની ચલણી નોટનું એજ કિંમતનું ડિજીટલ સ્વરુપ હશે. રિઝર્વ બેંક હોલસેલ ને રિટેલ એમ બે ગ્રુપ માટે ઇ-રૂપિ લોન્ચ કરશે. કોઇપણ ગ્રાહક ઇ-રૂપિ તેની બેંક કે સર્વિસ પ્રોવાઇડર મારફતે વોલેટમાં જમા રાખી શકશે.  હાલનાં મોડેલ પ્રમાણે રિઝર્વ બેંક ઇ-રૂપિ ઇશ્યુ કરશે જ્યારે બેંકો તેનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકશે.

અહીં સૌથી મહત્વની વાત છૈ કે બેંકમાં જમા ઇ-રૂપિ ઉપર ખાતેદારને વ્યાજ મળવાની સંભાવના નથી. જો કે અંહી વ્યાજ મહત્વનું નથી, અહીં ચર્ચા એ થવી જોઇએ કે શું ભારતને આવી કરન્સીની ખરેખર જરૂરિયાત છે? નકલી નોટો તથા કાળું નાણું નાથી શકાય એમ હોય તો ચોક્કસ ભારતને તેની જરૂર છે. આ ઉપરાંત દેશમાં રોકડાનો વ્યવહાર ઘટાડવાથી લોકોની તકલીફ વધે કે ઘટે? એ પણ જાણવાની જરૂર છે. આ ઉપરાંત એ પણ જાણવું જરૂરી છે કે જો આપણે આ પગલું નહી ભરીએ તો આપણી જનતા અન્ય ડિજીટલ કરન્સી તરફ વળવાના ચાન્સ કેટલા છે? જો તેઓ અન્ય કરન્સીમાં કારોબાર કરવાના જ હોય તો ભારત આવું ચલણ લાવે તે ઇચ્છનીય છે. ખેર હજુ સરકારનો આ પ્રયોગ પ્રાથમિક છે જેના પરિણામો જોયા બાદ માળખું બદલાઇ પણ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.