Abtak Media Google News
  • ચેમ્બર ઓફ કોમર્સ, પોલીસ સાઇબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં નિષ્ણાંતોએ આપ્યુ માર્ગદર્શન
  • ઓટીપી, પીન, સીવીવી શેર ન કરવા, અજાણી લીંક એક્સેસ ન કરવા જેવી સાવચેતી રાખો તો કોઇની મજાલ નથી કે તમને છેતરી શકે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા શહેર પોલીસ-સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટનાં સંયુકત ઉપક્રમે તા.12-10ના રોજ સાઈબર ક્રાઈમ અંતર્ગત થતી ઓનલાઈન છેતરપીંડીથી કઈ રીતે બચવુ તેમજ છેતરપીંડી થયે તાત્કાલીક કેવા પગલા લઈ શકાય અને લોકોમાં વધુને વધુ જાગૃતા લાવવા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેર પોલીસ સાઈબર ક્રાઈમ પી.આઈ. જી.બી. ડોડીયા, પી.એસ.આઈ. કે.જે રાણા, એમ.એસ.વેગડ, એ.એસ.આઈ. જે.કે. જાડેજા તથા સ્વંયસેવક પ્રિન્સ ભુવા ઉપસ્થિત રહી જાણકારી-માર્ગદર્શન આપેલ.કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયાએ સૌ અધિકારીઓ તથા વેપાર-ઉદ્યોગકારોને આવકારેલ.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્બરની કામગીરી સૌ સજાગ છો. ચેમ્બર દ્વારા અવાર-નવાર સેમીનારો-કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ ચેમ્બર અને શહેર પોલીસ, સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટના સયુંકત ઉપક્રમે આ અવેરોસ કાર્યક્રમમાં સૌ અધિકારીઓ તથા વેપાર-ઉદ્યોગકારો મિત્રોનું હાર્દિક સ્વાગત કરેલ. ડિઝીટલ યુગમાં સાઈબર ક્રાઈમના બનાવોનો વ્યાપ ખુબ જ ઝડપથી વધી રહયો છે. આવનારા દિવસોમાં આવા બનાવો ન બને તે માટે શું શું પગલા લેવા કેટલી સાવચેતી રાખવી તે માટે આ કાર્યક્રમ ખુબ જ ઉપયોગી બની રહેશે. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શહેર પોલીસ સાઈબર ક્રાઈમ પી.આઈ. જી.બી. ડોડીયાએ રાજકોટ ચેમ્બર દ્વારા આ સયુંકત સેમીનારનું આયોજન કરવા બદલ આભાર વ્યકત કરેલ. ત્યાર બાદ સ્વંયસેવક પ્રિન્સ ભુવા દ્વારા સાઈબર ક્રાઈમ અંતર્ગત ડિઝીટલ યુગના ફાયદા અને ગેરફાયદાઓ, સાઈબર ક્રાઈમ થવાના કારણો અને તેના પ્રકારો, સાઈબર બુલીંગ, હેકિંગ, જોબ ફ્રોડ, ફાયનાન્સીયલ ફ્રોડ, ડેટા થેડ, સોશ્યલ મિડીયા સબંધીત ફ્રોડ, ઈ-મેઈલ સ્પ્રૂફીંગ, વિડીયો કોલ મારફત થતા રોડ, ઈન્સ્ટન્ટ લોન એપ્લીકેશનમાંથી ફ્રોડ, બનાવટી લીન્કો, ફેક વેબસાઈટ, ઓનલાઈન સેલીંગ પ્લોટફોર્મ ફ્રોડ, સ્ક્રીનીંગ શેરીંગ કે રીમોટ એકસેસ એપ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, વિવિધ ફ્રોડની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપેલ. તેમજ સાઈબર ક્રાઈમથી બચવા માટે ઓટીપી, પીન, સીવીવી શેર ન કરવા, અજાણી લીન્ક એકસેસ ન કરવી. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ટુ-સ્ટેપ્સ વેરીફીકેશન કરવુ, લકકી ડ્રો, ઈનામોની લાલચો વિગેરેનો રીપ્લાય ન આપવો, પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા અને સમયાંતરે બદલવા, ફોન-લેપટોપ વિગેરે પાસવર્ડ પ્રોટેકટેડ રાખવા કોઈપણ ઓનલાઈન ગેમ માટે પોતાનું બેન્ક એકાઉન્ટ લીન્ક ન કરવું તેમજ આવા કોઈ બનાવો બને તો 1930 પર તાત્કાલીક ફરીયાદ કરી જે તે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા જણાવેલ. પી.એસ.આઈ. કે.જે રાણાએ સાઈબર ક્રાઈમના વિવિધ કાયદાઓની માહિતી આપેલ અને ફેક્ટરીઓમાં કામ કરતા મજુરોની સીટીઝન પોર્ટલમાં ખાસ નોંધણી કરવી, મિલ્કત ભાડે આપે તો પણ તેનું તેની નોંધણી પણ કરવી. આ સીટીઝન પોર્ટલમાં 13 જેટલી વિવિધ સેવાઓ આવરી લેવામાં આવેલ છે. જેથી કોઈપણ ગુનાહીત પ્રવૃતિ બને તો તેને અટકાવી શકાય તેની જાણ કરેલ.

કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્બરના ઉપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ ઉપસ્થિત અધિકારીઓ તથા વેપાર-ઉદ્યોગકારોનો કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આભાર વ્યકત કરેલ તેમજ રાજકોટ ચેમ્બર તથા એમએસએમઇ ડિપાર્ટમેન્ટના સયુંકત ઉપક્રમે આગમી તા.14-10-2022 ના રોજ સવારે 10:00 થી 1:00 દરમ્યાન રાજકોટ ચેમ્બર હોલ ખાતે  Zed Certification Scheme તથા  MSME Schemed માં આવેલ નવા સુધારાઓનું માર્ગદર્શન આપવા અંગે સેમીનાર રાખેલ છે તો તેનો લાભ લેવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.