Abtak Media Google News

મુન પર ખરબો રૂપિયાની ન્યુકલીયર એનર્જીની શોધખોળ કરવા ભારત ખોદકામ કરશે

ભારતીય સ્પેસ પ્રોગ્રામ ચંદ્રના એવા વિસ્તારમાં પહોંચવા માટે જયાં વિશ્વના કોઈ પણ દેશો પહોંચી શકયા નથી. ઈતિહાસમાં પ્રથમવાર ભારત ચંદ્રના દક્ષિણી વિસ્તારમાં પહોંચી ખરબોની કિંમતની વેસ્ટ ફ્રી ન્યુકલીયર એનર્જીની ક્ષમતા જાણવા માટે ખોદકામ કરશે.

ઓકટોબરમાં નાસાની સમકક્ષ રોવર લોન્ચ થશે અને ચંદ્રની સપાટી પરના કુમારીક પ્રદેશની શોધખોળ કરવામાં આવશે. તેમજ પાણી અને હિલીયમ-૩ના ચિહનો માટેના નમુના લેવાશે. કારણકે આઈસોટોપ પૃથ્વી પર મર્યાદિત છે. પરંતુ ચંદ્ર પર તે વિશાળ પ્રમાણમાં રહેલું છે જે પૃથ્વીની ન્યુકલીયર ઉર્જાની ૨૫૦ વર્ષ માટેની જરૂરીયાત પુરી કરે તેટલા પ્રમાણમાં છે.

ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું હતું કે જે દેશો પાસે ચંદ્ર જઈ મિશનને સફળ બનાવવાના સ્ત્રોત છે તે આ મિશનમાં જોડાઈ શકે છે. કારણકે અમે છુપાવવા નહીં પરંતુ નેતૃત્વ કરવા માંગીએ છીએ. ઈસરોના મીશનથી ભારતનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

હાલ અમેરિકા, ચીન, ભારત, જાપાન અને રશિયા, ઈલોન મસ્ક, જેફ બેઝોઝ અને રિચાર્ડ બ્રાન્સન જેવા બિલીયોનેર રોબાટીક મિસાઈલ છોડવા માટેની હરીફાઈ કરી રહ્યા છે. જોકે ભારતીય મીશન માટે સરકારે સમય આપ્યો નથી. આ શતકમાં ૨૦૧૩માં ચંદ્ર પર ચીને સૌપ્રથમ વખત લેન્ડર અને રોવર ચાંગે લોન્ચ કર્યું હતું. ભારત ચંદ્ર પરથી પણ વેપાર કરવા માંગે છે. ચંદ્ર પર રહેલી ન્યુકલીયર એનર્જી પૃથ્વીની ૨૫૦ વર્ષોની જ‚રીયાત પૂર્ણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.