Abtak Media Google News

સફેદ બેડશીટ – જ્યારે પણ આપણે ઘરેથી બહાર થોડા દિવસો માટે જઈએ છીએ તો આપણે ત્યાં રોકવા  માટે ઘર નથી ખરીદતા પરંતુ હોટલોમાં રોકાઈ છીએ.

કદાચ હોટલોની શરૂઆત જ એટલા માટે થઈ હશે કે લોકોને પોતાના ઘરથી બહાર પણ ઘર જેવી જ સુવિધા અને જમવાનું ઉપલબ્ધ થઈ શકે.

Offbeat
offbeat

એવું કહેવાય છે કે સૌથી પહેલા યાત્રાળુઓને રોકાવા માટે અને અન્ય સુવિધાઓ દેવાની શરૂઆત આજથી સેંકડો વર્ષ પહેલા ગ્રીક અને રોમન સંસ્કૃતિઓમાં થઈ હતી.ત્યારબાદ આ પ્રકારની સુવિધાઓને અન્ય દેશોની સંસ્કૃતિએ સ્વીકારી અને આજે એવો સમય આવી ગયો કે દુનિયાના દરેક દેશમાં દરેક મોટાથી લઈને નાના શહેરમાં યાત્રીઓ માટે હોટલની વ્યવસ્થા છે.પરંતુ શું તમે આ દરેક હોટલોની એક સૌથી ખાસ અને સામાન્ય બાબત પર ધ્યાન કરી છે?

જી,હા દુનિયાની કોઈ પણ મોટામાં મોટી હોટલ હોય કે નાનામા નાની હોટલ હોય આ દરેકની ખાસ વાત એ છે કે આ દરેક હોટલોમાં સફેદ બેડશીટનો ઉપયોગ કરવામાં આવે છે.

હકીકતમાં દરેક હોટલમાં સફેદ બેડશીતનો ઉપયોગ કરવાનું કઈક કારણ છે જેના વિશે અમે આપને જણાવવા જઇ રહ્યા છીએ.

Marriott Frameworks Bed Bedding Set Mar 101
offbeat

1.મનોવૈજ્ઞાનિક કારણ –

હોટલોમાં સફેદ રંગના બેડશીટ અને ટુવાલ ઉપયોગ કરવાની પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે.હકીકતમાં સફેદ રંગ દેખાવમાં બહુ જ સાફ લાગે છે અને સફેદ રંગ જોઈને મનને બહુ જ શાંતિ મળે છે.જ્યારે હોટલમાં ગ્રાહક સાફ–સફાઈ કરેલા બેડને જુએ છે ત્યારે તેને બહુ જ સારો અનુભવ થાય છે.

  1. ધોવું સહેલુ છે –

સફેદ રંગની બેડશીટ અને ચાદરના ઉપયોગનું બીજું કારણ એ છે કે તેને ધોવું સહેલું છે.પરંતુ જો રંગીન કપડાનો ઉપયોગ કરવામાં આવે તો ધોયા પછી તેનો કલર આછો થઈ જાય છે.પરંતુ સફેદ રંગના કપડાં સાથે આ તકલીફ થતી નથી અને તેની ચમક હમેશા એક જેવી જ રહે છે.

  1. શાંતિનું પ્રતિક –

સફેદ રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.જ્યારે લોકો રજાના સમયમાં બહાર ફરવા જાય છે ત્યારે શાંતિ અને સુકુનની શોધ કરે છે અને સફેદ રંગને જોઈને તેના મનને ઘણી રાહતનો અનુભવ થાય છે. કદાચ એટ્લે જ હોટલોમાં સફેદ બેડશીટ અને ટુવાલ નો ઉપયોગ કરવામાં આવે છે.

  1. ગુણવત્તા માટે –

સફેદ રંગ બીજા રંગોની સામે બહુ જ સાફ નજર આવે છે.જ્યારે તમે કોઈપણ હોટલમાં જાવ છો તો ત્યાં ચમકદાર બેડશીટ જોઈને તમને તે હોટલની ગુણવત્તા વિશે અંદાજ આવી જાય છે.

  1. ગંદુ થવાથી નજર આવી જાય છે –

સફેદ રંગ હોવાના કારણે બેડશીટ અને ટુવાલ ગંદા થવાથી તરત જ નજર આવી જાય છે જેનાથી રૂમ સર્વિસને ધોવામાં સહેલું રહે છે.

આ કારણોને લીધે દુનિયાની દરેક હોટલોમાં તમને સફેદ બેડશીટ અને ટુવાલ જોવા મળશે.

Offbeat
offbeat

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.