Abtak Media Google News

રાજુલા: કારની ઠોકરે ઘવાયેલી માસુમ બાળકીનું મોત, બે ઇજાગ્રસ્ત

આઇસ્ક્રીમ ખાઇને પરત ફરતી વેળાએ કાકાની નજર સામે જ ભત્રીજીને કાળ આંબી ગયો

રાજુલા છતડીયા રોડ પર સરસ્વતી સ્કૂલ પાસે તારીખ 18 ના રોજ રાત્રિના 10:30 કલાકે ધસમસતી આવતી કાર સાથે મોટરસાયકલ અથડાઈ જતા જોરદાર અવાજ થયો હતો જે સાંભળી તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતે ઘાયલને 108 મારફત રાજુલા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે લાવવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષીય બાળાનું મૃત્યુ થયું હતું સ્થળ પર પીઆઇ દેસાઈ ટાઉનબીટના ભરતભાઈ વાળા, મિતેશભાઈ વાળા, રોહિતભાઈ પરમાર સહિત પોલીસ સ્ટાફ દોડી આવેલ અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી ફરિયાદ કરનાર કિરણભાઈ ઉર્ફે કૌશિકભાઇ બચુભાઈ શિયાળ ઉંમર વર્ષ 21 ધંધો વેપાર પોતાની સાથે હમીરભાઇ તથા કૌશિક ભાઈ ના મોટાભાઈ ની ત્રણ વર્ષની બાળા ઉર્વશી ને લઇ ગામમાં આઈસ્ક્રીમ ખવડાવવા માટે  આવ્યા હતા.

Advertisement

આઇસ્ક્રીમ ખવડાવી પરત ફરી રહ્યા હતા તે વખતે છતડીયા રોડ પર સરસ્વતી સ્કૂલ પાસે પહોંચતા 10:30 કલાકે આ સ્થળ પર સામેથી કાળમુખી સફેદ કલરની ફોરવીલ  ચાલક હરદીપ ભાભલુભાઈ વરુ એ ફોરવીલ બે ફિકરાયથી અને ગફલત ભરી રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે રોંગ સાઈડમાં ચલાવતા હતા અને પુર પાટ સ્પીડમાં કિરણભાઈ ની એક્સલ ને અથડાવતા એક્સેલમાં સવાર ત્રણેય ફંગોળાઈ ગયા હતા. કિરણભાઈ ને માથાના ભાગે ડાબી બાજુના નેણ પર તેમજ સાથે રહેલ હમીરભાઇને બંને પગ ફેક્ચર તેમજ શરીર તથા માથાના ભાગે નાની મોટી ઇજા થવા પામી હતી પરંતુ કિરણભાઈ ના મોટાભાઈ ની માસુમ દિકરી ઉર્વશીબેન ને મોઢાના ભાગે  જમણી બાજુ આંખ પાસે ગંભીર ઈજા પહોંચી હતી અને નાક તથા કાનમાંથી લોહી વહી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું રાજુલા પોલીસે આઈપીસી કલમ 304( અ), 279,337,338 તથા ળદ એક્ટ કલમ 177,184,134 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે માસુમ બાળકીના સમાચાર મળતા જ પરિવાર જાણે ભાંગી તૂટ્યો હોય હૈયા ફાટ રુદન જોવા મળ્યું હતું આસપાસના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું  આ માર્ગ ધમધમતો રહે છે સ્કૂલ વાહનો સાથે બાલ મંદિરે નાના ભૂલકાઓને અને બાળકોને સ્કૂટી મારફત ગૃહિણીઓ મૂકવા જતી હોય છે અને તેડવા જતી હોય છે આમ સવારથી સાંજ ફેરા શરુ જ હોય છે ગૃહિણીઓમાં બે ફિકરાયથી આવતા વાહનોને સામે જજમેન્ટ મુશ્કેલ છે જેમાં જીવલેણના અકસ્માતો નકારી ન શકાય વળી અધૂરામાં પૂરું આ માર્ગે સ્કૂલ નજીક કોઈપણ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવેલ નથી જેથી ખુલ્લા માર્ગે વાહનો પુર સ્પીડમાં દોડે છે વાહન ચલાવનાર એ નથી જોતો કે સ્કૂલ છે બાળક ત્યાંથી જ પસાર થતું હોય વાહન ધીમું રાખવું જોઈએ તે પોતાની મસ્તીમાં જ વાહન ચલાવતો હોય છે આમ આ અકસ્માતની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય સોલંકી હીરાલાલ લાલઘુમ જોવા મળ્યા હતા તેમણે તાકીદે માર્ગ મકાન પંચાયત નગરપાલિકા ને કડક સૂચના આપી હતી આ માર્ગે સ્પીડ બ્રેકરો મુકવા અને તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવેલ છે. ધારાસભ્ય એ પરિવારજનોને સાંત્વના આપી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.