Abtak Media Google News

ભારતમાં સૌથી વધુ પૂજાતા પરમેશ્વર કૈલાસપતિ શિવશંકર છે, આજથી આરંભાતો શ્રાવણ માસ શંકરની આરાધનાનો મહિમા છે

શ્રાવણ મહિનો કથા-શ્રવણનો મહિનો છે એ પવિત્ર હોવાના કોયનાય પ્રમાણપત્રની આવશ્યકતા હોઈ શકે નહિ. જેમ માતાના ધાવણ એ શિશુનાં સ્મિતને આઈએસઆઈના માર્કાની જરૂર નથી હોતી એવું જ શ્રાવણ માસ માટે કહી શકાય.

Advertisement

આ વખતનો શ્રાવણ માસ એવા સમયે આવ્યો છે કે, જયારે આપણા દેશની રાજકીય અને સામાજીક હાલત સંતોષના ઓડકાર આવે એવી સારી નથી.

ચૂંટણીઓ પછીના કેન્દ્રીય પ્રધાનમંડળનું સ્વરૂપ અજાણ્યાને વણનોતર્યા પરોણા જેવું હોવાની ટકોર થઈ ચૂકી છે. એને પોતાની ઓળખ આપવી પડે છે. હોશિયારીની અને ‘શ્રાવણ’ જેવી નખશીખ પવિત્રતાની તેમજ ખાનદાની અને ઈમાનદારીની ખાતરી કરાવવી પડે છે. મતિભ્રષ્ટતાએ આપણા સામાજીક અને રાજકીય તાણાવાળાઓને ર્જીણશીર્ણ બનાવી દીધા છે.

ચરક મહર્ષિએ એક જમાનામાં સમાજને અને રાજયને એવો આદેશ આપ્યો હતો કે પાપયુકત આચરણ કરતા પુરૂષોની સંગત ન કરવી, ચાડીયા અને કજીયાખોર પુરૂષોની સોબત ન કરવી વાણી અને વર્તન જેમના કાબુમાં ન હોય તેવા પુરૂષોનો સંગ ન કરવો, મર્મપીડક ઉપહાસ કરનારા પુરૂષોનો, લોભી પુરૂષોનો, અન્યની ઉન્નતિમાં દ્વેષ કરનારા, પુરૂષોનો, શઠ પુરૂષોની, તથા નિર્દય અને ધર્મહીન લોકોનો સંગ ન કરવો, નરાધમોનો ત્યાગ કરવો ચરક મહર્ષિએ એવો આદેશ પણ આપ્યો હતો કે, પુષ્કળ, બુધ્ધિવાળા, પ્રબુધ્ધા, શ્રેષ્ઠ વિદ્યા ધરાવતા વિધાવાનો, વયશીલ અને ધૈર્યવાન પૂરૂષો, સ્મૃતિસંપન્ન, સમાધિયુકત અને વૃધ્ધોની સેવા કરવાની માનસીકતા ધરાવનાર પૂરૂષોનો સંગ કરવો, સુવ્રતનું પાલન કરનાર, પવિત્ર શ્રવણ અને પવિત્ર દ્રષ્ટીવાળા પૂરૂષોની જ સંગત કરવી.

સહુ કોઈ જાણે છે કે, આ દેશમાં વિવિધ ક્ષેત્રે, ખાસ કરીને રજાકીય ક્ષેત્રે નિષ્નો લોપ થયો છે. દેશદાઝનું નામનિશાન રહ્યું નથી. રાજગાદીનાં સંમોહને રાજપૂરૂષોને એનાં એવા ગુલામ બનાવી દીધા છે કે વતન પરસ્તીનો કડસુલો બોલી ગયો છે. તથા રાજકીય અને આર્થિક સ્વતંત્રતા પર ગંભીર ખતરો લટકતો થયો છે ! લગભગ બધે જ ધાર્મિકતા અધાર્મિકતા અને સાચ જુઠનાં બેવડા ધોરણો વચ્ચે કુતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણી સીમ ભણ જેવો ઘાટ આપણા હાલનાં રાજકારણમાં દ્રષ્ટીગોચર થયા વિના રહેતો નથી.

રાજકારણમાં કે અન્ય ક્ષેત્રે નેતાની પસંદગીમાં ભૂલ ખાવી, એ કોઈ દેશને પોસાય નહિ.

નેતૃત્વ વિહોણી સેના કંઈ પણ કરવા સમર્થ હોતી નથી સબળ અને સક્ષમ સેનાપતિ જ યુધ્ધમાં જીત અપાવી શકે એ સત્ય કોણ નથી જાણતું?

આપણે ત્યારે કેટલા બધા મોટા ગણાતા લોકો આકાશમાં કેટલાક વાદળની જેમ ગાજયા કરે છે, પણ નથી વરસતા અથવા નથક્ષ ખિરાઈ જતા.

આપણે જેને સર્વોપરિ ગણાવીએ છીએ અને મંદિરની ઉપમા આપીએ છીએ એ સંસદનું ચોમાસુ સત્ર જે ધારણ સાથે શરૂ થયું હતુ તે તદન જુદી જ રીતે તથા જૂદા જ પરિણામ સાથે સમાપ્ત થયું હતુ એમાં આપણા દેશની નબળાઈઓનો અવસર આખા વિશ્ર્વને આવી ગયો અને શત્રુને પણ આવી ગયો એ નિર્વિવાદ છે.

મંદિર સંસ્કૃતિને વરેલા લોકો મંદિરમાં બેઠાબેઠાય મંદિરની પરંપરાગત ગતિવિધિઓને અભેરાઈએ ચડાવે છે અને મંદિરને બનાવટનાં વાઘા પહેરાવે છે.!

અત્યારે દેશમાં જે રાજદ્વારી તંગદીલી પ્રવર્તે છે તે કોના પાપે પ્રવર્તે છે એ ઓછુ રહસ્યમય નતી!… આ તંગદીલીના પ્રયોજન વિશે પણ સાચુ કહેવાની દાનત કાઈ દાખવતા નથી ! કારગીલના યુધ્ધ વખતે આવું જ બન્યું હતુ!

૧૮૫૭ના વિપ્લવ વખતનુયં રાજકારણ આજે નથી રહ્યું એ નિ:સંદેહ છે. હાલનું રાજકારણ બેસુમાર દુષિત છે અને સતાલાલસા મજ મતિભ્રષ્ટતાએ એને ગોબરૂ ગંધારૂ કરી મૂકયું છે. સદગૂરૂ પરમાત્મા જેવા દીર્ધદ્રષ્ટા મહામાનવનું વરદાન અને અલૌકિક શકિત પામવા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના સાથીદારો સાથે તેમના શરણે અવશ્ય આવે છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી કયારેય એ ડોકાતા નથી એવી ટકોર આ માનવેશ્ર્વરનાં સામિપ્યમાં થયા વિના રહેતી નથી. ૧૮૫૭ના વિપ્લવ વખતના રાજકારણ અને હાલનાં રાજકારણ વચ્ચે તફાવત છે. રાજકીય પક્ષો અને રાજકારણીઓ આવી જ માનસીકતા સેવે છે. રાજકારણી બનાવટનું અને એમાંથી સર્જાતી, મતિ ભ્રષ્ટતાનું આ વરવું ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.