Abtak Media Google News

મુળી-સડલા રોડ પર વહેલી સવારે કાર્બોસેલ ભરેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી  કાર ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીરી ઘવાયેલા પતિ, પત્ની અને પુત્રના ઘટના સ્થળે કમમકાટી ભર્યા મોત નીપજયા છે. વાંકાનેરના લાકડધાર ગામના એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી કરુણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે.

વાંકાનેરના લાકડધાર ગામનો પરિવાર વિરમગામ પહોચે તે પહેલાં પરલોક પહોચતા પરિવારમાં કરુણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ: વહેલી

સવારે બનેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકની હાલત ગંભીર: ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો જીવલેણ અકસ્માત

ગોજારા અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર નજીક આવેલા લાકડધાર ગામના કરમશીભાઇ ખોડાભાઇ ડાભી (ઉ.વ.55) તેમના પત્ની પાંચુબેન કરમશીભાઇ ડાભી (ઉ.વ.51), પુત્ર મહેશ કરમશીભાઇ ડાભી (ઉ.વ.30), રોહિત રમેશભાઇ ડુમડીયા (ઉ.વ.21) અને પાંચ વર્ષનો ઉમંગ મહેશભાઇ ડાભી જી.જે.36બી. 3215 નંબરની અલ્ટ્રો કારમાં વિરમગામ જવા નીકળ્યા હતા.

અલ્ટ્રોકાર મુળી નજીક સડલા ગામ પાસે રાતે એકાદ વાગે પહોચી ત્યારે આગળ જતા જી.જે.17યુયુ. 8251 નંબરના કાર્બોસેલ ભરેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા કાર ડમ્પર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કરમશીભાઇ ડાભી, તેમના પત્ની પાંચુબેન ડાભી અને પુત્ર મહેશ ડાભીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતમાં રોહિત રમેશ ડુમડીયાને સારવાર  માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગોજારા અકસ્માતમાં પાંચ વર્ષના ઉમંગ ડાભીનો આબાદ બચાવ થયો છે.

ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા મુળી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.બી.ચુડાસમા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે. ત્રણેય મૃતકના પોસ્ટમોર્ટમ માટે મુળી હોસ્પિટલમાં લાશને મોકલી છે.

મૂળી પોલીસ મથકનો નંબર બંધ!!

પોલીસ સ્ટેશનમાં આપેલ પીએસઓ નો નંબર બંધ હોવાથી તાત્કાલિક સ્થાનિક લોકોએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ પોલીસનો સંપર્કના થયો.

પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા જે પોલીસ સ્ટેશનમાં પીએસઓના નંબર આપવામાં આવ્યા છે અને જાહેર કરવામાં આવ્યા છે તે નંબર બંધ હાલતમાં હતો. આ અંગે મૂડી પીએસઆઇને પૂછવામાં આવતા તે ફોન ખરાબ થઈ ગયો હોય અને તે પરત આપવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હવે સ્થાનિક લોકો એવું પણ જણાવી રહ્યા છે કે પીએસઆઇનો પણ ઘટના બની ત્યારે સંપર્ક સાધવામાં આવ્યો હતો. ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઓવરલોડ ડમ્પરે ત્રણના ભોગ લીધા?

મુળી પોલીસની કામગીરી સામે સવાલ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુળી અને થાનગઢ પંથકમાં બેફામ કાર્બોસેલ ભરેલા અને ખનીજ ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે હવે પોલીસ આ તમામ પ્રકારની પ્રવૃત્તિ નરી આંખે જોઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે નેત્રમ પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ આ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત નાના વાહનોને મેમાવવા આપવામાં આવે છે આવા અવરલોડ ડમ્પરો આવા કેમેરામાં પણ પોલીસના કેદ નથી થતા ત્યારે એક તો ગેરકાયદેસર ખનીજની ચોરી કરી અને આવા ડમ્પરો ઓવરલોડ ભરાય છે તે લોકોના જીવ લઈ રહ્યા છે ત્યારે તેની સામે કામગીરી પોલીસ કેમ નથી કરતી તે એક સવાલ છે આ અકસ્માત ને અંજામ આપનાર ડમ્પર કાર્બોસેલ નું ભરેલું હતું અને એ પણ અવરલોડ ભરેલું હતું અચાનક બ્રેક મારતા પાછળથી અલ્ટોકાર આ ડમ્પર પાછળ ઘૂસી ગઈ અને પરિણામે માતા પુત્ર અને પિતાનું મોત નિપજ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.