Abtak Media Google News

રાજ્યના ફિઝીયોથેરાપીસ્ટ તબીબો દ્વારા , ફિઝીયોથેરાપી શાખા ના પડતર પ્રશ્નો ના નિરાકરણ અંગે વિવિધ સ્તરે માંગ થઈ રહી છે. આ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા વિવિધ જિલ્લાના જાગૃત તબીબો એ એક વોઇસ ઓફ ફિઝીયો સંગઠન બનાવ્યું છે , આ સંગઠનના  પ્રતિનિધિઓ ના જણાવ્યા અનુસાર આ સંગઠન એ ફિઝીયોથેરાપીસ્ટ તબીબોના પડતર પ્રશ્ન, સૈદ્ધાંતિક હક અને ફિઝીયોથેરાપી શાખા સંપુર્ણ વિકાસ કામ કરશે.

વોઇસ ઓફ ફિઝીયો દ્વારા એક ઓનલાઇન પિટિશન , જાહેર કરવામાં આવી હતી જેમાં પહેલા 4 મુદ્દાનો વિસ્તૃત રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પિટિશનને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આશરે 6 હજારથી પણ વધુ તબીબો અને વિદ્યાર્થીઓએ આ પિટિશનને સમર્થન આપ્યું અને આ બાબતે રાજ્ય સરકારમાં પણ લેખીત અરજી કરવામાં આવી છે

ર બીજા રાજ્યો અને કેંદ્ર સરકારે જેમ ફિઝિયોથેરાપીસ્ટ વર્ગને ક્લાસ-2 માં સમાવ્યા છે તેમ ગુજરાત રાજ્યમાં પણ સમાવવા માં આવે. હવે ફિઝીયોથેરાપી નો કોર્ષ 4.5 વર્ષ નો હોવાથી કાઉન્સિલના નિયમ મુજબ મેડિકલ શ્રેણીમાં મુકવામાં આવે.

ર દાયકા ઓથી સરકારી કોલેજમાં ખાલી પડેલી સીનયર લેક્ચરર, લેક્ચરર અને ક્લિનિકલ થેરાપિસ્ટ ની પોસ્ટ પર વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખીને , ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

આંતરિક વિસ્તારોમાં માનવબળના અભાવને કારણે ખાલી રહેલી જગ્યા ઓ જનહિત માં ભરવામાં આવે જેનો સીધો લાભ ત્યાં ના દિવ્યાંગ લોકોને થાય તેમ છે

સમગ્ર ગુજરાતમાં કાઉન્સિલ દ્વારા તૈયાર કરાયેલા એક જ સિલેબસનું પાલન કરાવાય. અને ગુજરાત માં અલગ અલગ યુનિવર્સિટી દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયાનું કેન્દ્રીકરણ કરી ફક્ત એક જ એમપીટી  પ્રવેશ પરીક્ષા લેવાય જેથી વિદ્યાર્થીનું થતું આર્થિક અને માનસિક નુકશાન અટકે.

આ બધા પ્રશ્નો રાજ્યમાં આરોગ્ય સ્તર સુધારવા તેમજ વિદ્યાર્થીઓના હિતમાં હલ કરવા જરૂરી છે જેની ફિઝીયોથેરાપીસ્ટ તબીબો દ્વારા વારંવાર રજુઆત થઇ છે પરંતુ હજુ સુધી આ મુદ્દાઓનો ઉકેલ આવ્યો નથી. પરંતુ જ્યાં સુધી આ મુદ્દાનો કોઈ હકારાત્મક ઉકેલ સરકાર તરફ થી નહીં આવે ત્યાં સુધી વોઇસ ઓફ ફિઝીયો સંગઠન સરકાર માં અલગ અલગ સ્તરે પોતાની રજુઆત કરતું રહશે એવું સંગઠનના પ્રતિનિધિ ઓએ જણાવ્યું હતું.વધારે વિગત માટે સંપર્કરાજકોટના ડો.શિવાંગી માંડવીયા મો. નં. 846085565 નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.